Last Update : 14-August-2012, Tuesday

 

પર્સમાં રાખવાના કોસ્મેટિક્સ

 

સામાન્ય રીતે યુવતીઓના પર્સમાં પૈસા કરતાં કોસ્મેટિક્સ વઘુ પ્રમાણમાં જોવા મળે છે. તેમ છતાં ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે કે જે કોસ્મેટીક્સની જરૂર હોય તે જ ન મળે. આથી હંમેશા પર્સમાં નીચે જણાવેલી ૧૦ વસ્તુઓ રાખવી.
નાનકડો અરીસોઃ- પ્રત્યેક યુવતીના પર્સમાં અરીસો હોવો જરૂરી છે. આઈ લાઈનર, લિપસ્ટિક કે કાજળ અરીસા વગર લગાડવા શક્ય નથી. અને ઘણી વખત એવી પરિસ્થિતિ પેદા થાય છે કે તમામ સૌંદર્ય પ્રસાધનો હોય પણ અરીસો ન હોય અને તેને શોધતાં રહેવું પડતું હોય છે.
ફાઉન્ડેશન ઃ- ફાઉન્ડેશન વગર મેકઅપને સરખો ન કરી શકાય. આથી તમારી ત્વચાના રંગ સાથે મેચ થતાં શેડનું ફાઉન્ડેશન પર્સમાં રાખવું. તમારી ત્વચાના રંગ કરતાં એકદમ આછા શેડનું ફાઉન્ડેશન ન રાખવું. આનાથી ચહેરો એકદમ ફિક્કો દેખાશે.
મોઈશ્ચરાઈઝર ઃ- આખો દિવસ તડકામાં બહાર રહ્યા પછી અચાનક જ મિત્રો સાથે પાર્ટીનો પ્રોગ્રામ બને અને ત્યાં સીઘા જ જવું પડે ત્યારે મોઈશ્ચરાીઝર અત્યંત મદદરૂપ સાબિત થાય છે. તડકામાં ફરવાને કારણે શુષ્ક થઈ ગયેલી ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાડવાથી તેજ આવશે.
કન્સીલરઃ- બહાર ગયા હોઈએ ત્યારે ક્યારેક ત્વચા પર ડાઘ પડવા સહજ છે અને આવા સમયે કન્સીલર કામ આવે છે. કન્સીલરથી ત્વચા પર પડેલા ડાઘા કે ખીલના નિશાનને છુપાવી શકાય છે.
લિપ લાઈનર ઃ- લિપલાઈનરથી તમારા દેખાવમાં ખાસ્સો ફરક પડી જાય છે. આનાથી મેકઅપ એકદમ વ્યવસ્થિત અને પૂર્ણ લાગે છે. આનાથી હોઠને ચોક્કસ આકાર આપી આકર્ષક બનાવી શકાય છે.
મનગમતા શેડની લિપસ્ટિક અથવા લિપ ગ્લોસઃ- હોઠની ચમક વધારવાનું કામ લિપ ગ્લોસ કરે છે. પાર્ટીમાં પ્રવેશતાં પૂર્વે લિપ ગ્લોસ હોઠ પર લગાડી દેવાથી ચહેરો એકદમ ફ્રેશ દેખાશે.
બ્રશ અને આયશેડો પેલેટઃ- તમારી આયશેડો પેલેટમાં બે કે વઘુ રંગો હોવા જરૂરી છે. આના લીધે તમને વિવિધ રંગોનો સમન્વય કરવાની તક મળે છે. અને બે શેડમાંથી એક લાઈટ તથા બીજો ડાર્ક હોય તો તમે સમયને ઘ્યાનમાં રાખીને રંગની પસંદગી કરી શકશો.
મનગમતા શેડની આઈલાઈનરઃ- તમને જે રંગની આઈલાઇનર ગમતી હોય તે રાખવા સાથે જ કાળા રંગની આઈલાઈનર પણ પર્સમાં રાખવી. કારણ કે કાળી આઈલાઈનર તમામ રંગના પોશાક અને બધા જ પ્રસંગે સારી લાગે છે.
મસ્કરાઃ- જેમ લિપસ્ટિકને બદલે લિપગ્લોઝથી કામ ચાલે તે રીતે આઈલાઈનરને બદલે મસ્કરાથી પણ કામ ચાલી જાય છે. મસ્કરા આંખને આકર્ષક બનાવે છે. આથી હંમેશા પર્સમાં મસ્કરા રાખવી.
બ્લશ અથવા બ્રોન્ઝર ઃ- બ્લશ કે બ્રોન્ઝરની સાથે બ્રશ હોય તે જરૂરી છે. બ્લશ કે બ્રોન્ઝરથી મેકઅપને ટચઅપ કરીને ચહેરાને તાઝગીસભર બનાવી શકાય છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved