Last Update : 14-August-2012, Tuesday

 

ઓલિમ્પિકના અંતે

'ઓલિમ્પિકમાં ભારતનો સર્વશ્રેષ્ઠ દેખાવ' એવું લંડન ઓલિમ્પિકના સમાપન પછી કહી શકાય. પરંતુ 'સર્વશ્રેષ્ઠ'નું વિશેષણ જરા છેતરામણું છે. ખરા અર્થમાં વૈશ્વિક એવા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારત અત્યાર સુધી કદી છ ચંદ્રકો જીત્યું નથી. આ વખતે ભારતના ખેલાડીઓ ચાર કાંસ્ય અને બે રૌપ્ય - એમ છ ચંદ્રક સાથે પાછા ફર્યા. તેમાં એક પણ સુવર્ણચંદ્રક ન હતો. ૨૦૦૮ની બેજિંગ ઓલિમ્પિકમાં વ્યક્તિગત સ્પર્ધામાં ભારત વતી પહેલવહેલો સુવર્ણચંદ્રક જીતનાર નિશાનબાજ અભિનવ બિન્દ્રા આ વખતે કશો ચમકારો બતાવ્યા વિના સ્પર્ધામાંથી ફેંકાઇ ગયા.
ઓલિમ્પિક માટે ભારતની ટીમ લંડન રવાના થઇ તે પહેલાં લીએન્ડર પેસ અને બીજા ટેનીસ ખેલાડીઓ વચ્ચેના કકળાટને લીધે ભારતે બે ટીમ મોકલવાનું સમાધાનકારી વલણ અપનાવ્યું. તેના કારણે પેસ-ભૂપતિની ઉત્તમ જોડી મેદાનમાં ઉતરી શકી નહીં. બન્નેએ રમત અને દેશના પ્રતિનિધિત્વને બદલે અંગત સમીકરણોને વધારે મહત્ત્વ આપ્યું અને બીજા ખેલાડીઓ સાથે જોડી બનાવી. પરિણામ જે આવવું જોઇએ તે જ આવ્યુંઃ બન્ને જોડીઓ વહેલાસર બહાર ફેંકાઇ ગઇ. અલબત્ત, ઊંચા મન સાથે પેસ-ભૂપતિ પરાણે સાથે રમ્યા હોત તો પણ પરિણામ આનાથી જુદું આવત કે કેમ, એ સવાલ તો ખરો જ. ટેનીસની ડબલ્સમાં લીએન્ડર પેસ સાથે સાનિયા મિર્ઝાને ગોઠવવાનો નિર્ણય ઘણો વિવાદાસ્પદ બન્યો હતો. સાનિયાએ ટેનીસ બોર્ડના મનસ્વી નિર્ણય અને 'પેસ-ભૂપતિ વચ્ચેની લડાઇમાં મારો-એક સ્ત્રીનો- રાબેતા મુજબ તેની મરજી પૂછ્યા વિના ઉપયોગ થયો છે' એવો આરોપ કર્યો હતો. સાથાસાથ, 'દેશ માટે મને કહેવામાં આવે તેની સાથે હું રમીશ' એવી વાત પણ કરી હતી. આ જોડી પર ટેનીસના મેડલની મોટી આશા હતી, પણ ક્વાર્ટર ફાઇનલમાં તે હારી ગયાં.
બહુ ચર્ચાસ્પદ અને જાહેરખબરોમાં દેખા દેનારા ટેનીસસ્ટારોની સરખામણીમાં મણિપુરનાં મેરી કોમ ૫૧ કિલોના વર્ગની બોક્સિંગમાં કાંસ્યચંદ્રક જીતી લાવ્યાં, ત્યાં સુધી ઘણા તેમનું નામ જાણતા ન હતા અને તે સ્ત્રી છે કે પુરૃષ એટલી પણ માહિતી ન હતી. દેશના મુખ્ય પ્રવાહમાંથી ઉપેક્ષિત એવાં સેવન સિસ્ટર્સ રાજ્યસમુહના મણિપુરમાંથી આવતાં મેરીએ પહેલી વાર ભારતને મહિલા બોક્સિંગમાં મેડલ અપાવ્યો. બોક્સિંગમાં જ વિકાસ કૃષ્ણનને અમેરિકાના હરીફ સામે એક વાર વિજેતા જાહેર કરાયા પછી, ફેંસલો સુધારીને તેમના હરીફને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. એ નિર્ણય ઓલિમ્પિકના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોમાંનો એક બની રહ્યો.
કુસ્તીમાં એક જ અખાડામાં તાલીમ લઇને આગળ આવેલા બે દોસ્તો સુશીલકુમાર અને યોગેશ્વર અનુક્રમે રૌપ્ય ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક લઇ આવ્યા. ૬૬ કિલોના વર્ગમાં સુશીલકુમારની રમત જોતાં તે સુવર્ણચંદ્રક સુધી પહોંચે એવી સંભાવના હતી, પરંતુ ફાઇનલ પહેલાં તેમની તબિયત લથડી અને તે પૂરી સ્વસ્થતા સાથે રમતમાં ઉતરી શક્યા નહીં. એટલે રૌપ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડયો. અગાઉ બેજિંગ ઓલિમ્પિકમાં તેમણે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો, ત્યારે તેમના મિત્ર યોગેશ્વર થોડા માટે ચંદ્રક ચૂકી ગયા હતા. કિશોર વયથી એકસાથે પ્રેક્ટિસ કરીને આગળ આવેલા બન્ને મિત્રોએ એક સાથે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનાં સ્વપ્ન જોયાં હતાં, જે લંડન ઓલિમ્પિકમાં સાકાર થયાં.
બેડમિંગ્ટન જેવી ભારત માટે ચંદ્રકની બાબતમાં સાવ કોરીધાકોર રહેલી વ્યક્તિગત રમતમાં સાયના નેહવાલે પહેલી વાર કાંસ્ય ચંદ્રક મેળવ્યો અને પોતાની ઠંડી તાકાતનો વધુ એક વાર પરિચય આપ્યો. બેડમિંગ્ટના વર્લ્ડ રેંકિંગમાં પોતે મેળવેલા ચોથા સ્થાનની સાર્થકતા સાયનાએ લંડનમાં પ્રદર્શિત કરી બતાવી.
ભારતની જીતની શરૃઆત શૂટિંગમાં ગગન નારંગના કાંસ્ય ચંદ્રકથી થઇ હતી અને અંત સુશીલકુમારના રૌપ્યચંદ્રકથી આવ્યો. આ વખતે તીરંદાજીમાં ભારતીય ટીમ પાસેથી ચંદ્રકની અપેક્ષા હતી, પણ તે કશાં તીર મારી શકી નહીં. એવી જ રીતે, હોકીની રમતમાં કોઇ કાળે સૌથી ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ટીમ લંડન ઓલિમ્પિકમાં સૌથી નબળા દેખાવ સાથે, ભાગ લેનાર દેશોની યાદીમાં છેલ્લા ક્રમે રહી. ચંદ્રકો જીતનાર દેશોની યાદીમાં ભારતનો ક્રમ પંચાવનમો રહ્યો.
સુશીલકુમારના રૌપ્ય ચંદ્રક સાથે જ રાજ્યોના મુખ્ય મંત્રીઓ તરફથી ઇનામોના વરસાદની જાહેરાતો થવા લાગી. આ જાતની જાહેરાતો ગળામાંથી હીરાનો હાર ઉતારી આપવાની રાજાશાહી ચેષ્ટાઓ જેવી લાગે છે. ઇનામની જાહેરાતો કરનાર નેતાઓની માનસિકતા દેખીતી રીતે જ, વિજેતાઓની સિદ્ધિના પ્રકાશમાં ઝળહળી લેવાની હોય છે. નેતાઓ ઇચ્છે તો પોતાના ખિસ્સામાંથી જેટલા રૃપિયા આપવા હોય એટલા આપે, પરંતુ રાજ્યની તિજોરીમાંથી તે એક કરોડ રૃપિયાનું વ્યક્તિગત ઇનામ શી રીતે આપી શકે? ચંદ્રકવિજેતા ખેલાડીઓનું બહુમાન અવશ્ય થવું જોઇએ, પણ નાણાંની ખરી જરૃર તૈયાર થઇ રહેલા અને યોગ્ય સુવિધાઓ વિના અટવાઇ રહેલા નવોદિત ખેલાડીઓને છે. એ તરફ ધ્યાન આપવામાં આવે તો ભવિષ્યમાં 'સર્વશ્રેષ્ઠ' દેખાવની વ્યાખ્યા વધુ સારી થઇ શકે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved