Last Update : 14-August-2012, Tuesday

 

આરટીએસથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે

આ કાયદાને કારણે નાગરિકો ચોક્કસ સમય મર્યાદામાં સરકારી સેવા પ્રાપ્ત કરી શકે છે

ડ્રાઇવીંગ લાઇસન્સ,જન્મ કે મરણના દાખલા,જાતિનું પ્રમાણપત્ર વગેરે જયારે સરકારી કચેરીમાંથી લેવાનું હોય ત્યારે આપણને ખાવા પડનારા ધક્કાના વિચારે જ પરસેવો વળી જાય છે. આઝાદી મળ્યાના ૬૫ વર્ષ પછી પણ સરકારી કચેરીમાંધક્કા ખાતાં ભારતીયોના મોઢે 'અંગરેઝ ગયે પર અપના કાનૂન છોડ ગયે.હમ ગુલામ હી રહ ગયે'.સામાન્ય રીતે ૪૦૦ જેટલા દસ્તાવેજો મેળવવા માટે આપણે સરકારી બાબુઓ પાસે જવું પડે છે. અને તેમની પાસે ગયા પછી સરળતાથી કામ પતી ગયું હોય એવું અપવાદરૃપ કિસ્સામાં જ જોવા મળ્યું છે. સરેરાશ નાગરિકોએ તો હેરાનગતિનો જ ભોગ બનવું પડે છે.
ચંદીગઢની ઇન્સ્ટીટયૂટ ફોર ડેવલ્પમેન્ટ એન્ડ કમ્યુનિકેશનના વડા ડો. પ્રમોદકુમાર કહે છે કે રાજના દિવસોમાં પહેલી હાનિ સરકાર અને નાગરિકો વચ્ચેના વિશ્વાસને પહોંચી હતી. તેઓ જે કાયદા મૂકીને ગયા હતા તે કાયમીધોરણે રહી ગયા હતા. આ વહીવટી તંત્રમાં સુધારો કરવા માટે સરકાર અને નાગરિકો એકમેકના સંપર્કમાં આવે તેવા કાયદાઓનેા અભ્યાસ કરવો જરૃરી હતો.
૨૦૦૯માં પંજાબ ગવર્નન્સ કમિશનના અધ્યક્ષપદે કુમારની નિમણૂંક કરવામાં આવી હતી. નાગરિકોને વહીવટી સેવા મેળવવામાં સરળતા રહે તે માટે નિયમો ,પ્રક્રિયા વગેરેમાં જરૃરી સુધારા કરવાનું સૂચન કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. અત્યારે તેઓ ખુશ છે. શહેરીજનોએ આપવી પડતી ૧૮૦ એફીડેવીટની સંખ્યા ઘટાડીને તેમણે માત્ર ૧૦ કરી છે. નાગરિકો અનેરાજય સરકાર વચ્ચેના વ્યવહારમાં રહેલી જુની રૃઢી ,નીતિ ,નિયમો અને પ્રક્રિયાઓને દૂર કરવાથી ઘણી ખરી સમસ્યા ઉકેલાઇ ગઇ હતી. આનું એક મૂળભૂત કારણ છે રાઇટ ટુ સર્વિસ એકટ (આરટીએસ)નો અમલ.નોંધનીય છે કે આ કાયદા હેઠળ નાગરિકોને જાહેરસેવા ચોક્કસ સમયમર્યાદામાં ઉપલબ્ધ થાય છે. અત્યારસુધીમાં કુલ ૧૩ રાજયોમાં આકાયદેા પસાર કરવામાં આવ્યો છે. આ કાયદો કેટલીયે મૂળભૂત સેવાઓને સમયસર આપવાની ખાતરી આપે છે. જો ચોક્કસ સેવા નિશ્ચિત સમયમર્યાદામાં પૂરી ન પાડવામાં આવે તો સંબંધિત અધિકારીને દંડની જોગવાઇ પણ કાયદામાં છે.
પંજાબ વિધાનસભામાં ૨૦૧૧ના ઓકટોબરમાં આરટીએસ પસાર કરવામાં આવ્યો હતો. જો કે તેના ત્રણ મહિના અગાઉ વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. બાદમાં આરટીએસ કમિશનની રચના કરવામાં આવી હતી. ગયા માર્ચ મહિનામાં શિરોમણિ અકાલી દળ ચૂંટણી લડવા તૈયાર થયું ત્યારે તેણે આ કાયદાનો પ્રસારમાધ્યમોમાં એટલો પ્રચા ર કર્યો કે જાણે તે તેમનો ચૂંટણી ઢંઢેરો હોય તેમ લાગતું હતું. લોકો સમય મર્યાદામાં સરકારી કામ કરાવવા દોડયા અને તે સાથે અકાલીદળને મત આપીને તેને ફરી સત્તા પર લાવ્યા હતા.
સત્તા પર પરત આવ્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન સુખબીર બાદલે સૌથી પહેલું કામ સરકારી સુધારા વિભાગની રચના કરવાનું કર્યું હતું. તેમણે આ વિભાગ પોતાના હાથમાં રાખ્યો અને રાજયના મુખ્ય સચિવને જ આ વિભાગના સચિવ બનાવ્યા .
મધ્યપ્રદેશમાં આરટીએસ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની માનીતી યોજના છે. તેમણે બીજી મુદતના આરંભમાં જ તેને શરૃ કરી હતી. ઉત્તરપ્રદેશવાસીઓને તો આ કાયદો ભૂતપૂર્વે મુખ્યપ્રધાન માયાવતીના જન્મદિને જનહિત ગેરેન્ટી કાનૂનના રૃપમાં સપ્ટેમ્બર ૨૦૧૧માં ભેટરૃપે મળ્યો હતો.
આરટીએસને કારણે દેશમાં પરિવર્તનનો પવન ફૂંકાયોં છે. અત્યાર સુધીમાં ૧૩ રાજયોએ આ કાયદાને અલગ અલગ નામ આપીને પસાર કયો ર્ છે. કેરળમાં હાલમાં જ આ કાયદો પસાર કરવામાં આવ્યો છે જયારે અન્ય કેટલાક રાજયોમાં શાસક પક્ષ આ કાયદાને પસાર કરવાનું વિચારે છે. કેન્દ્ર સરકારે ગયા ડિસેમ્બરમાં લોકસભામાં રાઇટ ટુ સિટિઝન ફોર ટાઇમ બાઉન્ડ ડિલિવરી ઓફ ગુડસ એન્ડ સર્વિસીસ એન્ટ રિડ્રેસલ ઓફ ધેર ગ્રિવન્સ બિલ ૨૦૧૧ને રજૂ કર્યું હતું. હવે સંસદના ચોમાસુ સત્રમાં સંસદીય સમિતિ તેનો અહેવાલ રજૂ કરશે એવી ધારણા છે.
હકીકતમાં તો સ્થિતિ એવી છે કે બધા જ પક્ષો આરટીએસને રાજકીય નિવેદન બનાવી રહ્યા છે. ભાજપ વારંવાર રટણ કરે છએ કે મધ્યપ્રદેશમાં તેમની સરકારેે આરટીએસ પસાર કરવાની પહેલ કરી હતી અને ભાજપ શાસિત તમામ રાજયોમાં સરકારી સેવા નિશ્ચિત સમયમાં આપવામાં આવે છે.
ચૌહાણના રાષ્ટ્રીય પ્રચાર સલાહકાર જી. એલ. વી. નરસિંહરાવે કહ્યું હતું કે, વહીવટી તંત્રમાં મોટાભાગનું કામ નાગરિકોને સેવા આપવા સાથે જોડાયેલું હોય છે. સરકાર કયા પ્રકારની સેવા આપે છે તેનાપર તે ચૂંટાઇ કે ફેંકાઇ જતી હોય છે. પોતાને મળતી સેવાને આધારે નાગરિકો સરકારનું મૂલ્યોંકન કરે છે. મોટા ભાગના મુખ્યપ્રધાનો જે સફળ કે લોકપ્રિય છે તે સરકારી સેવાનો નાગરિકોને થયેલા સંતોષને કારણે છે.
મધ્ય પ્રદેશમાં ૨૦૧૦માં લોકસેવા કે પ્રદાન કી ગેરેન્ટી અધિનિયમને પસાર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાનને જયારે જાણ થઇ કે જાહેર વિતરણ વ્યવસ્થા વિશે અનેક ફરિયાદો છે ખાસ કરીને ગરીબી રેખા નીચે રહેલા લોકોને સૌથી વધુ અસર થઇ રહી છે ત્યારે તેમણે આરટીઅએસ દ્વારા તેને ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું.
બિહારમાં આરટીએસ અમલમાં આવ્યાના એક વર્ષમાં જાતિ ,આવક અને રહેણાંક પુરાવા સંબંધિત ૧.૮૩ કરોડ અરજી મળી હતી. જાહેર વહીવટી વિભાગના મુખ્ય સચિવ દિપક કુમારના જણાવ્યા પ્રમાણે આમાંથી ૯૫ ટકા અરજીનો નિકાલ થઇ ગયો છે અને સમયસર દસ્તાવેજો ન આપવા બદલ ૧૫ અધિકારીને સજા કરવામાં આવી છે. જન્મ અને મરણના દાખલાનો આરટીએસ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ સરકાર તે માટે 'તત્કાલ' સર્ટિફિકેટ યોજના દાખલ કરવાનું વિચારે છે.
જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના કાયદા પ્રધાન સુરેશકુમાર અને વધારાના સચિવ કે. જયરાજ આરટીએસ કાયદાની કામગીરીના અભ્યાસ માટે બિહાર ગયા હતા. તેમણે આની પ્રક્રિયાની ઊંડી સમજ મળી અને એપ્રિલમાં તેમણે કર્ણાટકના ચાર રાજયો -બિદાર ,ધારવાડ ,ચિત્રદુર્ગ અને મેંગલોરમાં તેને લાગૂ કર્યો હતો. મે મહિનામાં તો ૩૦ જિલ્લામાં ૧૫૧ સેવાને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી હતી.
જો કે આરટીએસ હેઠળ કેટલી સેવાને આવરી લેવી તે બાબત રાજયની મુનસફી પર આધારિત હોય છે. મોટે ભાગે તો થોડી સેવા સાથે આરંભ કરવામાં આવે છે અને દર થોડા સમયે સેવાઓનો ઉમેરો કરવામાં આવે છે. દિલ્હીમાં માત્ર છ સેવા સાથે તેનો આરંભ થયો હતો. અને અત્યારે તેમાં ૯૬નો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે શરૃઆતમાં એક દિવસમાં ડ્રાઇવીંગ સાઇસન્સ આપવાનું વચન આપવામાં આવ્યું ં હતું પણ બાદમાં અનુભવને આધારે તે અશકય લાગતાં હવે તે ત્રણ દિવસમાં આપવામાં આવે છે.
જમ્મુ એન્ડ કાશ્મીર પબ્લિક સર્વિસ ગેરેન્ટી એકટ ૨૦૧૧માં રહેલી ૪૫ સેવામાં હાલમાં બીજી સાતનો ઉમેરો કરવામાં આવ્યો છે. પંજાબમાં જુલાઇના બીજા સપ્તાહમાં ૬૭ સેવા હતી અને ત્રીજામાં ૧૦૮ થઇ ગઇ હતી.
મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આધુનિક ટેકનોલોજીના ટેકે જ સેવાઓ ઝડપથી આપવાનું શકય બને છે. બિહારમાં માત્ર ૫૦ સેવાઓ જ આ કાયદા હેઠળ સાંકળી લેવામાં આવી છે જયારે દક્ષિણના રાજયો ટેકનોલોજીમાં આગળ હોય છે તેવાત કર્ણાટકે ૧૫૧ સેવાનો સમાવેશ કરીને પુરવાર કરી છે. તે જ પ્રમાણે પંજાબના લોકો પણ તેમની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટની કોપી તે જ દિવસે ઓનલાઇન મેળવી શકે છે. જો કે ટેકનોલોજીને કારણે આરટીએસનું અમલીકરણ ઝડપી બન્યું છે તે ખરું પણ જો તે ન હોય તો પણ સારી સેવા ઉપલબ્ધ થઇ શકે છે. વાસ્તવમાં રાજકારણીઓ આરટીએસની ઝુંબેશને આગળ વધારી રહ્યા છે. તેઓ જાણી ગયા છે કે ચૂંટણીમાં જીત મેળવવાનો મંત્ર સારું વહીવટી તંત્ર છે. આ જ કારણે મોટાભાગની રાજય વિધાનસભામાં આરટીએસને એકમતે પસાર કરવામાં આવ્યો છે.
આરટીએસના અમલીકરણ માટે ગોઠવવામાં આવેલી જાહેર વહીવટી યંત્રણાએ પણ કેટલીક પ્રક્રિયાને સરળ બનાવી છે. જેમ કે તમે જીવીત છો તે પુરવાર કરવા અન્યએ પ્રમાણપત્ર શા માટે આપવું જોઇએ? તમે પોતે આ વાત લેખિતમાં આપો એટલે થઇ ગયું એમ પ્રમોદકુમારે કહ્યું હતું. પંજાબમાં લોકો વરસે રૃ. ૩૦૦ કરોડ તો એફિડેવીટમાં જ ખર્ચતા હતા. હવે આ ખર્ચમાં ખાસ્સો કાપ મૂકાઇ ગયો છે. જો કે પટવારીઓએ આરટીએસનો વિરોધ કર્યો હતો. તેઓ જમીનના રેકોર્ડના ડિજિટલાઇઝેશનની વિરુધ્ધ હતા. જો કે બાદલે ૩૦૦નવા પટવારીની નિમણૂકની જાહેરાત કર્યા બાદ જ તેઓ કામે લાગ્યા હતા. મિલકત રજિસ્ટે્ર્શન અને પોલીસ મથકોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર હોય છે. અમલદારો પણ કામ કરવામાં થોડા લાસરિયા હોવાથી આરટીએસ લાગૂ થતાં નારાજ થયા હતા. આના લીધે તેમને બહાના કાઢવાનો અવકાશ રહેતો નથી અને ચોક્કસ કક્ષાનું કામ નિયમસર કરવું પડે છે. અમલદારોને નાગરિકોની દેખરેખ પસંદ નથી હોતી જયારે આરટીએસ તેમને જનતાના ખરા સેવક બનાવે છે.
પંજાબના સરકારી અધિકારીઓએ એવી દલીલ કરી હતી કે આરટીએસના અમલીકરણ માટે તેમની પાસે પૂરતો સ્ટાફ કે ટેકનોલોજી નથી. આ કારણે તેના અમલીકરણમાં એક વર્ષનો વિલંબ થયો હતો. કમિશને તેમને પૂછયું હતું કે પ્રત્યેક સેવા આપતાં તેમને કેટલો સમય લાગશે? આ પ્રમાણે તેમને વધારાના દિવસો આપવામાં આવ્યા હતા. પ્રમોદકુમારે કહ્યું કે મુખ્ય હેતૂ રેઢિયાળપણાને દૂર કરવાનો હતો. જેથી નાગરિકોને હેરાનગતિ ન થાય.
ઘણા રાજયોમાં સેવા ઉપલબ્ધ કરાવવામાં થતાં વિલંબ માટેં જવાબદાર અધિકારીને દંડ આપવાની જોગવાઇ આરટીએસમાં છે. અને કેટલાક કિસ્સામાં તો નાગરિકને વળતર પણ ચૂકવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં અધિકારીને દંડ આપવાની જોગવાઇ બાબતે પહેલ કરવામાં આવી હતી. ત્યાંના લગભગ ૭૬ અધિકારીઓ પાસેથી સેવા નઆપવા કે વિલંબ કરવા બદલ રૃ.૧.૮૬ વાખ વસૂલવામાં આવ્યા છે. કર્ણાટકમાં જો નિયત સમય મર્યાદામાં સરકારી કર્મચારી સેવા ન આપી શકે તો ે તેને રૃ. ૨૦ થી ૫૦૦ સુધીનો દંડ ભરવો પડે છે. જમ્મૂ કાશ્મીર માં રહેલા પબ્લિક સર્વિસ ગેરેન્ટી એકટમાં સેવાના વિલંબ બદલ રૃ.૨૫૦ થી પાંચ હજાર સુધીની દંડની ઔજોગવાઇ છે.
આરટીએસ લાગૂ કરનારા રાજયોએે ભિન્ન ભિન્ન સેવા માટે જુદી જુદી સમય મર્યાદા નક્કી કરી છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved