Last Update : 14-August-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

રામદેવની વોર કોંગ્રેસ સામે એનડીએ
નવી દિલ્હી, તા.૧૩
અણ્ણા હજારેના તાજેતરના ઉપવાસનો જેવો અંત આવ્યો હતો એવો અંત બાબા રામદેવના આંદોલનનો નહોતો. તેમની ફાઈટ કોંગ્રેસ અને એનડીએ વચ્ચેની સીધી ફાઈટ બની ગઈ હતી. પ્રથમવાર એવું થયું કે માત્ર ભાજપ નહીં પણ સમગ્ર એનડીએ બાબા રામદેવના સ્ટેજ પર ભેગું થયું હતું. કોંગ્રેસના નેતાઓને ચિંતા એ વાતની છે કે બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ પણ બાબાના ટેકામાં આગળ આવ્યા હતા. કોંગ્રેસ જ્યારે એમ કહેતી હતી કે ભાજપના ટેકાથી બાબા રામદેવ ખુલ્લા પડી ગયા છે પરંતુ બાબા રામદેવે ઉભી કરેલી ચેલેન્જથી કોંગી નેતાઓ ચિંતામાં છે. તેનું એક કારણ એ છે કે અણ્ણાના ઉપવાસ કરતાં અનેકગણો વધુ ટેકો બાબા રામદેવને મળ્યો હતો. માત્ર એટલું જ નહીં પણ તમામ રાજકીય પક્ષોનો ટેકો માગતા બાબાને એન્ટી કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોનો ટેકો મળી રહેશે. રામદેવની સાંજે ધરપકડ કરવામાં આવી હતી.
બાબા રામદેવે છેલ્લે નિર્ણય લીધો
પોતાની રાજકીય મહેચ્છા અંગે બાબા રામદેવે દરેકને અનુમાનની સ્થિતિમાં રાખ્યા છે. પહેલાં તો તેમણે એમ કહ્યું હતું કે તેમનો કોઈ રાજકીય હેતુ નથી અને તે કોઈ રાજકીય પક્ષને ટાર્ગેટ નહીં બનાવે. પહેલાં તેમણે કહ્યું કે રવિવારે સવારે તે ભાવિ પગલાંની જાહેરાત કરશે, પછી તેમણે તે વાત સાંજ પર ઠેલી હતી. પછી તેમણે સોમવારની સવાર પર વાત ઠેલી હતી. તેમણે કોંગ્રેસ પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. પછી તેમણે સંસદ પર કુચની જાહેરાત કરી હતી. મહત્વનો પ્રશ્ન એ છે કે શું બાબા રામદેવ તેમનો પક્ષ સ્થાપશે કે એનડીએના સાથી બનીને રહેશે ?
રામદેવથી ક્યા પક્ષને લાભ ?
રાજકીય પંડિતો અણ્ણા હજારેના ભાવિ અંગે ચૂપકીદી રાખી રહ્યા છે પરંતુ આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અણ્ણા હજારે લડશે તો પોતાને કેટલો લાભ થશે તેની ગણત્રી કોંગ્રેસ અને ભાજપ બંને ગણી રહ્યા છે. આ પક્ષો એ પણ ધ્યાનમાં રાખી રહ્યા છે કે આ અગાઉ હિસ્સાની ચૂંટણીઓમાં કોઈ સફળતા મેળવી શક્યા નથી. વરિષ્ઠ કોંગી નેતાઓ કહે છે કે દિલ્હીની ચૂંટણીઓમાં અણ્ણાનો પ્રવેશ તેમના માટે મદદરૃપ બની રહેશે. આ નેતાઓ એવી દલીલ કરે છે કે ભાજપે પહેલાં અણ્ણાની ટીમને ટેકો આપ્યો હતો પછી તેનાથી અંતર રાખ્યું હતું. બીજી તરફ ભાજપના નેતાઓ માને છે કે છેલ્લી ત્રણ ટર્મથી દિલ્હીમાં શાસન કરી રહેલી કોંગ્રેસને અણ્ણાની ચૂંટણી પ્રવેશથી હંફાવી શકાશે. હવે બાબા રામદેવે પણ ભ્રષ્ટાચાર અને બ્લેક મનીના મામલે જંગ છેડયો છે...
શીંદે અને ગોગાઈથી કોંગ્રેસ ત્રસ્ત
કેન્દ્રના ગ્રહપ્રધાન સુશીલકુમાર શીંદે અને આસામના મુખ્ય પ્રધાન તરૃણ ગોગાઈ બંનેએ આસામના હિંસાચાર અંગે જુદા-જુદા નિવેદનો કરતાં કોંગી મોવડીમંડળ મૂંઝવણમાં મુકાયું છે તે બંને તોફાનો અટકાવવામાં તેમના પ્રયાસોને વખાણી રહ્યા છે. ગયા અઠવાડીયે સંસદમાં આસામ હિંસાચાર અંગે ચાર કલાક ચાલેલી ચર્ચામાં સાંસદોના પ્રશ્નોની માહિતી આપવામાં શીંદે અપૂરતા તૈયાર હતા. બીજીતરફ ગોગાઈનું નિવેદન હતું કે આસામમાં સ્થિતિ જવાળામુખી સમાન છે ત્યારે સરકારને શંકા ગઈ હતી કે ગોગાઈની સરકાર ટેન્સન હળવું કરવા બાબતે ગંભીર નથી.
ક્રેડીટ ફ્લોના સંકેત
મંદીમાં સપડાયેલા આર્થિકતંત્રને ઉગારવા 'ક્રેડીટ ફ્લો' વધારવા ૧૮ ઓગસ્ટે મળનાર દેશની બેંકોના વડાઓ સાથેની બેઠકમાં નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ અનુરોધ કરશે એમ નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે. મંત્રાલયના વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે 'ક્રેડીટ ફ્લો'નો પ્રશ્ન મહત્વનો છે અને તે આ બેઠકમાં ચર્ચાશે.
બોલીવુડી પતંગો દિલ્હીમાં...
ગુજરાતમાં તો જાન્યુઆરીમાં ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે પરંતુ દિલ્હીમાં તો સ્વતંત્ર દિને પતંગો આકાશમાં છવાશે. આ પતંગો એટલે બોલીવુડની નવી ફિલ્મોને લગતા પતંગો છે. જેમાં ધૂમ-થ્રી, એક થા ટાઈગર, ડર્ટી પીક્ચર, અગ્નિપથ, એજન્ટ વિનોદ વગેરે પતંગોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોના પતંગ પાંચ રૃપિયામાં પડશે. આ દિવસોમાં રેકસીનથી બનેલા ચીનના પતંગો પણ જોવા મળશે જેના આકારો પક્ષી જેવા, એરોપ્લેન જેવા અને પતંગીયા જેવા હશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved