Last Update : 14-August-2012, Tuesday

 
ગૃહપ્રધાન તરીકે બહુ ઉકાળી નહીં શકેલા નવા નાણાપ્રધાન ચિદંબરમ્‌ હવે ખાડે ગયેલી દેશની આર્થિક સ્થિતિને ઊંચે લાવી શકશે ?

- ચિદમ્બરનના સફેદ વસ્ત્રો ઉપર પડેલા ડાઘ જોવા છે ?
- નવા ત્રણ પ્રધાનોની સામે જૂના પડકારો
- દેશની ગરીબાઈ ૨૦૦૯થી દર વર્ષે બે ટકાના લેખે શું ઘટી રહી છે ?

ગણતરીઓ બધી ખોટી પડી. એક ગણતરી એવી હતી અને હજી છે કે રાહુલ ગાંધીને મોટી જવાબદારી સોંપવાના સંદર્ભમાં પ્રધાન કદાચ બનાવશે.
એ ગણતરી ખોટી રહી.
બીજી ગણતરી ‘‘પ્રધાન મંડળનું મોટા પાયે વિસ્તૃતિકરણ કરવામાં આવશે’’ એ હતી.
એ પણ ખોટી પડી.
નકામા પ્રધાનોને પડતા મૂકવામાં આવશે.. એવી ત્રીજી ગણતરી હતી. એ પણ ખોટી પડી.
ફક્ત જે અનિવાર્ય હતું એ જ કરવામાં આવ્યું. એમાં પણ નાણાપ્રધાન તરીકે રિઝર્વ બેન્કના ગવર્નર કે બીજા બહારનાને લેવામાં આવશે એ ગણતરી પણ ખોટી પડી.
એના એ જ ચહેરાઓને આઘાપાછા કરવામાં આવ્યા. નાણાપ્રધાન પ્રણવ મુખરજી હતા એ રાષ્ટ્રપતિ બનતાં તાત્કાલીક તો એમના ખાતાની જવાબદારી વડાપ્રધાન મનમોહનસંિહે સંભાળી લીધેલી પણ એ ખાતુ એવું છે તથા અત્યારે દેશની પરિસ્થિતિ એવી છે કે એનો સ્વતંત્ર હવાલો કોઈ યોગ્ય વ્યક્તિને આપ્યા વિના ચાલે નહીં. પરિણામે પલાનિઅપ્પન ચિદમ્બરમને ગૃહપ્રધાનપદેથી ખસેડીને ફરી નાણાપ્રધાન બનાવ્યા. ચિદમ્બરમ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી ગૃહપ્રધાન રહ્યા પરંતુ દેશ માથેના સૌથી મોટા ભય ગણાતા આતંકવાદ અને નકસલવાદને તેઓ કાબુમાં લાવી શક્યા નહીં. એમની કામગીરીની સફળતા વિષે એટલું એમને ન્યાય આપવા ખાતર કહી શકાય કે આતંકવાદ અને નક્સલવાદ એમના સાડા ત્રણ વર્ષના ગાળામાં વઘ્યો નહીં.
હવે એમને નાણાપ્રધાન બનાવ્યા છે પણ તેઓ ખાડે ગયેલી દેશની આર્થિક સ્થિતિને કેટલી ઊંચી લાવી શકશે એ વિષે દરેકના મનમાં શંકા છે. વળી એમને એ વિભાગના જ પ્રધાન બનાવ્યા જેમાં અગાઉ તેઓ જ્યારે નાણાપ્રધાન હતા ત્યારે ટુ-જી સ્પેક્ટ્રમ જેવા મોટા ભ્રષ્ટાચારી કૌભાંડ થયેલા. (બાજપેયીની ભાજપવાળી સરકાર હતી ત્યારે જ્યોર્જ ફર્નાન્ડીસને સંરક્ષણ પ્રધાન બાજપેયીએ બનાવેલા. એ જ્યોર્જ ફર્નાન્ડીસની બેદરકારીના કારણે કારગીલનું યુઘ્ધ આપણા દેશને ખેલવું પડ્યું અને એમની ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા. એટલે બાજપેયીએ એમને સંરક્ષણ પ્રધાન તરીકે છૂટા કરીને ઘરે બેસાડી દીધેલા પણ છ મહિના પછી એ જ ફર્નાન્ડીસને બાજપેયીએ ફરી પ્રધાન મંડળમાં લીધા અને ફરી પાછા સંરક્ષણ પ્રધાન જ બનાવ્યા ! એટલે એમણે અગાઉ કરેલા ભ્રષ્ટાચારની કડી ચાલુ રહે !જોકે ચિદમ્બરમની બાબતમાં જુદી વાત છે.)
જો કે ચિદમ્બરમનો દૂધ જેવો સફેદ પોષાક સાવ ડાઘા વિનાનો નથી. જો કે એ ડાઘ આછા છાંટા જેવા છે પણ છે ખરા !
એમની ઉપર એક એવો આક્ષેપ છે કે ૧૯૯૬ થી ૧૯૯૮ દરમ્યાન સંયુક્ત મોરચાની સરકારમાં તેઓ નાણાપ્રધાન હતા ત્યારે એમણે આપણી ચલણી નોટો છાપવાનું વિદેશમાં શરૂ કરાવીને આપણા દેશની આર્થિક સ્વતંત્રતા સાથે રમત રમેલી. જો કે એ પગલું એમણે દેશમાં નોટો છાપવાની ક્ષમતા, નોટો છાપવાના પ્રેસમાં થતી ગડબડ વગેરે કારણે લીઘું હોય એ શક્ય છે.
બીજો જે આક્ષેપ એમની ઉપર છે તે છે ૨૦૦૯ની ચૂંટણીમાં તમિળનાડુના જે શિવગંગા મતદાર મથક પરથી ચૂંટણી લડેલા એ વિષે છે. એ આક્ષેપની બાબત કોર્ટમાં પડેલી છે એટલે આ આક્ષેપ કાયદાકીય લડાઈમાં ગુંચવાયેલો છે. આ મામલો પણ એવો મહત્વનો નથી કારણ કે ૨૦૦૯ની એ ચૂંટણીમાં જ્યારે મતગણતરી થયેલી ત્યારે કેટલીક ટી.વી. ચેનલોએ એમને હારેલા જાહેર કરેલા પણ પછી એમને ત્રણ હજાર કરતાં વઘુ મતોથી જીતેલા જાહેર કરેલા.
બાકી એમના પુત્ર એરસેલ કંપનીની બાબતમાં વિવાદમાં છે એ ગંભીર ગણાય એવી બાબત છે.
આવી વ્યક્તિને સોનિયા ગાંધીએ નાણાપ્રધાન જેવો હોદ્દો આપવો પડે એવી કોઈ મજબૂરી સોનિયા ગાંધીની નહોતી. અથવા નાણાપ્રધાન તરીકે બીજી કોઈ વ્યક્તિ જવાબદારી લઈ શકે નહીં એવું પણ નહોતું.
હવે ૬૬ વર્ષનાં, હાર્ડવર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને બબ્બે વખત નાણાપ્રધાન રહી ચુકેલા આ ચિદંબરમ્‌ પાસેથી આપેક્ષાઓ ઘણી રાખવામાં આવે છે.
એમને જેવી જવાબદારી સોંપવામાં આવી કે તરત જ એમણે પોતાની કામગીરીની શરૂઆત કરી દીધેલી. નાણા મંત્રાલયના બધા જ મોટા સાહેબો સાથે એમણે મીટીંગો ચાલુ કરી દીધેલી. એમને દેશની સ્થિતિનો અને પોતાની જવાબદારીનો ખ્યાલ છે એટલે તેઓ ખાડામાં પડેલી દેશની આર્થિક સ્થિતિને ઊંચે લાવશે એવી આશા રહે છે. એ માટે આર્થિક સુધારણાની દિશામાં અગાઉ જે દરવાજા ખોલ્યા છે એ દિશામાં ચિદંબરમે આગળ વધવાનું છે. દા.તા. ડી.ટી.સી. એટલે કે ડાયરેક્ટ ટેક્સ કોડ, જી.એસ.ટી. એટલે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સ, એફ.ડી.આઈ. એટલે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ વગેરે અઘૂરા સુધારાને એમણે પૂરા કરવાના છે.
અત્યારનાં દેશની આર્થિક સ્થિતિને આંકડાઓમાં જોઈએ તો...
હાઉસ હોલ્ડ કન્ઝ્‌યુમર એક્સપેન્ડીચર સર્વે ૨૦૧૧-૧૨ માટે સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે.. છેલ્લા બે વર્ષમાં વ્યક્તિનો માસિક ખરીદી ખર્ચ વાર્ષિક ૧૮ ટકા પ્રમાણે વઘ્યો છે. પશ્ચિમના અર્થશાસ્ત્રમાં જેમ એક સિઘ્ધાંત છે કે... માણસ કે સરકાર દેવું કરે તો વિકાસ ઝડપથી થાય છે, એમ આ પણ સિઘ્ધાંત છે કે... માણસની ખરીદ શક્તિ વધે એ એની સમૃઘ્ધિની નિશાની છે એટલે આ ૧૮ ટકા ખરીદશક્તિ વધી એનો અર્થ એવો કરવામાં આવે છે કે એટલી સમૃઘ્ધિ વધી એટલે ગરીબાઈ ઓછી થઈ !
દેશના ચીફ સ્ટેટીટીકલ હતા એ પ્રણવ સેનના કહેવા પ્રમાણે, આપણી માથાદીઠ ખરીદશક્તિ વધી એનો અર્થ એ થયો કે... ૨૦૦૯ થી ૨૦૧૨ દરમ્યાન આપણા દેશની ગરીબાઈ દર વર્ષે બબ્બે ટકા ઓછી થતી હતી. (એ સાથે બીજી વાસ્તવિકતા એ છે કે, ગરીબાઈ ઘટી છે પણ ગરીબો નથી ઘટ્યા.)
આપણે આઝાદ થયા ત્યારથી યુપીએ સરકાર ૨૦૦૪-૦૫માં આવી ત્યાં સુધી દર વર્ષે ગરીબાઈ ૮ ટકાના દરે ઘટતી રહી છે.
ખરીદશક્તિના આંકડા જોવામાં આવે તો, ૧ અબજ કરતાં વઘુ ભારતીયોના ૨૪ ટકા ગણાય છે. એને રૂપિયામાં જોઈએ તો, ૨૦૦૪-૦૫માં આપણા દેશના નાગરિકોમાંના ગ્રામ વિસ્તારના નાગરિકોમાં રૂપિયા ૫૫૮ હતા અને શહેરી વિસ્તારના નાગરિકોની ખરીદશક્તિ રૂપિયા ૧,૦૫૨ હતી. એ વધીને ૨૦૧૧-૧૨માં ગ્રામ વિસ્તારની ૧,૨૮૧ રૂપિયા અને શહેરી નાગરિકોની ૨,૪૦૧ રૂપિયા થઈ છે.
આ ગણતરીએ ગરીબાઈ ભલે ઘટેલી હોય પણ ગરીબો નથી ઘટ્યા એટલે કે દેશની કુલ વસતિનો એક તૃતિયાંશ ભાગ હજીપણ ગરીબી રેખા નીચે જીવે છે... પેટ ભરીને બે ટંકનું ખાવાનું પણ નથી પામતી.
ચિદંમ્બરમે આ ખાઈનું અંતર અને ઊંડાણ ઓછું કરવાનું કામ કરવાનું છે.
બીજી બાજુ દુષ્કાળ અને મોંઘવારીનો સામનો કરવાનું નવા નાણાપ્રધાનની સામે છે. દુષ્કાળ તેઓના હાથમાં નથી પણ મોંઘવારી, ભાવો વધતા અટકાવવાનું અને ઓછા કરવાનું એમના હાથમાં જરૂર છે. મોંઘવારીનું એક કારણ અનાજ, શાકભાજી, ફળ, વગેરેમાં ચાલતો વાયદા બજાર છે. એ વાયદા બજાર બંધ કરવાનું, કરાવવાનું સરકારના હાથમાં છે. ચિદંબરમ્‌ જો એ કરી બતાવે તો એમનું નામ દેશના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે.
ગુણવંત છો. શાહ

 

સાચવી રાખો કામ લાગશે !
પેટમાં દુખે કે આફરો થાય ત્યારે
પેચુટી ખસી જવાથી પેટનો દુઃખાવો થએલો ન હોય અને કશુંક ખાવાના કારણે થયો હોય અથવા આફરો થયો હોય તો ડુંગળી કાંદાના રસમાં હીંગ અને કાળા મરીનો ભૂકો ચાટવાથી તરત રાહત થશે.

 

ઉપયોગ કરો અને સાચવી રાખો
પેટની ચરબી ઘટાડવા ઉપરાંત દસ પંદર જાતના
રોગોને દૂર કરવામાં ઉપયોગી પશ્ચિમોતાન આસન
આસન એક જ પણ ફાયદા અનેક ! પાછું સાવ સરળ... અઘરૂં પણ નહીં ! આ આસન છે પાશ્ચિમોતાન. આજકાલ પેટની ચરબી વધી જવાની ફરિયાદ ઘણાને હોય છે. પેટની ચરબી ઘટાડવા કેટલાક વળી પેટનું ઓપરેશન કરાવે છે.
આ આસનનો આ સૌથી મોટો ફાયદો છે. બીજો ફાયદો મૂત્રાશયના રોગો સામેનો.
હવે જુઓ.
આ આસન નિયમીત કરવાથી (નિયમીત એટલે દરરોજ અને વર્ષો સુધી... પરમેનન્ટ) ઢીંચણની પાછળની તથા આગળની માંસપેશીઓ ખેંચાતી રહે છે એટલે કે એને કસરત મળે છે જેના કારણે ઢીંચણની અકડાઈ નથી રહેતી અને પરિણામે ઢીંચણના દુઃખાવાનો રોગ દૂર ભાગે છે.
વળી આ આસનથી પેટ ઉપર દબાણ થાય છે જેના કારણે લીવર, અન્નાશય, કીડની અને એડ્રીનલ ગ્લેન્ડ વગેરે અંગોનું માલિશ થાય છે. પેટની ચરબી તો ઘટાડે જ છે. એ સાથે પીઠ, કરોડ રજ્જુમાં લોહીનું ભ્રમણ વધે છે. આની આડઅસર ડાયાબીટીસના દર્દીને પણ થાય છે કારણ કે પેન્કીઆપ્સને પણ આ આસન અસર કરે છે. બાકી બ્રોન્કાઈટીસ, કોલાઈટીસ જેવા રોગોમાં પણ ફાયદો કરે છે.
આ આસન કરવું સાવ સહેલું છે. જમીન ઉપર એટલે ઘરના રૂમમાં ફરસ ઉપર ચાદર કે આસન પાથરીને બેસી જાવ. બન્ને પગ પહોળા અને સીધા રાખો. કમર, ગરદન અને પગ ટટ્ટાર રાખો. પહેલાં પાંચ ઊંડા શ્વાસ લો. પછી ધીમેધીમે શ્વાસ છાતીમાં ભરતા ભરતા બન્ને હાથ ઉપર લઈ જાવ. ઉપર કરેલા બન્ને હાથ સીધા રાખીને નીચે લાવતી વખતે શ્વાસ છોડો. એ વખતે શરીરને આગળ નમાવતા જાઓ. એ વખતે પગ વાંકા કર્યા વિના ધીરેથી બંને પગના અંગુઠા પકડવાનો પ્રયત્ન કરો. ન પકડાય તો પણ વાંધો નહીં અને પગ વાંકા નહીં કરતા. એ વખતે માથું પગને એટલ ઢીંચણને અડાડવાનો પ્રયત્ન કરો. અડે તો સારુ અને ન અડે તો વાંધો નહીં પણ પ્રયત્ન ચાલુ રાખવો. છ-બાર મહિને અડવા લાગશે. આ કસરત (આસન) ચાર-પાંચ વાર કરો અને પછી ધીરેધીરે ગણતરી વધારતા જવી.
જેમને સ્લિપ ડીસ્ક કે સાઈટિકાનો રોગ હોય એમણે આ આસન ન કરવું.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved