Last Update : 14-August-2012, Tuesday

 
નેચરલ પ્લાન્ટ અપનાવો
 

આર્ટિફિશિયલ પ્લાન્ટ્‌સ, જાળવણીને હિસાબે સહેલા પડે. પરંતુ એ વાસ્તવિક્તાની ઉપેક્ષા કરવા જેવી નથી કે, જીવંત કુદરતી છોડ (પ્લાન્ટ) તમારી જેમ જ તમારી સાથે શ્વસે છે અને પરિવારના સ્વાસ્થ્યને ઉપકારક એવા માઇક્રોક્લાઇમેટ (આંતરિક સૂક્ષ્મ આબોહવા)ના સર્જનમાં સહાયક બને છે.
ગગનચૂંબી સ્ક્રાયસ્ક્રેપરના આ સમયમાં મોટેભાગે, ખાસ તો મુંબઈ જેવા મેટ્રોમાં અડોઅડ ઊભેલાં બિલ્ડંિગોમાં કુદરતી સૂર્ય પ્રકાશનો માણસને હરિયાળી સહજપણે ગમે છે. કુદરતી લીલા છોડની માવજતમાં સૂર્યપ્રકાશનો લાભ બહુ ઓછો મળતો હોય છે. આને લીધે હરિયાળી જેવા લીલા રંગવાળા આર્ટિફિશિયલ પ્લાન્ટ લોકો પોતાના ડ્રોઇંગરૂમમાં ગોઠવી દઈ આંખને શીતળતા આપવાનો અને સુશોભન એમ એક કાંકરે બે પક્ષી મારવાનો ઉદ્દેશ પાર પાડે છે.
પરંતુ હકીકત તો એ છે કે, આર્ટિફિશિયલ પ્લાન્ટ સુશોભનથી વિશેષ કાંઈ નથી. જ્યારે ડ્રોઇંગરૂમમાં મુકાયેલા કુદરતી લીલા છોડ સ્વાસ્થ્ય માટે ઉપકારક એવા વાતાવરણના સર્જનમાં મદદરૂપ બને છે. જેની જાળવણીમાં જરૂરી છે વખતો વખત યોગ્ય પ્રમાણમાં ખાતર-પાણી અને પૂરતો સૂર્યપ્રકાશ. સૂર્યના કુમળા કિરણો જેમ આપણે માટે જરૂરી તેમ હરિયાળા કુદરતી છોડને પણ જીવતો રાખવા માટે અનિવાર્ય પોષકત્ત્વોનું કામ કરે છે.
કુદરતી છોડ માટે સૂર્યપ્રકાશ ન તો જરૂરિયાત કરતાં વઘુ હોવો જોઈએ, ન ઓછો. એ જ પ્રમાણે ન તો આકરો સૂર્યપ્રકાશ હોવો જોઈએ કે ન જરૂર કરતાં વઘુ કૂણો સૂર્યપ્રકાશ પણ કુદરતી છોડને જીવતા રાખવા દરેક વખતે જરૂરી નથી. ક્યારેક પ્રત્યક્ષ કૂણા સૂર્યપ્રકાશને બદલે છાંયડામાં ગોઠવાયેલા પ્લાન્ટને સૂક્ષ્મ કિરણો મળતાં રહે તો પણ પ્લાન્ટ જીવતો રહી શકે છે, અને આપણા શ્વાસમાં લેવાતી તાજી હવાના સર્જનમાં સહાયક બને છ.ે
આ માટે જરૂરી છે કુદરતી છોડની સુયોગ્ય સ્થળે ગોઠવણી અને એમાંથી જન્મ થયો લેન્ડસ્કેપ આર્કિટેક્ચરનો. પરિણામે, કોઇપણ બિલ્ડંિગના નિર્માણની સાથોસાથ લેન્ડસ્કેપ અને પર્યાવરણીય (એન્વાયરમેન્ટ) પાસાંનો પણ વિચાર થવા લાગ્યો.
લેન્ડસ્કેપ આર્કિટેક્ટ એ પ્રકારના પ્લાન્ટ્‌સ પસંદ કરશે, જે છાંયડામાં પણ ઉછરવાની ક્ષમતા ધરાવતા હોય. આમાંના કેટલાક પ્લાન્ટ્‌સ જંગલોમાંથી લવાતી વિશિષ્ટ વરાયટી હોય છે. કેટલાક એમેઝોનિઅન જંગલની ઉપજ હોય છે. જ્યાં પ્લાન્ટના વિકાસ દરમ્યાન સૂર્યપ્રકાશ પહોંચી જ નથી શકતો. એટલે કે આ પ્રકારના પ્લાન્ટ્‌સ આકરો પ્રકાશ કે ગરમી સહન નથી કરી શકતા. અને આવા પ્લાન્ટ્‌સને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈને ગોઠવવાના હોય ત્યારે એમના પર સૂર્યપ્રકાશ ન પડે એ માટે એમને વૃક્ષની નીચે (જ્યાં સહેજ પણ સૂર્યનો તાપ ન અડે એવી રીતે) મૂકી રાખવા સલાહભર્યું છે. અને જો થોડી પણ છાંયડાવાળી સ્થિતિમાં એને રાખી શકાતા હોય તો શ્રેષ્ઠ છે. તો એવા પ્લાન્ટને તમારે તમારા ડ્રોઇંગરૂમ કે પરિસર (જેમ કે, ઓસરી)ની બહાર વૃક્ષ નીચે કે લોન કે ઘાસ હોય ત્યાં પણ મૂકી રાખવાની જરૂર નથી. તમારા રહેઠાણની અંદરની બાજુના પરિસરમાં જો લોન કે ઘાસ હોય તો એની સીધો ઉપરથી નહીં તો બાજુ પરથી પણ કમ-સે કમ ૪થી ૬ કલાક છાંયડો જરૂરી છે.
ઇન્ટિરિયર લેન્ડસ્કેપ માટેના મુખ્ય ત્રણ મંત્ર છે. શ્રેષ્ઠ વોટર-પ્રૂફંિગ,યોગ્ય ડ્રેનેજ સુવિધા અને ભારણરૂપ બાબતો. નાનામાં નાનો વિસ્તાર એટલે કે ૩૦થી ૪૦ ચોરસફૂટમાં પણ ઇન્ટિરીયર લેન્ડસ્કેપ ડિઝાઇનંિગ કરી શકાય છે. મોટે ભાગે આ કોમન એરિયામાં થઈ શકે. ફોર્મલ લીવંિગ, ફેમિલી ડાઇનંિગ કે ફોયર એરિયાઝ, એવા અનેક ઉદાહરણ જોવા મળે છે કે જ્યાં બેડરૂમ સાથે જોડાયેલી વિશાળ બાલ્કનીનું લેન્ડસ્કેપ ઝોનમાં રૂપાંતર થયેલું હોય. કમ સે કમ ૧૦૦ ચોરસ ફૂટની જગ્યા મળતી હોય ત્યારે આ શક્ય છે. ટેરેસ ગાર્ડનની વાત કરીએ તો એમાં માત્ર માટીને કારણે જ ભારણ આવતું હોય છે. પ્લાન્ટ કે ઘાસ ગૌણ બની જાય છે. આ સ્થિતિમાં વૈલ્પિક પ્લાન્ટંિગ માઘ્યમને તમે યોગ્ય ગણી શકો. પશ્ચિમમાં તો હવે લો-વેઇટ પ્લાન્ટંિગ મિડિયમ, કમર્શિયલી ઉપલબ્ધ છે. આ માટીની અવેજીરૂપે હોય છે અને તે ઓછું વજન ધરાવતું જૈવિક કોમ્પોસ્ટ છે. ભારતમાં આપણે આવા વિકલ્પો અપનાવી શકીએ પરંતુ આવાં ઉત્પાદનોનું મોટાપાયે વાણિજ્ય ઉત્પાદન નથી થઈ શકતું. અને મોટે ભાગે સ્ટેટ ઓફ-ધ-આર્ટ નર્સરીઓ દ્વારા જ એની પસંદગી કરવામાં આવે છે. ઇન્ટિરિયર ગાર્ડન્સ માટે લોન કે પ્લાન્ટને ધીરે ધીરે પહોંચતું રહે એવું બાયો કોમ્પોસ્ટ ટાઇપનું ફર્ટિલાઇઝર શ્રેષ્ઠ છે. જે માર્કેટમાં ઉપલબ્ધ પણ હોય છે. અહીં દર્શાવેલી વિવિધ સ્થિતિઓમાં આ એક બહેતર વિકલ્પ છે. જ્યાં સુધી જતું નાશકોને લાગેવળગે છે, લીમડા પર આધારિત એવી ઓર્ગેનિક (જૈવિક) વરાયટી શ્રેષ્ઠ છે. રાસાયાણિક ખાતરોનો જો સ્પ્રે કરો તો ત્યારે જ કરવો. જ્યારે બાળકો અને પાલતું પ્રાણી (જેમ કે કૂતરો, બિલાડી, સસલું, બકરી વગેરે) એ વિસ્તારથી દૂર હોય, અને એકવાર એવા ખાતરનો સ્પ્રે કરો પછી તરત જ પ્લાન્ટ્‌સને પાણીથી તરબોળ કરી દેવા જરૂરી છે. જેથી અશુદ્ધિઓને નિવારી શકાય. અન્ય કોઈ પણ પ્રકારનો ગાર્ડન હોય તો એ માટે ઉપરની સપાટી પરની માટી વખતોવખત ફેરબદલ કરતાં રહેવું અને માટીનાં સમગ્ર મિશ્રણને પાંચ કે છ વર્ષે એકવાર બદલી નાખવું જરૂરી છે.
હવે કદાચ આપ જાણી શક્યા હશો કે, જાળવણીમાં સરળ હોવા છતાં આર્ટિફિશિયલ પ્લાન્ટની કુદરતી પ્લાન્ટને મુકાબલે થેરેપેટિક વેલ્યુ નથી. કુદરતી પ્લાન્ટ માત્ર તમારા નિવાસ-પરિરસરમાં લીલો રંગ જ નથી ઉમેરતાં, તેઓ શ્વસે છે. અને આપને માટે ઉપકારક માઇક્રો ક્લાઇમેટના સર્જનમાં સહાય કરે છે.
નયના

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved