Last Update : 14-August-2012, Tuesday

 
નેઈલ-પોલિશના રંગ પરથી વ્યક્તિત્વની પરખ
 

નખને સુંદર તથા આકર્ષક દેખાડવા માનુનીઆ રંગબેરંગી નેલપોલીશ લગાડતી હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે પસંદ કરેલ રંગ જે તે યુવતીના વ્યક્તિત્વ તરફ ઇશારો કરે છે.
પિન્ક નેઇલપેન્ટ
ગુલાબી રંગનુ નેઇલપેન્ટ લગાડતી યુવતી બોલ્ડ હોય છે. અન્યો કરતાં પોતાને વઘુ મહત્વ આપે છે. યુવકો સાથે અંતર જાળવવાનું પસંદ છે. તેના મિત્રવર્તુળમાં છોકરાઓ કરતાં છોકરીઓ વઘુ હોય છે.
સ્ટાઇલિશ ટિપ
પિન્ક નેઇલપોલીશ લગાડવું હોય તો ફક્ત એક જ કોટ લગાડવો અને તેને શાઇની ગ્લોસથી ચમક આપવી.
પીળો નેઇલપેઇન્ટ
પીળું નેઇલપોલીશ લગાડવાના શોખ ધરાવનાર પોતાના પરિવાર તથા મિત્રવૃંદમાં સ્ટાઇલ આઇકોન હોય છે. આ રંગની નેઇલપોલીશ પસંદ કરનાર મહિલાઓની ફેશનની સમજ અનોખી હોય છે. સૌથી સારી વાત તો એ છે કે તે જે પણ પહેરે છે તે ેતેને શોભે છે તથા તે સ્ટાઇલિશ લાગે છે.
સ્ટાઇલિશ ટિપ્સ
નેઇલપોલીશ ના લુકને નિખારવા માટે તેની સાથે લાઇટ બ્લ્યુ રંગનું જીન્સ અને સ્લીવલેસ ટોપ વઘુ શોભશે. તેની સાથે બ્લેક ગોગલ્સ સ્માર્ટ લુક આપે છે.
કોરલ નેઇલપેન્ટ
મેટ કલર્સના નેઇલપેન્ટ લગાડનારી મહિલા શાંત તથા સોમ્ય સ્વભાવની હોય છે. તે મોટેભાગે તે પોતાની દુનિયામાં જ ખોવાયેલી રહે છે. તે દરેક કામ પોતાની મરજી મુજબ કરવાનું પસંદ કરે છે.
સ્ટાઇલિશ ટિપ
મેટ નેઇલપેન્ટ લાથે શોર્ટ સ્કર્ટ તથા લોંગ ફ્રોક ઉત્તમ પોશાક છે. તેની સાથે ચટક રંગનો સ્ટોલ પણ રાખી શકાય.
લીલો નેઇલપેન્ટ
આ રંગને પસંદ કરનારી મહિલાને જંિદગી પ્રત્યે અતિશય પ્રેમ હોય છે. તે દરેક પળને ઝંિદાદિલીથી માણે છે. લોકોમાં જલદી હળીભળી જાય છે અને રોજ નવા મિત્રો બનાવે છે. તે વ્યવહારકુશળ હોય છે.
સ્ટાઇલિશ ટિપ
ગ્રીન નેઇલપેન્ટનો ઉપયોગ ઓફિસમાં ન કરવો નહીં તો તમારી પર્સનાલિટિને ગંભીરતાથી નહીં લેવામાં આવે.કલાત્મક ફીલ્ડવાળા નિયમિત લગાડી શકે.
સફેદ નેઇલપેન્ટ
નખ રંગવા આ રંગ પસંદ કરનારી યુવતી સંકુચિત વિચારસરણી ધરાવતી હોય છે. તે જલદી કોઇને પણ પોતાના જીવનમાં દાખલ થવા દેતી નથી તેમજ નવા સંબંધો બનાવવામાં પણ તેને ઘણો સમય લાગે છે. આવી મહિલાઓ પર્ફેકશનિસ્ટ હોય છે.
સ્ટાઇીલિશ ટિપ
સફેદ રંગના નેઇલ પોલીશથી પગ કાળા દેખાય છે. તેથી આ રંગને પગના નખ પર ન લગાડવું. જો લગાડવું જરૂરી જ હોય તો લગાડતા પહેલા પેડિક્યોર કરવું.
લાલ નેઇલપોલીશ
લાલ રંગનું નેઇલપોલીશ લગાડનાર મહિલાનો સ્વભાવ રોમેન્ટિક હોય છે.તેનેે મહિલાઓ કરતાં પુરુષો સાથે વાતચીત કરવામાં વઘુ રૂચિ હોય છે. આવી મહિલાઓ વઘુ સ્વતંત્ર તથા ખુલા વિચાર ધરાવનારી હોય છે. અન તે જીવનમાં આવતા પડકારોનો સામનો કરનારી હોય છે.
સ્ટાઇલિશ ટિપ
આ નેઇલપેઇન્ટનો નિયમિત રીતે ઉપયોગ કરી શકાય છે. આ રંગની ચમક બરકરાર રાખવા તેના પર રોજ શાઇનર લગાડવું જરૂરી છે.
બ્લ્યુ નેઇલપોલીશ
બાળમિજાજ ધરાવનાર મહિલાઓનો આ રંગ પસંદગીનો છે. તે પોતાના દરેક દિવસને એક નવી શરૂઆત તરીકે લે છે.આ માનુનીઓનું મન હંમેશા યુવાન રહે છે.
સ્ટાઇલિશ ટિપ
બ્લ્યુ રંગે રંગેલા પગના નખને વઘુ આકર્ષક દેખાડવા સફેદ રંગના જૂતા પહેરવા.
પર્પલ નેઇલપોલીશ
પર્પલ નેઇલપોલીશ લગાડનારી મહિલાના જીવનમાં વૈભવનું મહત્વ વઘુ હોય છે. કોર્પોરેટ જગતની મોટા ભાગની મહિલાઓ આ રંગ લગાડવાનું પસંદ કરે છે.
સ્ટાઇલિશ ટિપ
આ રંગના નેઇલપોલીશ સાથે પર્પલ ગોગલ્સ સેલિબ્રિટી જેવો લુક આપશે.
દિજીતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved