Last Update : 16-August-2012,Thursday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૬-૮-૨૦૧૨ ગુરૂવાર
શ્રાવણ વદ ચૌદશ-અધોરા ચૌદશ
ગુરૂપુષપ્યાત્રી સિઘ્ધાયોગ સાંજના ૭ ક. ૨૧ મિ.સુધી
સૂર્યપધા-સંિહમાં / મુસલમાની શબ્બેક્રય

 

દિવસના ચોઘડિયા ઃ શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા ઃ અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૦૪ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૦૫ મિ. (સૂ) ૭ ક. ૦૭ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ પુષ્ય સાંજના ૭ ક. ૨૧ મિ. સુધી પછી અમુલ્યા. સાંજના ૭ ક. ૨૧ મિ. પછી જન્મેલ બાળક માટે અમુલ્યા નક્ષત્રની શાંતિપૂજા કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સંિહમાં ૧૭ - ૫૯ થી મંગળ- તુલા, બુધ- કર્ક, ગુરૂ- વૃષભ શુક્ર- મિથુન શનિ-તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ
હર્ષલ (યુરેસન) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન ચંદ્ર- કર્ક
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષા ૠતુ રા.દિ. શ્રા/૨૫ માસ-તિથી-વાર ઃ શ્રાવણ વદ ચૌદશને ગુરૂવાર
- અધોરા ચૌદશ. રાત્રે ૧૦ ક. ૫ મિ. સુધી ચૌદશ. સાંજના ૭ ક. ૨૧ મિ. પછી .....
- ગુરૂપુષ્યામૃત સિઘ્ધયોગ સાંજના ૭ ક. ૨૧ મિ. સુધી.
- સૂર્ય મધા અને સંિહમાં સાંજના ૫ ક. ૫૯ મિ.થી વા.ગર્દભ.
- વ્યતિપાત સાંજના ૭ ક. ૧૫ મિ. સુધી. વિષ્ટી સવારના ૧૦ ક. ૧૨ મિ. સુધી.
- મુસલમાનની શબ્બેકુય્ર
- શિવપૂજા અર્ચના અરિષ્ઠ નિવારણ માટે કરવી. બ્રાહ્મણ પાસે કરાવવી શ્રેષ્ઠ.
- બજારોમાં હવામાનમાં ફેરફારી જણાય ! સાકર, ગોળ, ખાંડ, લાલ પદાર્થ, તૈલિ વસ્તુઓમાં ભાવ વધે ! ઘીના ભાવ વધે ! અનાજમાં મંદી ! દિવસ પદરમાં જુવાર, મગ, એરંડા, દ્રાક્ષ. મરચાના ભાવ વધે ! કોઈ સ્થળે વરસાદ થાય !

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ - આજે સાંજ સુધીનો સમય હૃદય-મનની વ્યગ્રતાનો રહે. નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના, પરિવારના કામમાં ચંિતા રહે.

 

વૃષભ - આજથી સંિહ શંત્રાંતિનો પ્રારંભ થવાથી નોકરી-ધંધાના યાત્રા પ્રવાસમાં, મુલાકાતમાં, ચર્ચા વિચારણમાં સંભાળવું પડે.

 

મિથન - આપના નોકરી-ધંધાના કામ અંગે વ્યસ્તતા રહે વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપવું પડે. પરંતુ વિચારીને નિર્ણય કરવા.

 

કર્ક - આજે સૂર્ય આપની રાશિમાંથી સંિહ રાશિમાં પ્રવેશ કરે છે તેથી શાંતિથી દિવસ પસાર કરવો. ગુસ્સો, ઉતાવળ કરવા નહીં.

 

સંિહ - આજથી સૂર્ય આપની રાશિમાં પરિભ્રમણ શરૂ કરે છે. તેથી નોકરી-ધંધામાં, બેંકના કામમાં, સરકારી કામમાં સાચવવું.

 

કન્યા - આજથી સંિહ સંક્રાતિનો પ્રારંભ શરૂ થતાં આપને સરકારી, ખાતાકીય, કાનૂની પ્રત્યે નોકરી-ધંધાના, કુટુંબ પરિવારના પ્રત્યે તકરાર રહે.

 

તુલા - આપના નોકરી ધંધાના કામમાં આજે જોખમી કોઈ નિર્ણય કરવો નહીં. શેરોના, સોના-ચાંદીના કામમાં સંભાળવું પડે.

 

વૃશ્ચિક - આપના રાજકીય, સરકારી, ખાતાકીય કાનૂની કામમાં, નોકરી-ધંધામાં અન્યના કામમાં ચંિતા-ઉચાટ તકલીફ જણાય.

 

ધન- આજનો દિવસ આપે તન-મન-ધનથી .... સંભાળવાનો રહેશે. આરોગ્યની કાળજી રાખવી. ગાફેલ રહેવું નહી.

 

મકર - આજથી સંિહ સંક્રાતિનો પ્રારંભ થઈ રહ્યો છે. તેથી નાણાંકીય કામકાજમાં, જવાબાદરીમાં, બેંકના, કુટુંબના કામમાં ચંિતા રહે.

 

કુભ - માનસિક પરિતાપ, નકારાત્મક, વિચારો, નિરાશા, ઉશ્કેરાટ-ગુસ્સો આથી થાય. કોઈનું બોલેલું આપને ગમે નહીં.

 

મીન - વિલંબમાં પડેલા કામમાં માટે ખર્ચ થાય, કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય, આકસ્મિક કોઈને બિમારી આવી જાય.

 

પ્રા. અગ્નિદત્ત પદમનાભ

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧૬ ઓગસ્ટ ૨૦૧૨ ગુરૂવાર

 

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. નોકરી-ધંધામાં યશ, સફળતા મળે, માન સન્માન મળે પરંતુ આવકની દ્રષ્ટિએ મહેનતના પ્રમાણમાં ફળ ઓછું જણાય. પુત્ર-પૌત્રાદિકતા કાળમાં રૂકાવટ પણ કાળ ઉકેલાય, આનંદ અનુભવાય. વિશેષમાં વર્ષના ઉતરાધમાં મકાન-વાહન-મિલકતના પ્રશ્નમાં ઘ્યાન રાખવું. ખરીદ વેચાણની કામગીરીમાં જાગૃતિ સાવધાની રખાય.

 

- નોકરી ધંધામાં વર્ષનો મઘ્યમભાગ લાભદાય રહે. આકસ્મિક કોઈ ફાયદો-લાભ થાય. પત્ની-માતા માટે, મિત્રવર્ગ માટે વર્ષ ચંિતાનું રહે.

 

- કમર, પેશાબ, પથરી, બી.પી.ની તકલીફમાં બેકાળજી રાખવી નહીં.

 

- સ્ત્રી વર્ગને વર્ષ પતિ-સંતાન માટે ચંિતા પણ સફળતા-પ્રાપ્તિનું રહે. માતૃપક્ષની ચંિતા રહે.

 

- વિદ્યાર્થીવર્ગને મિત્રવર્ગના કારણે ભણવામાં એકાગ્રતા રહે નહીં.

 

 

સુપ્રભાતમ્

- સારા મિત્રોવાળો માણસ ઘણાં મુશ્કેલ કામો પણ પાર પાડી શકે છે તેથી માણસે પોતાની સાથે સમભાવ રાખનારા મિત્રો કરવા જોઈએ.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

લીલીએ કોલેજના કલાસનું પુસ્તક વાંચી રહેલા દિકરા લલ્લુને એક દિવસ પૂછ્‌યું, ‘‘બેટા, મોટો થઈને શું બનવાની ઈચ્છા છે ?’’
‘‘પાયલોટ.’’ લલ્લુએ જવાબ આપ્યો.
‘‘કેમ પાયલોટ ?’’ લીલીએ સવાલ કર્યો.
‘‘કારણ કે,’’ લલ્લુ બોલ્યો, ‘‘ઉપર એક્સીડન્ટનું જરા પણ જોખમ નહીં અને ટ્રાફીક જામ પણ નહીં.’’

[Top]
 

આજ ની રેસીપી

સૂપ-સિઝલર-ટોસ્ટ-નાનખટાઈ

સ્પેશિયલ નાનખટાઈ

 


સામગ્રી ઃ ૧/૨ મેંદો, ૧/૪ કપ રવો, ૨ ચમચા ચણાનો લોટ, ૧/૪ કપ મિક્સ સૂકા મેવાનો પાઉડર, ૧/૩ કપ દળેલીખાડ, ૧/૩ કપ માખણ, ૨ મોટી ચમચી ખસખસ, ૧/૪ ચમચી બેકંિગ પાવડર, ૨ ચમચા દૂધ.

 

રીત ઃ સૌ પ્રથમ માખણમાં ખાંડ મિક્સ કરી હળવા હાથે ખૂબ ફીણો. પછી તેમાં સૂકા મેવાનો પાવડર તથા દૂધ મિક્સ કરી નાના નાના ગોળા વાળી લો. હને મેંદો, રવો, ચણાનો લોટ, બેકંિગ પાવડર તથા બાકીની સામગ્રી મિક્સ કરી તેના લીંબુ જેવડા ગોળ વાળી લો. પછી દરેક ગોળાને મૂકી ફરી ગોળો વાળી લો. પછી ઉપર ખસખસ છાંટી પહેલેથી ઓવનમાં ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને બેક કરી એરટાઈટ ડબ્બામાં ભરી દો.

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved