Last Update : 16-August-2012,Thursday

 

દેશભરમા બહુ ચર્ચિત બનેલા સંઘપ્રદેશ દમણના
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ

પ્રશાસકે એકસાઈઝ અને વેટ ચોરીના કૌભાંડ અંગે એકસાઈઝ કમિશ્નરને ત્રણ મહિનામાં સંપૂર્ણ રિપોર્ટ સુપ્રત કરવા આદેશ કર્યો

સમગ્ર દેશમાં ગાજેલા કૌભાંડમાં તત્કાલિન એક્સાઈઝ કમિશ્નરે છ પૈકી બે કંપનીની કારણદર્શક નોટીસ રદ કરી ક્લીનચીટ આપી હતી
વાપી,મંગળવાર
સન ૨૦૧૦માં તત્કાલિન સુરત રેન્જ આઈજી એ.કે.સિંગે દમણમાં કરોડો રૃપિયાની એકસાઈઝ ડયુટી ચોરી કૌંભાંડનો પર્દાફાશ કર્યા બાદ સ્થાનિક પ્રશાસને દમણની ૬ ડિસ્ટલરી સંચાલકોને રૃ.૩૪૦ કરોડની ડિમાન્ડ નોટીસ પાઠવી આ સમગ્ર મામલે સોપવામાં આવેલી જયુડીશિયલ તપાસમાં તત્કાલિક એકસાઈઝ કમિશ્નરે ડિસેમ્બર ૨૦૧૧માં ૬ પૈકી ૨ કંપની સામેની કારણદર્શક નોટીસ કાઢી નાંખી ક્લીનચીટ આપતા આશંકા વ્યકત થઈ હતી. જો કે આ મામલે પ્રશાસકની કોર્ટમાં ઘા નંખાતા પ્રશાસકે બન્ને કંપનીઓની રદ કરેલી કારણદર્શક નોટીસ (ડિમાન્ટ નોટ)ની પુનથ સમીક્ષા કરવાનો ચૂકાદો આપી એકસાઈઝ કમિશ્નરને ત્રણ મહિનામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
ફેબુ્રઆરી ૨૦૧૦માં તત્કાલિન સુરત રેન્જ આઈજી એ.કે.સિંગે પુરાવાના આધારે દમણની ૨૦ ડિસ્ટલરી, વાઈનશોપ માલિકો સામે દારૃની તસ્કરી કરવા સબબનો ગુનો નોંધી દમણમાંથી કરોડો રૃપિયાની એકસાઈઝ ડયુટી ચોરીના કૌંભાંડનો પર્દાફાશ કરતા સ્થાનિક પ્રશાસન હચમચી ગયું હતું. મસમોટા કૌંભાંડનો પર્દાફાશ થયા બાદ હરકતમાં આવેલા પ્રશાસને એકસાઈઝ વિભાગના ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ ડિસ્ટલરી અને વાઈન શોપમાં તપાસનો દૌર શરૃ કર્યો હતો. બીજી તરફ આ મસમોટા કૌંભાડની સીબીઆઈને પણ તપાસ સોપવામાં આવી હતી. જે સંદર્ભે સીબીઆઈએ ડિસ્ટલરી અને વાઈનશોપમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર કૌભાંડમાં હાથ ધરેલી તપાસના અંતે એકસાઈઝ વિભાગે ૨૮૦ કરોડની એકસાઈઝ ડયુટી અને ૬૦ કરોડની વેટ ચોરી મળી કુલ રૃ. ૩૪૦ કરોડની ડયુટી ચોરી સંદર્ભે દમણની ૬ ડિસ્ટલરીને કારણદર્શક નોટીસ (ડિમાન્ડ નોટ) ફટકારી હતી.
પ્રશાસકે આ કૌંભાંડની જયુડિશિયલી તપાસ એકસાઈઝ કમિશ્નર મનોજ શાહુને સોંપી હતી. પરંતુ એક વર્ષ બાદ મનોજ શાહુએ સુપ્રત કરેલા રિપોર્ટમાં પ્રથમ ચરણમાં ૬ ડિસ્ટલરી પૈકી ૨ ડિસ્ટલરી ખેમાણી અને ક્રિમ્પી ડિસ્ટલરીઓની પુરાવાના અભાવે કારણદર્શક નોટિસ રદ કરી કલીનચીટ આપી હતી. જોકે તત્કાલિક એકસાઈઝ કમિશ્નર મનોજ શાહુના આ નિર્ણય સામે આશંકા વ્યકત કરાઈ હતી. એટલું જ નહીં પણ ૩૪૦ કરોડના કૌભાંડ સંદર્ભે પ્રશાસકની કોર્ટમાં સંયુકત એકસાઈઝ આયુકત, ઉપનાણાં સચિવે ઘા નાંખી હતી. આ સમગ્ર મામલામાં પ્રશાક નરેન્દ્રકુમારે બંને પક્ષોનેી દલીલો સાંભળી હતી. બાદમાં તેઓએ ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ખેમાણી અને ક્રિમ્પી ડિસ્ટલરીની રદ કરેલી કારણદર્શક નોટિસનેી પુનઃ સમીક્ષા કરવાનો ચૂકાદો આપ્યો છે. સાથે સાથે તેઓએ એકસાઈઝ કમિશ્નરને આ સમગ્ર મામલે ત્રણ મહિનામાં સંપુર્ણ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
જયારે સીબીઆઈ હસ્તક રહેલા દરેક દસ્તાવેજો એકત્રિત કરવા તથા ગુજરાત પોલીસને પણ તેઓએ કરેલી તપાસ દરમિયાન એકત્રિત કરેલા દસ્તાવેજો રજૂ કરવાની તક આપવા જણાવાયું છે. આ ઉપરાંત તત્કાલિન એકસાઈઝ સચિવ અને તત્કાલિન પ્રશાસક સત્યગોપાલે પાર્લામેન્ટ્રી કમિટી સમક્ષ આપેલા સ્ટેટમેન્ટો જે રાજય સભાનાં ૧૪૪માં રિપોર્ટમાં રેકોર્ડ થયા છે તે અંગે પૂછપરછ કરવા જણાવ્યું છે. આ મુદ્દે જો ડિસ્ટલરીઓ ક્રોસ એકઝામિન કરવા માંગતી હોય તો તેમને તક આપવા નિર્દેશ આપ્યો છે.પ્રશાસક નરેન્દ્ર કુમારે બહુ ગાજેલા ડયુટી ચોરી કૌંભાંડ સંદર્ભે કારણદર્શક નોટીસની પુનથ સમીક્ષા કરવા કરેલા આદેશને પગલે ડિસ્ટલરી સંચાલકોમાં ખળભળાટ મચી ગયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved