Last Update : 14-August-2012, Tuesday

 
 

હોકી લેજન્ડ લેસ્લી ક્લાઉડીઅસ રાષ્ટ્રીય રમતની પડતીથી વ્યથિત
આપણે વિશ્વને હોકી રમતાં શીખવ્યું, આજે વિદેશીઓ આપણાં કોચ બન્યા છે

ધ્યાન ચંદ અને રૃપ સિંઘ અને ક્લાઉડીઅસનું નામ લંડનના મેટ્રો સ્ટેશન સાથે જોડાયેલા

કોલકાતા,તા.૧૩
ઓલિમ્પિક માટે લંડનના અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલ્વે સ્ટેશનોને લેજન્ડરી ખેલાડીઓના નામ આપવામાં આવ્યા હતા તેમાં ભારતના ત્રણ હોકી દીગ્ગજો - ધ્યાન ચંદ, રૃપ સિંઘ અને લેસ્લી ક્લાઉડીઅસના નામનો સમાવેશ થયો હતો. જે અંગે પ્રતિક્રિયા આપતાં ક્લાઉડીઅસે કહ્યું કે, ધ્યાન ચંદ અને રૃપ સિંઘ જેવા લેજન્ડરી ખેલાડીઓની હરોળમાં સ્થાન મેળવીને હું ગૌરવ અનુભવું છું.
૮૫ વર્ષની ઊંમરે પહોંચેલા ક્લાઉડીઅસ હાલમાં કોલકાતામાં નિવાસ કરે છે. તેમણે કહ્યું કે, આ મારા માટે ઘણું મોટુ સન્માન છે. તેમના જેવા મહાન ખેલાડીઓની સાથે સ્થાન મેળવવું સિધ્ધિ સમાન છે. જો કે ક્લાઉડીઅસ ભારતીય હોકીની હાલતથી વ્યથિત છે. એક સમયે હોકીમાં વિશ્વભરની ટીમો ભારતના નામ માત્રથી ધુ્રજતી હતી. જ્યારે આ વખતે ભારતનો ઓલિમ્પિકમાં તેના ઇતિહાસનો સૌથી નિમ્ન દેખાવ તમામ મેચો હારીને થયો છે.ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જર્મની જેવી સુપરપાવર ટીમો સામે વિજયની વાત તો દૂર પણ બ્રિટન, આર્જેન્ટીના, મલેશિયા જેવી ટીમો સામે હાલની ભારતીય ટીમને સંઘર્ષ કરવો પડતો હોય છે.
ક્લાઉડીઅસે આ અંગે કહ્યું કે, આપણે ત્યાં જે નિષ્ણાતો છે તેમને ટેકનિકલ કમિટીમાં સામેલ કરવામાં આવતા નથી. આપણે શા માટે વિદેશી કોચીઝ રાખીએ છીએ,જ્યારે આપણી પાસે ધનરાજ પીલ્લે, અશોક કુમાર, મોહમ્મદ શાહીદ જેવા વિશ્વભરમાં આદરપાત્ર ખેલાડીઓ છે. આપણે વિશ્વને હોકી રમતાં શીખવ્યું અને આજે વિદેશીઓ આપણાં હોકી કોચ બન્યા છે. આ કરૃણતા નથી તો બીજુ શું છે ?
વિશ્વભરમાં ભારતીય હોકીના પ્રભુત્વસભરના ગોલ્ડન એરાના સંસ્મરણોની ચમક હજુ ક્લાઉડીઅસની આંખોમાં જોઇ શકાય છે. ક્લાઉડીઅસ કુલ ચાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે. તેઓ ૧૯૪૮ના લંડન ઓલિમ્પિકથી લઇને ૧૯૫૬ના ઓલિમ્પિક સુધી ગોલ્ડ જીતવાની હેટ્રિક સર્જનારી ભારતીય ટીમના સભ્ય હતા. ક્લાઉડીઅસે ધ્યાન ચંદને યાદ કરતાં કહ્યું કે, તેઓ મને સ્પેરો કહેતા. બોલ જ્યાં પણ જાય ત્યાં હું તેને મેળવવાની આશામાં તેની આસપાસ પહોંચી જતો અને આ કારણથી તેઓ મને સ્પેરો કહેતા. જ્યારે તેઓ પસંદગીકાર હતા ત્યારે કહેતાં કે ક્લાઉડીઅસે તો પોતાને જાતે જ પસંદ કરી લીધો છે તો લાવો હું બાકીની ટીમ પસંદ કરી લઉં.
વર્ષોથી કોલકાતામાં સ્થાયી થયેલા ક્લાઉડીઅસે થોડી નારાજગી સાથે એમ પણ કહ્યું કે, હાલના બાળકો હોકી રમતાં નથી.
તેઓ તેમની રાષ્ટ્રીય રમતને નજર અંદાજ કરે છે. અન્ય રમતોમાં પણ તેઓ સ્થાનિક કલબોને સપોર્ટ કરતાં નથી. તેઓ માન્ચેસ્ટર યુનાઇડેટને ચિયર કરશે પણ મોહન બાગાન કે ઇસ્ટ બંગાળનું સમર્થન નહીં કરે.

ફૂટબોલ છોડીને હોકીને અપનાવી
ક્લાઉડીઅસ શરૃઆતમાં ફૂટબોલર હતા. તેઓ બંગાળ નાગપુર રેલ્વે તરફથી રમતાં. તેમણે ૧૯૪૬માં બૈગ્ટોન કપ હોકી ટુર્નામેન્ટથી હોકી પડકી અને જાણે ચમત્કાર થયો. તે સમયે હોકી ટીમમાં રાઇટ હાફનો ખેલાડી ઉપલબ્ધ નહતો અને આખરી મિનિટે હોકી પકડાવીને ક્લાઉડીઅસને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા.જે પછી તો તેઓ વર્ષો સુધી ભારતીય ટીમમાં આ મહત્વપૂર્ણ સ્થાને રમ્યા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved