Last Update : 15-August-2012,Wednesday

 

ઉપવાસના અંતિમ દિવસે અણ્ણાના સાથી કેજરીવાલનો ટેકો
આગામી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાની અપીલ સાથે રામદેવના ઉપવાસનો અંત

ધાર્યું હોત તો વડાપ્રધાનને ધ્વજ ફરકાવવા જવા દીધા ન હોત ઃ રાહુલ પર આડકતરા પ્રહાર
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
યોગગુરૃ રામદેવે આજે છ દિવસથી ચાલતા પોતાના ઉપવાસ તોડયા હતા અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને હરાવવાનું આહ્વાન કરતા કાળાં નાણાં મુદ્દે કોંગ્રેસ વિરોધી અભિયાન પણ સમાપ્ત કરી દીધુ હતું. આંબેડકર સ્ટેડિયમમાં પોતાના ઉપવાસ તોડતા રામદેવે જણાવ્યું હતું કે કોઇ પણ આંદોલનનું પરિણામ સરકાર દ્વારા નહીં પરંતુ લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. હું ખુશ છું કે સંસદમાં ૪૦૦થી વધુ સાંસદોએ અમારી માંગોેને સમર્થન આપ્યુ છે. આ સરકારે લોકો અને સંસદ સાથે છેતરપિંડી કરી છે.
રામદેવે જણાવ્યું હતું કે તે જો ઇચ્છે તો આવતીકાલે વડાપ્રધાનને રાષ્ટધ્વજ ફરકાવતા રોકી શકે છે પરંતુ આવું કરવું યોગ્ય નથી. તેમણે ભાવવધારો અને ગરીબી માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી અને આગામી ચૂંટણી કોંગ્રેસને હરાવવા અપીલ કરી હતી. તેમણે રાહુલ પર પણ પ્રહારો કર્યા હતાં. આ પ્રસંગે નામાંકિત વકીલ રામજેઠમલાણી પર હાજર રહ્યા હતા. જેઠમલાણીએ નામ લીધા વગર રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા હતાં. તેમણે આદિવાસીઓના ઝૂંપડાઓમાં જઇ ભોજન કરવા બદલ રાહુલની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આપણે ખેડૂત પુત્રો છીએ.
લગભગ એક કલાક સુધી આપેલા ભાષણમાં તેમણે જણાવ્યું હતું કે 'કોગ્રેસ હટાવો, દેશ બચાવો'. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સિવાયના તમામ પક્ષો કાળાં નાણાંના મુદ્દે એક છે. પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યા પછી પણ રામદેવ અને તેમના સમર્થકોએ સમગ્ર રાત આંબેડકર સ્ટેડિયમમાં પસાર કરી હતી. આજે એક બાળક અને બાળકીની હાથે જ્યુસ પીને રામદેવે પોતાના ઉપવાસ તોડયા હતાં.
આંદોલન સમાપ્ત થયા પછી રામદેવ હરિદ્વારમાં આવેલા પોતાના આશ્રમમાં જવા માટે રવાના થયા હતા. રામદેવના સમર્થકો વિખેરાઇ જતા સત્તાવાળાઓને રાહત થઇ હતી અને તેઓ સ્વતંત્ર્ય દિવસની ઉજવણીના આયોજનમાં વ્યસ્ત થઇ ગયા હતાં.
સરકાર પર કાળાં નાણાં પરત લાવવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ મૂકતા રામદેવે જણાવ્યું હતું કે જો સંસદમાં આ મુદ્દે મતદાન કરાવવામાં આવે તો સરકારની હાર થાય. તેમણે જણાવ્યું હતું કે મુલાયમસિંહ અને માયાવતી ટેકો પાછો ખેંચી લે તો સરકારનું એક દિવસમાં પતન થાય. આ સરકારને ચાલુ રહેવાનો કોઇ અધિકાર નથી.
અમે હાર સાથે આ જગ્યા છોડી રહ્યા નથી પરંતુ વિજયી થઇને અહીંથી જઇ રહ્યા છે. કાળાં નાણાં મુદ્દે વિવિધ પક્ષોને એક કરવામાં અમે સફળ થયા છીએ.
દરમિયાનમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણા સામેના યોગગુરૃ બાબા રામદેવના આંદોલનને હવે ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલે પણ ટેકો જાહેર કર્યો છે. બાબાના ઉપવાસ આજે પૂરા થયા ત્યારે કેજરીવાલે લોકોને બાબાના આંદોલનને ટેકો આપવાની વિનંતી કરી હતી પરંતુ સામે તેમણે યોગગુરૃને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ રાજકીયપક્ષો સામે ચેતવણી પણ આપી હતી.
રામદેવ સાથે જોડાવા સામે ટીમ અણ્ણાના અનેક સભ્યોને વાંધો હતો જેના પગલે રામલીલા મેદાન ખાતે બાબાના દેખાવોમાં ટીમ અણ્ણાના કિરણ બેદી સીવાય અન્ય કોઇએ હાજરી આપી નહોતી. બાબાના આંદોલનમાં હાજરી આપવાની અગાઉ અણ્ણા હઝારેએ ખાતરી આપી હતી પરંતુ તેઓ રામલીલા ખાતે જોવા મળ્યા નહોતા.
કેજરીવાલે ટ્વીટર પર જણાવ્યું હતું કે કેટલાક લોકો આ ધરણાને બાબા રામદેવ વિરૃદ્ધ ટીમ અણ્ણાના આંદોલન તરીકે રજૂ કરે છે. પણ વાસ્તવિકતામાં તેવું નથી. આ ભ્રષ્ટાચાર સામે લોકોનું આંદોલન છે. કેજરીવાલે આ મુદ્દે લોકોને સહકાર આપવાની વિનંતી કરી હતી અને સાથે ટેકો આપી રહેલા રાજકીય પક્ષોથી ચેતતા રહેવાની બાબાને તાકીદ પણ કરી હતી. આ રાજકીય પક્ષો ભ્રષ્ટાચારમાં ડુબેલા છે અને તેમનું સમર્થન નર્યો તકવાદ છે.
તેમણે આરોપ મુક્યો હતો કે ભ્રષ્ટાચાર સામેની નિષ્ક્રિયતા અને દેશની પ્રજા સાથે વાત કરવાની અનિચ્છાએ સરકારના વિચારો ઉઘાડા પાડી દીધા છે. ઉલ્લેખનીય છે કે મહિનાની શરૃઆતમાં રામદેવ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે એક જ મંચ પર આવતા ટીમ અણ્ણાએ તેમની ભારોભાર ટીકા કરી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દાઉદની પાર્ટીમાં ગયો હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે સંબંધો નથી ઃ સંજય દત્ત
મલ્ટીપ્લેક્સમાં મરાઠી ફિલ્મ બતાવવા માટે શિવસેના અને મનસેનું દબાણ

વિલાસરાવના અવસાન સાથે જ સમગ્ર લાતુરમાં સ્વયંભૂ બંધ

અક્ષય કુમારે રાજેશ ખન્નાના પ્રશંસકોને આપી 'અનોખી ભેટ'
કલાકારોની નિર્માણ સંસ્થાઓ હવે નવા કલાકારોની શોધ ચલાવશે
સુનીલ શેટ્ટીની ૧૮ વર્ષની પુત્રી અથિયા અભિનયની કારકિદી શરૃ કરશે
કરણ જોહરની ફિલ્મમાં કરીના કપૂર અને હૃતિક રોશન સાથે આવે તેવી શક્યતા
બોબી દેઓલ- બિપાશા બાસુ ૧૧ વર્ષે ફરી સાથે કામ કરશે
દારૃની ૩૪૦ કરોડના એક્સાઈઝ ચોરી કૌભાંડની પુનઃ તપાસ સોંપાઈ
પુત્રનો જન્મદિવસ મનાવી પરત ફરેલા પિતાનું અપહરણ-લુંટ

બે યુવાનો ઉપર હુમલો કરનારા દિપડાને ગામલોકોએ પતાવી દીધો

ચવેલીની પરિણીતા પાસે રૃા ૨૦ લાખ દહેજ માંગી સળગાવી દેવાની ધમકી
દૂધ મંડળીના ૫.૪૦ લાખના ઉચાપત કેસમાં ગુનાની કબુલાત
સશસ્ત્ર પોલીસે અંકુશ ન રાખ્યો હોત તો ઘણા મોત થાત ઃ પોલીસ કમિશનર
આઝાદી દિનના આગલા દિવસે વિલાસરાવનો આત્મા શરીરના બંધનમાંથી આઝાદ
 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved