Last Update : 16-August-2012,Thursday

 

તવેરામાં આવેલા દશ લુંટારાઓનું પરાક્રમ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

તમંચા બતાવી કારમાં દબોચીને અપહરણ કરી દાગીના, રોકડ અનેે કાર સહિત રૃા.૪.૨૪ લાખની લુંટ કરી પોલ્ટ્રીફાર્મના સંચાલકને માંગરોળ ફેંકી દિધો

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
પુત્રનો જન્મદિવસ મનાવ્યા બાદ મિત્રની કાર આપવા માટે જતા પોલ્ટ્રીફાર્મના સંચાલકના લમણે તમંચા બતાવી અપહરણ કર્યા બાદ સોનાના દાગીના, રોકડ રકમ અને કાર સહિત રૃા.સવા ચાર લાખ રૃપિયાની મત્તાની લુંટ કરીને તવેરા કારમાં આવેલી ટોળકી ફરાર થઇ ગઇ હતી. મહામહેનતે લુંટારૃઓએ બાંધી રાખેલા હાથ તેમજ પગ છોડયા બાદ પોલીસને જાણ કરતા વરણામા પોલીસે ગુનો દાખલ કરી દશ લુંટારૃઓની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વરસાડા ગામની સીમમાં આવેલા ગુરૃકૃપા પોલ્ટ્રીફાર્મનું સંચાલન મુળ પાદરા તાલુકાના લુણા ગામના સુરેશ મગનભાઇ પઢીયાર કરે છે. તા.૧૨ના રોજ પુત્રનો જન્મદિવસ હોવાથી તેઓ વરસાડા ગામેથી મિત્ર નિકેતુ હરીશચંન્દ્ર પટેલની મારૃતી સ્વીફ્ટ કાર લઇને લુણા ગામે ગયા હતા અને મોડી સાંજે પુત્રના જન્મદિવસની ઉજવણી કરીને તેઓ પરત આવી મિત્રને બોલાવી તેની કાર આપવા માટે પોલ્ટ્રીફાર્મ પાસે કાર લઇને ઉભા હતાં. દરમિયાન પોર તરફથી એક તવેરા ગાડી આવીને નજીક ઉભી રહી હતી અને ચાલકે ઇંટોલા જવાનો રસ્તો પુછ્યો હતો. આ સાથેજ તવેરામાંથી ચાર વ્યક્તિઓ નીચે ઉતરી હતી અને ચારમાંથી બે વ્યક્તિઓએ તમંચો કાઢીને સુરેશભાઇના લમણે ધરી ગઇ મિત્રની સ્વીફ્ટ સફાયર ગાડીમાં દબોચી દીધા બાદ કાર હંકારી કાઢી હતી. કારમાં ચારેય લુંટારૃઓએ ધમકી આપીને રસ્તામાં સોનાની ચેન, બે વીંટીઓ, પાકીટમાં મુકેલા રોકડા રૃા.૮૦૦૦, કાંડા ઘડિયાળ અને મોબાઇલફોન લુંટી લીધા હતાં.
કારને કરજણ બાજુ દોડાવ્યા બાદ સુરેશભાઇના હાથ-પગ બાંધી દિધા હતા અને કરજણ તાલુકાના માંગરોળ ગામ પાસે મોંઢા પર રુમાલ બાંધી કપાસના ખેતરમાં રાત્રે ફેંકી દઇ ચારેય શખ્સો કાર સહિતનો મુદ્દામાલ લુંટીને ફરાર થઇ ગયા હતાં. દરમિયાન મહામહેનતે સુરેશભાઇએ હાથ-પગ તેમજ મોંઢા પરનું કાપડ છોડીને તેઓ નજીકની ઓરડીમાં ગયા હતા ત્યારબાદ પોલ્ટ્રીફાર્મના માલિક તેમજ કારના માલિકને જાણ કરી હતી જેથી તેઓ માંગરોળ દોડી આવ્યા હતા અને આજુબાજુ તેમજ આમોદ રોડ સુધી તપાસ કરવા છતા પણ કોઇ પત્તો નહી મળતા આખરે વરણામા પોલીસ સ્ટેશનમાં લુંટની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ આર.જે.ગોહિલે તપાસ હાથ ધરી હતી. આજે મોડીસાંજ સુધી કારનો પણ કોઇ પત્તો લાગ્યો ન હતો. પુત્રનો જન્મદિવસ ઉજવ્યા બાદ લુંટ અને અપહરણ થવાને પગલે પરિવારના સભ્યોમાં પણ નાસભાગ મચી ગઇ હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved