Last Update : 14-August-2012, Tuesday

 

પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવતા જીવનમંત્ર

‘કુછ તુમ ચલો, કુછ હમ ચલે...’ લગ્નજીવનના રથને સફળતાપૂર્વક ચલાવવાની જવાબદારી પતિ-પત્ની બન્નેની છે. લગ્નજીવન સદાય હર્યુભર્યું રહે તે માટે પતિ-પત્ની બન્નેએ ચોક્કસ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
કોમ્યુનિકેશન- વાતચીત
એકથી વઘુ વ્યક્તિ સાથેની વાતચીત ફક્ત લગ્નજીવનને જ નહીં પરંતુ દરેક સંબંધો માટે જાદુઇ છડી જેવું કામ કરે છે. રિલેશનશિપ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સંવાદહીનતા વૈવાહિક જીવનની સહુથી મોટી સમસ્યા છે. તમે તમારા પાર્ટનરથી નારાજ હો અથવા તેની પાસેથી તમારી અપેક્ષા વઘુ હોય તો સાથી સાથે પ્રત્યક્ષ વાત કરવી.તેનાથી જોડાયેલી ફરિયાદોની વાતચીત અન્યોની સાથે ન કરતાં ફક્ત પાર્ટનર સાથે જ કરો.નહીંતો બન્ને વચ્ચે ગેરસમજ વધી જઇ શકે છે. લગ્નજીવનમાં નાના-મોટા ઝઘડાઓ સામાન્ય છે તેને વાતચીત કરીને દૂર કરી શકાય છે. પરંતુ સંવાદહીનતા ધીરે-ધીરે સંબંધો વિખેરી નાખે છે.
સાથીને પૂરતો સમય આપો
આજની અતિવ્યસ્ત જીવનશૈલીમાં આ જીવનમંત્ર મહત્વનો એટલા માટે છે કે તેને નિભાવવો બહુ અઘરો છે. શહેરના યુગલોની આ સહુથી મોટી સમસ્યા છે. આ મોટા શહેરની એક કડવી વાસ્તિવકતા છે. પોતાની કારકિર્દી તથા પૈસા કમાવવાની ભાગદોડમાં સાથે બેસીને વાતચીત કરવાનો પ્રયાપ્ત સમય જ મળતો નથી. પરંતુ તેઓ ત્યારે સમજી નથી શકતા કે તેની કેટલી આકરી કંિમત તેઓ ચુકવી રહ્યા છે. તેમની વઘુ વ્યસ્તતા તેમના વચ્ચેનું અંતર લાંબુ કરે છે. પાર્ટનરને ફક્ત સમય નહીં પરંતુ ક્વોલિટી ટાઇમ આપવો જરૂરી છે. અર્થાત સાથી સાથે હો ત્યારે તાણમુક્ત રહીને તેના પર જ સઘળું ઘ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.
તકરાર વખતે સંયમ તથા મર્યાદાનો ભંગ ન થાય તેનું ખાસ ઘ્યાન રાખવું
પતિ-પત્ની વચ્ચેની ખટ્ટી-મીઠી લગ્નજીવન અભિન્ન અંગ છે પરંતુ ત્યારે સંયમ અને વિવેકનો ભંગ ન થાય તેનું ખાસ ઘ્યાન રાખવું. પાર્ટનરના પરિવાર વિશે અપશબ્દ ન બોલવા.
સ્પર્શનો જાદુ
વ્યસ્તતાની સાથેસાથે પણ પાર્ટનરને સ્પર્શ કરવાની તક ઝડપી લેવી. વિશ્વાસ રાખો તમારી આ શરારત પાર્ટનરને ખરાબ નહીં લાગે પરંતુ તે ખુશ થશે. તમારો નાનો અમથો સ્પર્શ તેને પ્રેમના બંધનમાં બાંધવા માટે પૂરતો છે. એટલું જ નહીં તે તાણમુક્ત રહેશે.તેમજ તેનામાં આત્મવિશ્વાસ ઉદ્‌ભવશે.
માન-સન્માન આપવું
અબાલવૃદ્ધ દરેકને માન-સ્માન પસંદ છે. તેથી પાર્ટનરની ઉપેક્ષા ન કરતા તેને માન-સ્માન આપો. તેથી ભાવનાઓની કદર કરો તેમજ તેના પરિવારને પણ માન-સમ્માન આપો.
ભૂલને માફી
‘ક્ષમા વીરનું ભૂષણ છે’ તેથી તેની ભૂલની માફી માગતા પાર્ટનરને નિરાશ ન કરશો. નહીં તો તે ભવિષ્યમાં કદી સાચી વાત કહેવાની તથા માફી માંગવાની હંિમત નહીં કરે. તેથી તેની વાત શાંતિથી સાંભળો સમજો અને તેને ક્ષમા આપો.
અભિમાન ન કરવું
લગ્નજીવનમાં અભિમાન તેમજ અહમ ન રાખવો. પછી તમે તમારા પાર્ટનરથી વઘુ કમાતા હો, સુપિરિયર હો, કે પછી વઘુ ભણેલા-ગણેલા હો લગીરે અહમ રાખવો નહીં. એક વાત ઘ્યાન રાખજો કે ‘ઇગો’ પ્રેમ અને વિશ્વાસનો નાશ કરે છે.
શક ન કરવો
પતિ-પત્નીએ એકબીજાના વિજાતીય મિત્રો પર કદી શક ન કરવો. પાર્ટનરનું વર્તન વઘુ છૂટછાટ લેતું લાગે કે સંદેહજનક લાગે તો તરત પ્સ્પષ્ટતા કરી લેવી. કોઇની કહેલી-સાંભળેલી વાતથી ગેરમાર્ગે દોરાઇ જઇ પોતાનો સંસાર બગાડવાની ભૂલ કરવી નહીં. વહેમીલા પાર્ટનરના સ્વભાવને કારણે ઘણા લગ્નજીવન તૂટ્યા હોવાના દાખલા સમાજમાં જોવા મળે છે.
અપમાન ન કરવું
લગ્નસંબંધમાં ચઢાવ-ઉતાર તો આવ્યા જ કરતા હોય છે પરંતુ તેનો તમાશો કરવો જરૂરી નથી. તે બાબત અંગત હોવી જોઇએ. કદી પણ પાર્ટનરને અન્યોની સામે હડઘૂત કે અપમાનિત કરવો જેનાથી તેનું સ્વાભિમાન ઘવાય. ઉપરાંત અન્યોની સામે નીચો પણ દેખાડવો નહીં. પાર્ટનરને તેની ભૂલનો અહેસાસ કરાવવો હોય તો તે જાહેરમાં નહીં પરંતુ ખાનગીમાં કરાવવો.
જવાબદારીથી ભાગી ન છૂટવું
સંસાર માંડ્યા બાદ અનેક જવાબદારીઓ આવી પડે છે તેથી તેનાથી ભાગી છૂટવાને બદલે નિભાવવામાં પાર્ટનરને પૂરતો સાથ આપો.
વેકેશન પર જવું
વ્યસ્તતાની વચ્ચે પણ પરિવાર માટે સમય જરૂર કાઢવો. બીજું હનીમૂન કરવાનો પ્લાન પણ ખોટો નથી.
પાર્ટનરને નજરઅંદાજ ન કરવો
નાના-મોટા નિર્ણયો લેતી વખતે એકબીજાને સામેલ કરવા.
લગ્નજીવનમંત્ર નિભાવવાનો સંકલ્પ
આ સંકલ્પ સૌથી વઘુ મહત્વનો તથા જરૂરી છે. લીધેલા વાદાને યાદ રાખવા અને તેને સંપૂર્ણ પ્રમાણિકતાથી નિભાવવાના પ્રયાસ કરવા.
સુરેખા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved