Last Update : 14-August-2012, Tuesday

 

નેટોલોજી - ઇ- ગુરુ

ઇન્ટરનેટ પર છેતરપીંડી
ઇન્ટરનેટ પર થતી છેતરપીંડીની ફરીયાદ નોંધાવવા બહુ ઓછા લોકો આગળ આવે છે. આ બાબતે કાયદા હજુ મજબૂત પણ નથી અને ગુનેગારો ફફડી જાય એ પ્રકારના નથી. વિશ્વભરમાં પથરાયેલા સર્વર મારફત થતી છેતરપીંડીનો ભોગ અનેક લોકો બને છે પરંતુ મુંગે મોઢે સહન કર્યા કરે છે. આશ્ચર્યની વાત તો એ આવા ભોગ બનેલાઓ અન્ય કોઇને આ બાબતથી ચેતવતા પણ નથી.
ઇન્ટરનેટ પર નાની મોટી છેતરપીંડી ચાલ્યા કરે છે. જેમ કે લોટરી જીતવી, આકર્ષક ઇનામો જીતવા, બ્લોગ લખવાના પૈસા મેળવવા, વિવિધ સ્કીમોમાં અગ્રેસર રહેવા ઓન લાઇન પૈસા ચૂકવવા વગેરેનો સમાવેશ થાય છે. આવી છેતરપીંડી કરતી કંપનીઓ સર્ફીંગ કરનારાઓના મગજ પર છવાઇ જવા વિવિધ આઇડિયા અપનાવે છે.
લોટરીની જાહેરાતોથી લોકો હવે ચેતી ગયા છે પરંતુ છેતરપીંડી કરનારા વિવિધ રીત અપનાવે છે. છેલ્લે બ્લોગ સિસ્ટમ પર આ લોકો ત્રાટકયા છે.
જેમકે રોજ બ્લોદ લખો અને પૈસા કમાવ. તેમાંય જો તમે સ્પેશ્યલ સબસ્ક્રીપશન ભરો તો બ્લોગને ગોલ્ડન કેટેગરીમાં સમાવાય. આ બ્લોગને વિશ્વના અખબારો અને ન્યુઝ એજન્સીને મોકલી અપાય છે.
લોકો આવા બ્લોગ લખ્યા કરે છે, ક્યારેક તેને પૈસા મળે છે તો ક્યારેક તે રાહ જોઇને બેસી રહે છે. તેના વિચારો તે રજૂ કરે છે પરંતુ ગોલ્ડન કેટેગરીમાં હોવા છતાં તે રદ્‌ થાય છે. જયાં સુધી સર્ફીંગ કરનારા લાલચને દુર નહીં રાખે ત્યાં સુધી તેઓ છેતરપીંડી કરનારાઓના ટ્રેપમાં આવ્યા કરશે. અસરકારક કાયદાના અભાવે લોકો ફરિયાદ નોંધાવતા નથી.

ટવીટર અને સુષ્મા સ્વરાજ
સોશ્યલ વેબ સાઇટ ટવીટર પર ગઈ ૨૫ નવેમ્બરે ભાજપના નેતા સુષ્મા સ્વરાજે એક વર્ષ પુરું કર્યું ત્યારે તેમને બર્થ-ડે વિશ કરતા ફોલોઅર્સનો રાફડો ફાટયો હતો. અંતે સુષ્માએ સ્પષ્ટતા કરી હતી કે મારા ટવીટર પરના પ્રવેશને એક વર્ષ પુરું થાય છે પણ આ મારો જન્મ દિવસ નથી. ટવીટર પર હરખપદુડાઓનો જમેલો રહે છે. હેપ્પી બર્થ-ડે વીશ કરનારાઓની તો લાઇન લાગે છે, તેમાંય જો સામે છેડે સુષ્મા સ્વરાજ હોય તો પૂછવું જ શું ?! ટવીટર પર એક વર્ષમાં સુષ્માએ ઘણું લખ્યું છે. ટવીટર પર એક વાર કોઈ શરૂ થાય એટલે તેના ફોલોઅર્સ તૈયાર થઇ જાય છે. સુષ્મા સ્વરાજ રાજકીય સેલિબ્રીટ છે. લોકસભામાં વિપક્ષના નેતા હોવાના નાતે તેમનો ઓપીનીયન જાણવા સૌ આતુર હોય છે. સુષ્મા જેવા બટક બોલા છે એવા જ તે કૅચી-ટવીટર પણ છે...

તમારું ‘કોમ્પ્યુટર’ ‘સ્લો’ ચાલે છે ?!
તમારું કોમ્પ્યુટર સ્લો (ધીરું) ચાલતું હોય તો તમારામાં કંટાળાનો વધારો થાય છે. તમે જે સ્પીડથી કામ કરવા માગો છો તે થઇ શકતી નથી. કોમ્પ્યુટરની સ્પીડ વધારવા અહીં છ ટીપ્સ આપવામાં આવી છે. માઈક્રો સોફટે આ ટીપ્સ રજૂ કરી છે.
(૧) વાયરસ ચેક કરો ઃ આવું દર વખતે હોતું નથી, પરંતુ વાયરસ ચેક કરવા જરૂરી છે. જો તમારા કોમ્પ્યુટરમાં એન્ટી વાયરસ સોફટવેર ના હોય તો તમે જેની પાસે રીપેર કરાવતા હો તેને બોલાવીને વાયરસ ચેક કરાઓ...
(૨) વીન્ડોઝ અપડેટ કરો ઃ જો તમે વિન્ડોઝ અપડેટ ના કરી હોય તો વિચારો. તમે જયારે પીસી ખરીદયું હશે ત્યારે શક્ય છે કે સ્પીડ ફીકસ કરી હોય ઘણાં લોકો ઓટોમેટીક અપડેટ નથી સ્વીકારતા એટલે માઈક્રો સોફટ અપડેટ કરવાનું સૂચવે છે.
(૩) વેબ હિસ્ટ્રી ઓછી કરો ઃ- તમે જે વેબ સાઇટ જુઓ છો તે કોમ્પ્યુટરના હિસ્ટ્રી પર અંકિત થઇ જાય છે. માઈક્રો સોફટ એમ સજેસ્ટ કરે છે કે એક અઠવાડીયા પહેલાની હિસ્ટ્રી કાઢી નાખો. આમ કરવાથી પીસી પર લોડ ઓછો પડશે.
(૪) છઘઘર્-ંહીજ ને કાઢી નાખો ઃ- છઘઘર્-ંહીજ બ્રાઉઝર કોમ્પ્યુટરની સ્પીડ ઘટાડે છે. કેટલાંક એક સમાન ફંકશનવાળા બ્રાઉઝર પીસીમાં હોય તો ઇન્ટરનેટ એક્સપ્લોરરના ઓપ્શન ટુલમાં જઇને મેનેજ એડ-વન પસંદ કરો.
(૫) ડીસ્ક સ્પેસ ખાલી કરો ઃ- ઘણી વાર ડીસ્કમાં સ્પેસ ફુલ હોય તો પણ પીસી સ્લો ચાલે છે. ડીસ્ક કલીન અપ ટુલનો ઉપયોગ કરીને બીનજરૂરી ફાઇલ ડીલીટ કરો.
(૬) તેમ છતાં સ્લો છે ઃ- ઉપરોકત પાંચ મુદ્દાનો અમલ કર્યા છતાં પણ કોમ્પ્યુટર સ્લો હોય તો ટવીટર પર લોગ ઓન કરો અને જ્રસૈબર્િર્જકા લ્લીનૅજ પર ટવીટ કરો. જયાં માઈક્રો સોફટ કસ્ટમર સપોર્ટ પર સવારે ૭.૩૦ થી ૫.૩૦ દરમ્યાન સલાહ મળી શકશે.

ઇ-મેલ અને મેલમાં શું ફર્ક
ઇ-મેલ અને મેલમાં શું ફર્ક એ પ્રશ્ન કોઇ ગામડાનો માણસ પુછે તો સમજી શકાય એમ છે. પરંતુ આ પ્રશ્ન લોકસભામાં વિરોધ પક્ષના બે સભ્યોએ વડાપ્રધાનના કાર્યાલયને પૂછયો હતો. આ પ્રશ્ન લેખિતમાં પૂછનાર બે સાંસદો હતા. જવાબ મળ્યો હતો કે મેલ એટલે આપણા ટપાલ ખાતા તરફથી ડીસ્ટ્રીબ્યુટ થતી ટપાલો જયારે ઇ-મેલ એટલે ઇલેકટ્રોનિક મેલ !! સંસદ સભ્યો એક તરફ આવા બેઝીક પ્રશ્નો પૂછે છે જયારે સરકાર સાંસદોને ૈ-ૅચગ આપવાનું વિચારે છે. કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ૈ-ૅચગ એ સૌથી આઘુનિક છે. લોકસભામાં ડાબેરી નેતા સીતારામ યેચુરી ૈ-ૅચગ પર જોઇને તેમનું ભાષણ કરતા હતા. તે એક જ સાંસદ ૈૅચગ નો ઉપયોગ કરે છે. જો કે લોકસભાના તમામ સંસદ સભ્યોને ૈૅચગ આપવાનો નિર્ણય કરાયો છે.
જે લોકોને ઇ-મેલ અને મેલમાં ખબર નથી એ લોકો ૈ-ૅચગ લઇને શું કરશે ?!

 

યુએસબી ટેકનોલોજી

તમને યાદ છે કે તમે છેલ્લે કયારે સીડી કે ડીવીડી વાપરી ?? જયારથી યુએસબી પેન સ્ટીક આવી છે ત્યારથી સીડી- ડીવીડી બઘું બાજુએ ફેંકાઈ ગયું છે. ટેકનોલોજીની દુનિયામાં દર બે-ત્રણ વર્ષે એવું કંઇક નવું આવે છે કે જેને ચોમેરથી સપોર્ટ મળે છે. આ નવતર ટેકનોલોજી જૂનાને તો સાવ જ દુર હડસેલી નાખે છે. જેમ કે મોબાઈલ ફોને કમરપટ્ટા પર લટકતા પેજરને હટાવી દીધા હતા. એવી જ રીતે ડીજીટલ કેમેરાનું છે. જયારે ફોટા ધોવડાવવા લોકો લાઇનમાં ઉભા રહેતા તે સિસ્ટમ તો હવે ભૂતકાળ બની ચૂકી છે. એવી જ રીતે ટેબલેટનું છે. લોકો લેપટોપ મોટાપાયે વાપરે છે. પરંતુ ટેબલેટનો એક વર્ગ ઉભો થઇ રહ્યો છે.

બ્લ્યુ-રે ડીવીડીની મોટાપાયે શરૂઆત કરી હતી. પરંતુ નવી ટેકનોલોજી એ આ બ્લ્યુ-રેને પણ દુર હટાવી દીધી હતી. ટેબલેટ ટેકનોલોજીની સામે ૈઁચગ ની વોર ચાલે છે. આમ નવી ટેકનોલોજી જુનીને ભુલાવી દે છે. એવી જ રીતે ટેપ રેકોર્રની ટેપ અને કેસેટસ વગેરે તો સાવ જ ભૂલાઈ ગયા છે.

સાથે... સાથે...

* સામાન્ય રીતે ેંજીમ્ ૨.૦ વપરાય છે પરંતુ મોટી ફાઇલ ટ્રાન્સફર કરવી હોય અને પરંપરાગત એવી ેંજીમ્ ૨.૦ કરતા પણ વઘુ ફાસ્ટ કરવી હોય તો ેંજીમ્ ૩.૦ નો ઉપયોગ કરવો જોઈએ.

* ટવીટ અને રીટવીટ માટે તમે શિડયુલ ટાઇમ ફીકસ કરી શકો છો. તમે કદાચ ચોક્કસ સમયે કોઇ મેસેજ ટવીટ કરવાનું ભૂલી જશો પરંતુ તમે ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશન તે નહીં ભૂલે.

* મોબાઇલ બેન્કંિગ અને ઇ-કોમર્સનો વ્યાપ વધારવા કેટલીક બેંકો સ્માર્ટ ફોન એપ્લીકેશન પુરા પાડે છે.

 

રીટેલ માર્કેટ ઉભું થશે એમ મનાય છે.

ઈન્ટરનેટ પર યુવાનોમાં સૌથી મહત્ત્વનું જોબ સાઈટ હોય છે. તમારો બાયોડેટા આ સાઈટ મારફતે વિવિધ કંપનીઓને જોવા મળે છે. અહીં કંપની ક્વોલીફાઈડ લોકોને શોધતી હોય છે અને સામેથી વિગતો મેળવે છે. સંખ્યાબંધ લોકોએ ફોન પર ઈન્ટરવ્યૂ આપીને જાૅબ કન્ફર્મ કરી છે તેની પાછળ આવી જોબ સર્ચ સાઈટ મહત્વનો ભાગ ભજવે છે.

આવી જોબ શોધી આપતી સાઈટ તમારી વિગતોને ઇન્ટરનેશનલ પ્લેટપોર્ફ પુરું પાડે છે. આવી જાૅબ સાઈટમાં વિગતો કેવી રીતે ભરવી તેની પણ સલાહ આપવામાં આવે છે.

જો જાૅબસર્ચ માટેની સાઈટ પર યોગ્ય માહિતી આપવામાં આવે તો તે મહત્ત્વની બની શકે એમ છે. યુવાનોને નોકરી પર લેવા માગતી કંપનીઓ તેની ક્રિએટીવીટી અને ઈન્ટરનેટ પર તેની હાજરીને પ્રાધાન્ય આપે છે.


   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved