Last Update : 14-August-2012, Tuesday

 

સૌથી વધુ ઈ-મેલ આઈડી ધરાવનારની અવદશા
માઈક્રોસોફટના પ્રભુત્વથી હોટમેલ અદ્રશ્ય થઈ જશે

 

- ૪૦૦ મીલીયન ડોલરમાં વેચનાર સબીર ભાટીયા ટોક ઓફ ધ ટાઉન હતા

 

ભારતમાં ઈન્ટરનેટ શરૃઆતના તબક્કામાં હતું ત્યારે હોટમેલમાં પોતાનો ઈ-મેલ આઈડી એ રૃટીન વાત હતી. હાલમાં જે જી-મેલ છે એવું ત્યારે હોટમેલ હતું. ઈન્ટરનેટ કનેકશન ત્યારે ધાંધીયા હતા. બીએસએનએલનું કનેકશન માંડ મળતું હતું અને ક્યારે તે અદ્રશ્ય થઈ જતું તેની કોઈને ખબર પણ નહોતી પડતી તેમ છતાં ઈન્ટરનેટ પર પ્રવેશ કરનાર દરેક હોટમેલનો ઈમેલ આઈડી ધરાવતા હતા. આ હોટમેલ એટલું લોકપ્રિય હતું કે અત્યાર સુધી સૌથી વધુ ઈ-મેલ આઈડી હોટમેલ પાસે છે, બીજા નંબરે જી-મેલ છે અને ત્રીજે યાહુ છે. પરંતુ આ નંબર-વન હોટમેલ હવે અદ્રશ્ય થઈ રહ્યું છે. ઈન્ટરનેટ ક્ષેત્રે ઈ-મેલનો વ્યાપ એટલો મોટા પ્રમાણમાં વધ્યો કે તેણે પોસ્ટલ સિસ્ટમનો પાયો હચમચાવી નાખ્યો છે. હવે તો સ્માર્ટ ફોને ઈ-મેલ બોક્સને પણ હરતું-ફરતું ટપાલ બોક્સ બનાવી દીધું છે. એક સમયે ઈ-મેલ પર એક સામાન્ય ફોટો એટેચ કરીને મોકલવો એ સમય માગતો હતો હવે આખા અખબારના ૨૪ પાના એક સાથે ચપટી વગાડતાં ઉતરી શકે છે.
આ બધું લખવા પાછળનું કારણ એ છે કે તેના મૂળમાં હોટમેલ છે અને આ હોટમેલ હવે હોલવાઈ રહ્યું છે. પરંતુ હોટમેલ એટલે તેની સાથે સબીર ભાટીયાનું નામ પણ જાણીતું થઈ ગયું હતું. શરૃઆતમાં ઈ-મેલની સવલતો આપનારા વચ્ચે સ્પેસ આપવાની તીવ્ર સ્પર્ધા પણ શરૃ થઈ હતી. ઈન્ટરનેટના શરૃઆતના સમયગાળામાં ઈ-મેલ એકાઉન્ટ ખોલાવનારને ચોક્કસ સ્પેસ મળતી હતી. જેમકે 2-GB, 4-GB વગેરે... આટલી સ્પેસ ભરાઈ જતી હતી ત્યારે સતત ઈ-મેલ પ્રોવાઈડર સૂચના મોકલ્યા કરતા હતા કે ઈ-મેલ-બોક્સમાં જગ્યા નથી, તમારું બોક્સ ખાલી કરવા બીનજરૃરી ઈ-મેલ ડીલીટ કરો. ત્યારે તો દરેક બીનજરૃરી ઈ-મેલ સતત કાઢતા રહેતા હતા. કેટલાક ઈ-મેલ પ્રોવાઈડરોએ તો વધુ સ્પેસ મેળવવા સ્પેશ્યલ સ્કીમ કાઢી હતી. જેમાં પાંચથી પચ્ચીસ ડોલર લેવાતા હતા. જોકે ઈન્ટરનેટની પ્રગતિ એટલી સ્પીડ સાથે થઈ કે ઈ-મેલ પ્રોવાઈડરો વધ્યા અને તેમની વચ્ચે તીવ્ર સ્પર્ધા ઉભી થઈ હતી. આ તીવ્ર સ્પર્ધાનો સીધો લાભ ઈન્ટરનેટ વપરાશકારોને થયો હતો. ઈમેલ આઈડી ધરાવનારાઓને સ્પેસની માથાકૂટમાંથી મુક્તિ મળી હતી. જી-મેલે અનલીમીટેડ સ્પેસની ઓફર કરતાં બધાં જ ઈ-મેલ પ્રોવાઈડર તેમાં જોડાયા હતા. હવે લોકો ઈ-મેલ બોક્સ સાફ-સૂફી માટે સ્પેશ્યલ સમય નથી ફાળવતા. ઈન્ટરનેટ વપરાશકારોના બોક્સમાં પાંચ-સાત હજાર ઈ-મેલ પડયા રહે છે અને રોજ નવા ઉમેરાયા કરે છે.
હોટમેલે ૪ જુલાઈ ૧૯૯૬એ ફ્રી મેલ સર્વિસ શરૃ કરી હતી. ૧૯૯૭ના અંત સુધીમાં ૯ મીલીયનથી વધુ યુઝર્સ મેળવી લીધા હતા. આ દરમ્યાન માઈક્રોસોફટ ઈન્ટરનેટ સ્ટ્રેટેજીમાં વ્યસ્ત હતી. માઈક્રોસોફટે mon.com અને ટ્રાવેલ પોર્ટલ Expedia મારફતે ટ્રાફીક મેળવવો શરૃ કર્યો હતો. ઓક્ટોબર- ૧૯૯૭માં યાહુએ ફોર- ૈંૈં કંપની શરૃ કરી હતી જેણે રોકટમેલ આપ્યું હતું. જોકે તે અંતે યાહુમાં વિલીન થઈ ગયું હતું.
ઈન્ટરનેટ જાયન્ટ માઈક્રોસોફટે જ્યારે હોટમેલને ૪૦૦ મીલીયન ડોલરમાં ખરીદયું ત્યારે એકવીફીશન ક્ષેત્રે આ સૌથી મોટો સોદો હતો. ૧૯૯૭ના અંતિમ મહિનામાં ડીલીંગ માટે ચર્ચા થઈ હતી અને ૧૯૯૮ની શરૃઆતમાં સોદો પાર પડયો હતો. જોકે હોટમેલનું નામ ચાલુ રહ્યું હતું પરંતુ તેના માલિકો બદલાઈ ગયા હતા.
હોટમેલ ખરીદવા પાછળનું મૂળ કારણ તેને મળતો ટ્રાફીક મેળવવાનો અને તેના પગલે ઈ-કોમર્સનો તખ્તો ઉભો કરીને તેમાંથી કમાણી કરવાનો પ્લાન હતો.
માઈક્રો સોફટ સાથેના ડીલથી હોટમેલના સબીર ભાટીયા ભારતમાં હિરો બની ગયા હતા. સબીર ભાટીયાએ ૪૦૦ મીલીયન ડોલરનો સોદો કર્યો ત્યારે દેશની ટોચની આઈટી કંપની ઈન્ફોસીસનો નફો ૬૮.૩૩ મીલીયન ડોલર હતો.
જોકે હોટમેલે માઈક્રોસોફટની છત્રછાયા હેઠળ વિકસવાનું ચાલુ રાખ્યું હતું. ૨૦૦૫માં હોટમેલના ૨૦૦ મીલીયન યુઝર્સ હતા. પરંતુ સાથે-સાથે સ્પામમેલના મારાની ફરીયાદ પણ યુઝર્સ કરવા લાગ્યા હતા. હોટમેલ સામે સિક્યોરીટીના પ્રોબલેમ પણ ઉભા થવા લાગ્યા હતા જેના કારણે હોટમેલના ઈ-મેલ આઈડી આસાનીથી હેક થવા લાગ્યા હતા. હોટમેલનો લાંબો સમય ઉપયોગ નહીં કરનાર પછી તેને એસેસ કરી શકતો નહોતો અને પોતાના જુના મેલ પણ જોઈ શકતો નહોતો.
બીજી તરફ અન્ય ઈ-મેલ પ્રોવાીડર સરળ સવલતો આપતા લાખો લોકો જી-મેલ અને યાહુ તરફ વળી ગયા હતા. ૨૦૦૪માં જ્યારે જી-મેલ અનલીમીટેડ સ્પેસ સાથે ઈન્ટરનેટના તખ્તા પર આવ્યું ત્યારે હોટમેલ તરફથી લોકોએ નજર ફેરવી લીધી છે.
વિશ્વની સૌથી મોટી ઈ-મેલ સર્વિસ હોટમેલની હતી. તેની પાસે ૩૨૫ મીલીયન યુઝર્સ છે, જ્યારે જીમેલ ૨૯૮.૨ મીલીયન યુઝર્સ ધરાવે છે જ્યારે યાહુ પાસે ૨૯૮ મીલીયન યુઝર્સ ધરાવે છે.
હવે હોટમેલની સવલતો આઉટલુક પરશીફટ થશે એટલે તે એકાઉન્ટ આઉટલૂક દ્વારા ઓપરેટ થઈ શકશે. ઈન્ટરનેટની દુનિયામાં હોટમેલ નામ ગૌરવભર્યું હતું આજે માઈક્રોસોફટ તે નામને કાયમ માટે પડદા પાછળ ધકેલી રહ્યું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 

 

 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved