Last Update : 14-August-2012, Tuesday

 
‘મેદસ્વી’ માનુનીને પણ માદકતા બક્ષતી માવજત
 

મોટા ભાગે સ્થૂળ લોકો, પાતળા લોકોની સરખામણીમાં લધુતાગ્રંથિ અનુભવે છે અને પોતાના ગુણોને છુપાવવાના પ્રયાસ કરે છે, જે તદ્‌ન ખોટું છે, સ્થૂળ લોકો આકર્ષક હોવાની સાથે સાથે ચતુર પણ હોય છે અને પોતાના ગુણો દ્વારા બીજાને આકષિકરે છે. જાડા કે કાળા હોવાનોે અર્થ કુરૂપતા નથી.
ચતુરાઈ કોઈપણ વ્યક્તિને નિખાર આપી શકે છે પછી ભલે ને એ જાડી, પાતળી, લાંબી કે ઠીંગણી હોય, ગોરી હોય કે પછી કાળી હોય.
એટલા માટે સ્થૂળ લોકોએ કાયમ એક વાતનું ઘ્યાન રાખવું જોઈએ કે લોકોની આ ભીડમાં તેણે તેનું પોતાનું સ્થાન જમાવવાનું છે. તેણે પોતાની ચતુરાઈ દ્વારા પોતાના વ્યક્તિત્વને નિખાર આપવાનો છે એ બરાબર છે કે પાતળા લોકો સહજ રીતે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ તેમનું આ આકર્ષણ થોડી વાર સુધી જ હોય છે જ્યારે ચતુરાઈનું આકર્ષણ લાંબા સમય સુધી અકબંધ રહે છે.
સફળતાની અસલી મજા તો ત્યારે છે કે જ્યારે તેને શારીરીક આકર્ષણથી અલગ રહીને પ્રાપ્ત કરો. જાડા લોકો પણ પોતાની કંઈક વિશિષ્ટતા દ્વારા સહજ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. જો તમે સામાન્ય લોકોની સરખામણીમાં કોઈ કામ વઘુ કુશળતાથી કરશો તો લોકો તમારી કુશળતાની પ્રશંસા અચૂક કરશે, સ્થૂળ લોકો અહીં જણાવેલા કાર્યોમાં કુશળતા મેળવી ખુદને આકર્ષણનું કેન્દ્ર બનાવી શકે છે.
કાર અને સ્કૂટર ચલાવતા શીખો
જો તમે સ્કૂટર ચલાવવાનું જાણતા હો તો સારી વાત છે, જો ઘરમાં સ્કૂટર, કાર હોવા છતાં તમે તેને ચલાવવાનું નથી જાણતા તો આજથી જ તે ચલાવવાનું શીખવા લાગો. તેને ચલાવતાં શીખવાની સાથે તેની સારસંભાળ રાખવાનું, મરામત કરવાનું પણ શીખી લો. આ કામમાં તમારે કુશળ રહેવું જોઈએ. આ ઉપરાંત તમારા ઘરના કામ, જે તમે નહીં કરી શકો તેવું માનો છો તેને જાતે જ કરો, જેવા કે વીજળીનો બલ્બ લગાવવો, ફોનનું કનેક્શન લાવવાનું શીખો, કૂલર, પંખા જાતે ફિટ કરો અને આ પ્રકારના અનેક કાર્યોમાં પારંગત બની તમારી સમકક્ષ સ્ત્રીઓમાં વઘુ હોશિયાર બની શકો છો. તમારા મનની એ કલ્પના દૂર કરી શકો છો કે તમે જાડા હોવાને કારણે કંઈ કરી શકતા નથી.
પુસ્તક વાંચો ઈન્ટરનેટ પર ચેટંિગ કરો
ચતુરાઈપૂર્વક નિખાર લાવવા માટે જ્ઞાનવિજ્ઞાનના પુસ્તકો વાંચો. તેમાંથી વિવિધ પ્રકારની જાણકારી મેળવો. નિયમિત અખબાર વાંચવાની ટેવ પાડો, ટેલિવિઝન પર સમાચાર જુઓ, ઈન્ટરનેટ પરથી વિશ્વભરની મહત્ત્વની જાણકારી મેળવો, તેના પર ચેટંિગ કરો. આ બધા માઘ્યમોથી તમે જાણકારી મેળવી શકો છો. જે તમને પાતળા લોકો કરતા વઘુ આકર્ષક બનાવી દેશે. જ્યારે તમારા ઓળખીતાઓ તમારા સામાન્ય જ્ઞાનથી પરિચિત થશે ત્યારે તેઓ તમારી ચતુરાઈથી જરૂર પ્રભાવિત થશે. ઈન્ટરનેટ દ્વારા જાણકારી મેળવવાની સાથે સાથે તમારી રુચિના લોકો સાથે મિત્રતા પણ કરી શકો છો અને તમારા જીવનને વઘુ સુંદર બનાવી શકો છો.
બ્યૂટી ટિપ્સ તથા ડ્રેસ સેન્સ
જો માનવી પોતાને યોગ્ય રીતે સજાવી શકે તો તે સામાન્ય વ્યક્તિ કરતા વઘુ આકર્ષક દેખાય છે. જો સ્થૂળ વ્યક્તિ જાતજાતની બ્યૂટી ટિપ્સ, કેશસજ્જા તથા પોશાક અંગે વઘુ જાણકારી રાખે છે તો તેનાથી એ ખુદ તો સજીધજીને રહે છે પણ સાથે પોેતાના સંબંધીઓ, પાડોશીઓ તથા મિત્રો માટે પણ મદદરૂપ બની શકે છે, જો તમે મેનીક્યોર, પેડીક્યોર, બ્લીચીંગ, થ્રેડીંગ વગેરે સારી રીતે જાણતાં હો તો અનેક સ્ત્રીઓ તમારી મદદ લેવા દોડી આવશે. તે તમારી આવડતની પ્રશંસા પણ કરશે. તમે વિવિધ હેરસ્ટાઈલ બનાવી તમારી સહેલીઓને ચકિત કરો. હાથમાં જાતજાતની આકર્ષક ડિઝાઈનની મહેંદી લગાવી તેમને પ્રભાવિત પણ કરી શકો છો. આનાથી તમે સ્થૂળ હોવા છતાં લોકોની નજરે સ્માર્ટ ગણાશો.
સમાજ સેવા
મોટા ભાગે જાડી સ્ત્રીઓ ખુદને નિરર્થક સમજતી હોય છે. તે વિચારે છે કે આ બધી કુદરતની મરજી છે. તેની જ ઈચ્છા નથી કે અમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનીને અથવા પોતાની ચતુરાઈને નિખાર આપીએ. જ્યારે આ બધી વાતો પાયાવિહોણી છે ભજન કિર્તન કરવાથી આ પ્રશ્નોનું સમાધાન શક્ય નથી. જો તમે મહેનત કરીને નિખાર લાવવાનો પ્રયાસ જ નહીં કરો તો તમારી ચતુરાઈની ચમક ચો તરફ કેવી રીતે ફેલાવી શકશો? એટલા માટે ભજનકીર્તનમાં સમય બરબાદ કર્યા વિના સમાજસેવા કરો. નાના બાળકો અને અભણલોકોને ભણાવો. આ પ્રકારના કાર્યો કરીને તમે લોકોમાં પ્રિય બની જશો તથા તમારી સ્થૂળતા સ્માર્ટ સ્થૂળતા બની રહેશે. ત્યારે માત્ર પાતળા લોકો જ આકર્ષણનું કેન્દ્ર હોય છે અને જાડા લોકો નહીં એવો ભ્રમ તમારા મનમાંથી આપોઆપ નીકળી જશે.
સામાજિક વ્યવહાર
કેટલીક સ્ત્રીઓ સ્થૂળતાને શાપ સમજીને બહાર જવા આવવાનું બંધ કરી દે છે. લોકો સાથે હળવામળવાનું બંધ કરી દે છે પરંતુ આ યોગ્ય નથી જો તમે જાડા છો તો દિવસરાત એ ચંિતામાં રહેવા કરતા વિચારો કે તમે કમનીય કેવી રીતે બની શકો.
જીવન આનંદપૂર્વક જીવો. લોકો સાથે વાતચીત કરો, પુરુષો સાથે વાતો કરવામાં અચકાશોે નહીં, એવું જરા પણ ન વિચારો કે તમારા વિશે તે શું વિચારી રહ્યા હશે. આ બધી વાતોને એક તરફ મૂકી એક સામાન્ય સ્ત્રીની જેમ જ દરેક લોકો સાથે સારું વર્તન કરો.
પાર્ટી કે સમારંભોમાં જાઓ ત્યારે યોગ્ય પોશાકની પસંદગી કરીને તમારી ચતુરાઈ દ્વારા બધાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરો. જો તમે તમારા પર શોભતા વસ્ત્રો તથા યોગ્ય મેકઅપ કરશો તો લોકો આપોઆપ જ બોલી ઉઠશે કે જાડી છે તો શું થઈ ગયું. સાજશણગાર કરવાની તથા લોકો સાથે વિવેકપૂર્ણ વાતચીત કરવાની રીતભાત તો સરસ છે. બની શકે કે તમારી ચતુરાઈનો કોઈના પર પ્રભાવ પડે અને એ તમારી પર ફિદા પણ થઈ જાય. તો પછી વાટ કોની જુઓ છો, આજથી જ ખુદને ચતુરાઈપૂર્વક નિખારવાના પ્રયાસમાં લાગી જાવ.
પાક કલા શીખો
જો તમે વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં પારંગત હો જેમ કે થાઈ, ચાઈનીઝ, સાઉથ ઈન્ડિયન વગેરે તો લોકો તમારી પાક કલાથી પ્રભાવિત થઈ ખાસ પ્રસંગે તમારી મદદ લેવા જરૂર આવશે. તેઓ તમારા હાથે બનેલી ચટાકેદાર વાનગીઓ ખાવાના શોખીન તો બની જશે સાથે સાથે તમારી પ્રશંસાનાં પુષ્પો પણ વરસાવશે.
ગિફ્‌ટ પેકંિગ કરો
ખાસ કરીને સ્ત્રીઓ ગિફ્‌ટ પેકંિગ કરવાની જુદી જુદી રીત અને આકર્ષક પેકંિગથી અજાણ હોય છે. એ સમયે જો તમે શારીરિક આકર્ષણને બાજુ પર રાખી આ બધાં કામ કુશળતાપૂર્વક શીખી લઈ ગિફ્‌ટ પેકંિગમાં કુશળ બની જાવ તો પાતળી યુવતીઓ પણ તમારી હોશિયારી પર વારી જશે અને તમારી મદદ માગવા આવશે. જન્મ દિવસ પર અપાતી ભેટનું પેકંિગ, લગ્ન પ્રસંગે અપાતી ગિફ્‌ટનું પેકંિગ તથા અન્ય પ્રસંગોએ અપાતી ગિફ્‌ટનું પેકંિગ સહેલાઈથી કરી શકો છો તથા તેમાં તમારી સાહેલીઓને મદદ પણ કરી શકો છો.
બહારની કાર્યો ખૂબીપૂર્વક પાર પાડો
મોટા ભાગે સ્ત્રીઓ ઘરમાં રહેવાનું પસંદ કરે છે. બહારના કાર્યો સાથે તેઓને કોઈ મતલબ હોતો નથી. જ્યારે આજના સમયમાં સ્ત્રીઓએ બધાં કામોમાં કુશળ થવું જોઈએ. જોે તમે વીજળી, પાણી તથા ફોેનનાં બિલ સહેલાઈથી જમા કરાવી શકો છો તો જરૂર તમે ચતુર લોકોની શ્રેણીમાં સામેલ છો. તમે તમારા પતિના કામમાં મદદ કરી શકો છો, તેમને વેપાર કે નોકરી અંગે સલાહ આપી શકો છો, બિઝનેસ અંગે ડીલ તમે જાતે કરી શકો છો. આવા કાર્યો કરવાથી લોકોને જ નહીં તમને પણ થશે કે બીજી સ્ત્રીઓ કરતાં તમે વધારે ચતુર છો.
ડાયરી લખો
તમારી દિનચર્યા ડાયરીમાં નોંધો. તેનાથી તમે સારી રીતે સમજી શકશો કે તમારી કાર્યક્ષમતા કેવી અને કેટલી છે. તમને ડાયરી વાંચતા લાગે કે તમારામાં પ્રતિભા છે તો તેને બહાર લાવવાનો પ્રયાસ કરો. રોેજંિદા કાર્યોની નોેંધ કરવાથી તમારી સ્મરણશક્તિ વધશે તથા તમારી પાસે રોજના કાર્યોનું ટાઈમટેબેલ તૈયાર હશે જેનાથી તમને કામ કરવામાં સરળતા રહેશે આમ કરીને તમારામાં નિખાર લાવી શકશો. એવું નથી કે તમે આ બધા જ કામોમાં કુશળ હો. જો કેટલીક બાબતોમાં તમે સફળતા મેળવી લો છો તમારી ચતુરાઈનો માપદંડ નિર્ધારિત થઈ જશે. કેટલાંક કામો કુશળતાથી અને મન લગાવીને કરવાથી તમે એ કામને સામાન્ય સ્ત્રીઓ કરતાં વઘુ સારી રીતે કરી શકશો. આ કામમાં ચતુરાઈ હોવાથી તમારી સ્થૂળતા જ લોકો માટે એક નવી ઓળખ બની રહેશે. એટલા માટે તમારા વ્યક્તિત્વના કારણે લધુતાગ્રંથિથી ન પીડાઓ અને એવું પણ ન વિચારો કે તમે સામાન્ય લોકોથી વઘુ ઉત્તમ નહીં બની શકો.
મહેનત અને અભ્યાસથી આકાશની ઊંચાઈને પણ આંબી શકાય છે. જો તમે જીવનમાં આ વાત પર અમલ કરશો તો તમારી સ્થૂળતા તમારા વ્યક્તિત્વની ઓળખ બની જશે. માત્ર જરૂર છે થોડી લગનની અને થોડી મહેનતની.
વર્ષા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved