Last Update : 14-August-2012, Tuesday

 
પત્ની ને રાજી કેમ રાખવી?
 

કેટલીક પત્નીઓ પિયરની બદલાયેલી નીતિના કારણે ત્યાં વઘુ દિવસ રહેતી નથી, પરંતુ જો તેની પર્સ સો સો અને પાંચસોની નોટોથી ઊભરાતી હોય, તો તેનું સ્થાન ત્યાં માનપૂર્વક જળવાઈ રહે છે. પિયરિયાં તેનો હસ્તક્ષેપ સહન કરે છે અને તેનાં નખરાં આખી પોળ સદ્‌ભાવપૂર્વક નિભાવે છે.
એટલે પત્નીથી બચવા માટે પતિએ ભલે લોન લેવી પડે, ચોરી કરવી પડે કે દેવું કરવું પડે, પરંતુ પત્નીની પર્સમાં ખાસ્સા પૈસા ભરી જ આપવા. તેની સામે તમને ઘણા લાભ થશે. જેમ કે, તમારો વટ પડશે કે આ જીજાજી દહેજ ન લેવા છતાં આટલા પૈસાપાત્ર કેવી રીતે થઈ ગયા? તમારી પત્નીની બહેનપણીઓ તમને મહાપુરુષ માનશે અને કોઈક તમને મળવા તલપાપડ થઈ જશે, તો કોઈક વળી મળવાય આવશે.
પિયર જઈને ત્યાંની બજારમાં અક્કડ થઈને ચાલતી, દુકાને-દુકાને ખરીદી કરતી પત્નીઓ, બંને કુટુંબોનું નામ રોશન કરે છે. તે પિયર જઈને પતિનાં વખાણ કરે છે, પછી ભલે તે પોતે પતિને ‘પોપટલાલ’ માનતી હોય.
પ્રેમિકાના વિરહમાં જ્યાં પ્રેમી તડપી તડપીને ઝૂરી મરે છે, ત્યાં પત્નીની ગેરહાજરીમાં પતિ તગડો ટેટા જેવો બની જાય છે. આ સનાતન અન સર્વવ્યાપી સત્ય છે અને તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી. જોકે, આ શરીર તગડું હોય તો તે પત્નીના જ કામમાં આવવાનું છે, એટલે આ લેખને કોઈ કાવતરું માનવાની ભૂલ કરવાને બદલે છૂટા હાથની સ્ત્રીઓને તો ખરેખર આનંદ જ થવો જોઈએ. હવે સમય આવી ગયો છે મુક્તિના અનુભવનો. પહેલાં પત્ની બિચારી ગુલામ હતી અને પતિ ‘પરમેશ્વર’ થઈને ફરતો. તે પોતાના પદ પરથી એક ઈંચ પણ નીચે ઉતરતો નહોતો.
દુઃખની વાત છે કે આપણે પતિઓના બચાવની વાતો કરતાં પત્નીઓની વાતો કરવા માંડ્યા. એમાં અમારો કોઈ વાંક નથી, કારણ કે આ બંને વચ્ચેનો તફાવત ક્યારેક ગૌણ બની જાય છે. પત્નીની સલાહ લીધા વગર પતિને ખરેખર તો કશો લાભ થતો જ નથી. ચાલો, હવે બીજા થોડા ઉપાય જોઈએ.
જ્યારે પણ પત્નીથી સ્વબચાવ કરવો હોય, ત્યારે પત્નીને જે વઘુ પસંદ હોય, તે કામ કરવાનું શરૂ કરો. જે કામ તેને પસંદ હોય તે તમને પણ ગમતું હોય, તો તે સહન નહીં કરી શકે. જેમ કે જો તે કહે કે તેની નાની બહેન ખૂબ જ સારી છે, તો તમે પણ ૧૫-૨૦ દાખલા આપીને સાબિત કરો કે તે ખૂબ જ સારી છે, ભલી છે, તમને બહુ જ પ્રેમપૂર્વક સાચવે છે અને તમે એને ખૂબ સારા લાગો છો. જો પત્ની કહે કે તેની એક બહેનપણી બહુ જ રૂપાળી છે, તો તમે કહો કે તમે પણ એ બહેનપણીના ગુણોની મનોમન ખૂબ પ્રશંસા કરો છો. તમારા આ વ્યવહારથી તમારી પત્ની ગુસ્સે થશે અન ેતેનું મન વ્યથિત થશે. તે તમારાથી દૂરદૂર રહેશે. તમે વારંવાર પૂછો કે, ‘‘શું થયું?’’ તે વારંવાર ‘‘કશું નહીં’’ કહીને તમારાથી દૂર રહેશે. તે આમતેમ પાડોશીઓ સાથે વઘુ સમય વિતાવશે. એટલામાં તમે કોઈ પણ પ્રકારની ખટપટ વિના તમામ વાસણ અને કપડાં ધોઈને આનંદપૂર્વક રહી શકો છો. એકલો તો મરદ માણસ ચંદ્ર પર પણ જઈ આવી શકે છે.
પતિએ ભૂલમાં પણ પત્નીને અહીંતહીં જતી રોકવી નહીં. તેથી ઘરમાં શાંતિ રહેશે. પત્નીની શક્તિઓ આમતેમ નહીં વેડફાય, તો પછી તે સમગ્ર શક્તિનો ઉપયોગ કરી વીજળીની જેમ પતિ પર તૂટી પડશે. તે ઘરમાં રહેશે, તો તેનું મૌન તમે સહન નહીં કરી શકો.
પત્નીઓ કંઈ પણ કર્યા વિના જ હંિસા પણ આચરી શકે છે. વેલણ કે ડંડો તો જૂના જમાનાની પત્નીઓ ઉપાડતી હતી. આજકાલની પત્નીઓ ચૂપચાપ બેસીને પતિનું ગળું દબાવે છે.
બીજાના ઘરે એશઆરામ અન સુશોભનની સામગ્રી જોેઈને તે પોતાના ઘેર પણ બઘું રાચરચીલું બનાવવા માગશે. તે તાજમહેલ બનાવવા ઇચ્છે તોય સંમતિ આપજો. જગ્યાની શોધ આરંભો. જૂના તર્ક ન કહેશો કે, ‘‘તું મુમતાઝની જેમ મરે, પછીની વાત છેને?’’ એવું દુઃખ પણ ન દર્શાવશો કે, ‘‘એક શહેનશાહે તાજમહેલ બનાવીને, અમારી ગરીબોની મુહબ્બતની મજાક ઉડાવી છે.’’
તમે ફક્ત ‘‘હા... હા...’’ જ કરો. જે કંઈ પત્ની ખરીદવા, બનાવવા કે તોડવા ઇચ્છે, તેને તમે ઉત્સાહપૂર્વક ટેકો આપો, પૈસા આપો. તેનાથી તમે થોડા જ દિવસમાં રોડપતિ થઈ જશો. સંબંધીઓ પણ તમને ધિક્કારશે. એક તરફ તમે ને બીજી તરફ દુનિયા, બધાં તમને ફાવે તેમ કહેશે ને તમે સાંભળ્યા જ કરશો. અંતે તો તે પત્ની જ તમને છોડીને ક્યાંક જતી રહેશે અથવા તેનામાં થોડી સદબુદ્ધિ આવશે, તેથી કંગાળ હાલતમાં પણ તમે સુખથી રહેશો, એટલે છેવટે બંને બાજુ લાભ તો તમને જ છે.
જેને પોતાની પત્ની સાથે હોય છે, તેને દુનિયાની બીજી કોઈ વસ્તુનું દુઃખ કે મુસીબતનો ભય અસર કરતો નથી. પત્નીથી વઘુ કંઈ ખોવા જેવું હોતું નથી અને આ પત્ની છે, જે ક્યાંય ખોવાતી નથી, ખોવાય તોયે વારંવાર પાછી મળી આવે છે. જોકે ખરેખર તો તે બિચારી તમારું શું ખાઈ જવાની હતી? તેના માટે તમે તો છો જ, પરંતુ તમારા માટે તે નથી હોતી. તે તમારી સાથે ખુશ રહેવા ઇચ્છે છે, એ જ કારણે તમે નાખુશી અનુભવો છો. તમે તેના વિના જીવી શકતા નથી, તમે તેની સાથે પણ જીવતા રહી શકતા નથી અને એટલે જ તો તમારા બચાવ માટેના ઉપાય અમે બતાવીએ છીએ. જે રીતે લોકો સાચું બોલીને પ્રગતિ કરે છે, એ જ રીતે પતિ-પત્ની જૂઠું બોલીને એકબીજાંને માટે લાયક બને છે. પત્ની જ્યારે પણ પૂછે કે, ‘‘શું તમે મને પ્રેમ કરો છો?’’ તો ક્યારેય સાચું ન બોલશો, ‘‘પત્નીને નહીં, તો શું પ્રેમિકાને પ્રેમ કરું?’’ એમ પણ બોલો કે, ‘‘શું કોઈ બીજી સાથે પ્રેમ શક્ય છે?’’ લગ્ન પહેલાં તમે કોઈ ભોળી છોકરી સાથે સાચો છતાં લગ્નબંધન વિનાનો પ્રેમ કરી બેઠા હો અને તમારી પત્નીને તેની ખબર પડી જાય, તો તેનો હાથ તમારા હાથમાં લઈને કહેજો કે, ‘‘એ બઘું તો ભૂલમાં થઈ ગયું.’’
પત્નીઓ સાચું-જૂઠું કે ખોટા-ખરાની વાતોમાં નથી પડતી. તેમને તો જે સારું લાગે, તે સાચું. એટલે તમે તેની સામે જ પેલી છોકરીને ગાળો આપો, એટલે ખુશ. તમારી પત્નીને કહો કે, ‘‘જ્યારે તારા કરતાં સારી અને મને ગમતી કોઈ છોકરી જ નથી, પછી એ કેમ બની શકે?’’
જો પતિ પોતાની પત્ની સાથે વાતવાતમાં ખૂબ પ્રેમ બતાવે, તો તેના પર તે શંકા નથી કરતી અને નિરીક્ષકો પણ નથી ગોઠવતી. તેથી પતિ ઘરની બહાર ફરી શકે છે અને પત્નીથી બચી પણ શકે છે. પાછા આવતી વખતે ભેટ કે પ્રેમ દર્શાવવાની કોઈ વસ્તુ લાવવાનું ભૂલશો નહીં ને સાથે સાથે પ્રેમનાં બે મઘુર ગીત ગાવાનું પણ ભૂલશો નહીં.
જે પતિને રોજ ઘેર જ રહેવું પડતું હોય, તેણે પત્નીની પાછળ પાછળ જ ફરવું જોઈએ. જ્યારે પણ તક મળે તેને ઝડપી લો. ભાઈ, પત્ની છે, કોઈ પારકી તો નથી, એટલે વિશ્વામિત્ર જેવું બની જવાનો સંભવ નથી. પ્રેમ કરો. તેના ગળામાં હાથ નાખીને આ મહામાયાને ચાહનારા આપણે મૂર્ખ છીએ એમ લાગે તો પણ ગધેડાની જેમ બોલો, ‘‘આઈ લવ યુ.’’ તેનાં લટિયાંને રમાડો, આંખો સામે તાકી રહો અને લાગ મળે તો બે-ચાર ઇલુ-ઇલુ ભેટમાં આપો.
જ્યાં સુધી મગજ ફરી ગયું ન હોય, ત્યાં સુધી કોઈ પણ પત્ની તેના પતિ તરફથી પ્રેમી જેવા વર્તનની અપેક્ષા નથી રાખતી. તમારી પત્ની તમારાથી કંટાળી જાય, ત્યાં સુધી પ્રેમ કર્યા જ કરો, એટલે આપોઆપ એ દૂર ભાગશે.
કામધંધો છોડીને બસ મજનૂની જેમ તેની પાછળ પાગલ બની જાવ. તે પોતે જો પાગલ નહીં હોય, તો તમને પાગલ સમજવા માંડશે. તે તમારા ઇલાજ માટે હકીમો, ડોક્ટરો, ભૂવા, જંતર-મંતરવાળા, કંઈકની મદદ લેશે. તમે તે તમામથી ગભરાયા વગર ‘પત્ની... પત્ની’ના જાપ જપો અને ગાવ... ‘‘તેરા પીછાના મેં છોડૂંગા સોણીએ.’’
બધા ભેગા થઈને ટપટપ રડશે, તમને પકડીને ગાંડાના દવાખાનામાં ભરતી કરી દેશે. સાચા પ્રેમીનું આમ જ થાય છે. તમે તો માત્ર પત્ની જ નહીં, પત્નીવ્રતાઓથી પણ બચી જશો અને ગાંડાના દવાખાનામાં આરામપૂર્વક મુક્તિનો અનુભવ કરશો. જ્યારે મરજી થાય ત્યારે સુધરીને એટલે કે સ્વસ્થ હોવાનું નાટક કરીને પત્ની સાથે રહેજો. વળી, જ્યારે એનાથી બચવું હોય, ત્યારે મજનૂ બનીને ફરી મેન્ટલ હોસ્પિટલમાં જતા રહેજો. આ ઉત્તમ ઉપાય છે, પંિડ છોડાવવાનો.
સવિતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved