Last Update : 14-August-2012, Tuesday

 

કડવો પણ લાભકારી લીમડો

 

લીમડો એક એવું વૃક્ષ છે જેના દરેક ભાગનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. તે રક્તશોધક અને ત્વચા રોગનાશક છે. લીમડામાં કીટાણુનાશક તત્વ છે. લીમડાના ફૂલનો અર્ક રક્તની કમી, કૃમિ, ફોડલા-ફોડલી તથા કૃષ્ઠ રોગથી છૂટકારો આપવામાં લાભદાયક છે. લીમડાના ફૂલનો કાઢો બનાવી પીવાથી દાંત તથા પેઢા મજબૂત થાય છે.
ઘરગથ્થુ ઉપાય
કમળો
લીમડાના ૪૦ થી ૫૦ કોમળ પાન લઇ તેને ઝીણા વાટી એક ગ્લાસ પાણીમાં ઉકાળવા. પા ભાગ જેટલું પાણી રહી જાય ત્યારે તેને ગાળી તેમાં એક ચમચો મધ ભેળવી સવાર-સાંજ સેવન કરવું.
ખંજવાળ
લીમડાના ઉકાળેલા પાણીથી સ્નાન કરવું.
કાનમાં ઘા થવો
લીમડાના તેલમાં મધ ભેળવવું. રૂના પૂમડાને આ મિશ્રણમાં ભેળવી કાનમાં રાખવું. આમ કરવાથી કાનની સફાઇની સાથેસાથે કાનમાં જખમ થવો હોય તો તે પણ રુઝાય છે.
કીડનીની પથરી
બે ગ્રામ લીમડાના પાનની રાખનું સેવન કરવાથી કીડનીની પથરી ગળીને નીકળી જાય છે.
શ્વેત પ્રદર
લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેમાં થોડી ફટકડી નાખી ભેળવી દેવું. આ પાણીથી યોનિ સાફ કરવી.શ્વેત પ્રદરની તકલીફ ગમે તેટલી જૂની હશે તો પણ આરામ અવશ્ય મળશે.
મેલેરિયા
૨૦ લીમડાન ાપાન, અડધી ચમચી સૂંઠ, એક ચમચો ધાણાનો પાવડર અને ૨૦ તુલસીના પાનને એક ગ્લાસમાં ભેળવી કાઢો બનાવવો. પાણી પા ભાગ જેટલું રહી જાય પછી આંચ પરથી નીચે ઉતારી ગાળીને પીવું.
એક્ઝિમા
લોખંડીના કઢાઇમાં ૨૫૦ મિ.લી. સરસવનું તેલ ગરમ કરવું. તેલ ઉકળે એટલે તેમાં ૫૦ ગ્રામ જેટલી લીમડાની કૂમળી કૂપણો નાખવી. કૂંપણ કાળી પડે કે કઢાઇને તરત આંચ પરથી નીચે ઉતારી લેવી. દિવસમાં ત્રણ-ચાર વખત એક્ઝિમા પર લેપ કરવાથી ફાયદો થાય છે.
પેઢાની સમસ્યા
લીમડાના દાતણ ફાયદાકારક સાબિત થયું છે. લીમડાની છાલમાં એવા ગુણ છે જે દાંત તથા પેઢામાં બેકટેરિયા થવા નથી દેતા. જેથી દાંત તથા પેઢા મજબૂત રહે છે.
જૂં
લીમડાની લંિબોડીઓને કૂટી-વાટી વાળમાં લગાડવાથી જૂંનો નાશ થાય છે.
મીનાક્ષી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved