Last Update : 14-August-2012, Tuesday

 
વર્ષાઋતુમાં સ્વાસ્થ્યની સારસંભાળના સરળ ઉપાય
 

અનુસારનું ખાનપાન આપણને સ્વસ્થ રાખે છે. કઈ મોસમમાં કેવા પ્રકારનો આહાર લેવો તે આજે જંકફૂડના સમયમાં લગભગ વીસરાઈ ગયું છે. આપણા વડિલો ૮૦-૯૦ વર્ષની ઉંમર સુધી સ્વસ્થ રહેતા તેનું મૂળ કારણ તેમનું ૠતુ મજબનું ખાનપાન હતું. વળી ચોમાસું બેસે એટલે ઈન્ફેક્શન, એલર્જી, શરદી, કફ, પેટને લગતી વ્યાધિઓ, ત્વચાને લગતી સમસ્યા, મેલેરિયા કે કમળો થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. હકીકતમાં વાત્ત, પિત્ત અને કફનું અસંતુલન આપણા આરોગ્ય પર અસર કરે છે. જો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતી નાની નાની બાબતોની કાળજી કરવામાં આવે તો આ બધી બીમારીઓને દૂર રાખી શકાય છે.
નિષ્ણાતો કહે છે કે વરસાદની મોસમમાં મઘુર, અમ્લ અને લવણ રસવાળા પદાર્થોનું સેવન કરવાથી વાત દોષનું શમન થાય છે. આ દિવસોમાં આપણે સાદો, સુપાચ્ય અને તેલ-મસાલા વિનાનો ખોરાક લેવો જોઈએ. આહારમાં ફુદીના, લીંબુ, ખજૂર, લાલ, ચોખા, મગ અને ઘઉં જેવા સુપાચ્ય પદાર્થો લેવા સલાહભર્યા છે.
મધ, વાત, પિત્ત, કફ ત્રણે દોષોનો નાશ કરે છે. તેથી આ દિવસોમાં મધનો વપરાશ વઘુ કરવો, તેને ફળો કે રોટલી સાથે પણ લઈ શકાય. મધ રોગપ્રતિકારક શક્તિમાં વૃઘ્ધિ કરે છે તેમ જ આ દિવસોમાં થતા અજીર્ણ, થાક, મંદાગ્નિ, વાયુ જેવા વિકારોથી બચાવે છે.
ચોમાસામાં ગુમડા નીકળવાની ભીતિ વઘુ રહે છે. જો ફોડી કે ગુમડું નીકળે તો પીપળાના કોમળ પાન પર ઘી લગાવી તેને નવશેક કરીને ગુમડા પર બાંધી દો. લીમડાના પાન પીસીને ફોડી-ગુમડા પર લગાવવાથી પણ રાહત મળે છે.
મોટા ભાગે શહેરોમાં થોડો વરસાદ પડતાં જ રસ્તામાં પાણી ભરાઈ જાય છે. આ પાણી એટલું દૂષિત હોય છે કે તેમાં ચાલવાથી પગમાં ખંજવાળ આવવી કે લાલ ચકામાં પડી જવા જેવી સમસ્યા પેદા થાય છે. આવી સ્થિતિમાં ઘરે પહોંચ્યા પછી સ્નાન કરતી વખતે પગને એન્ટિસેપ્ટિક સાબુ વડે સારી રીતે ધોઈને કોરા કરી લો. ત્યારબાદ કપૂર અને તલના તેલને હુંફાળું ગરમ કરી પગ અને પગની આંગળીઓ વચ્ચે સારી રીતે લગાવો, પરંતુ જો આખા શરીરે ખંજવાળ આવતી હોય તો પાણીમાં લીમડાના પાન નાખીને પાણીને ઉકાળી લો. આ પાણીથી નહાવાથી ખંજવાળથી છૂટકારો મળે છે.
જો આહાર પચે નહીં અને ઝાડા થાય તો બિલ્લિનો મુરબ્બો અકસીર પુરવાર થાય છે.
શરીરમાં વાત-પિત્ત વધી જાય તો હરડે ચૂર્ણમાં ગોળ અથવા સાકર ભેળવીને તેનું સેવન કરવું.
ભીના અથવા સુકા, કોઈપણ જાતના ખરજવાને દૂર કરવા આમળાને બીને બાળીને તેની ભસ્મ બનાવવી. તેમાં નાળિયેર તેલ નાખી તેનું મલમ બનાવો. ખરજવા પર આ મલમ લગાવવાથી રાહત મળે છે.
નાની હરડેને શેકીને તેમાં સંચળ નાખીને લેવાથી અજીર્ણમાં આરામ મળે છે.
વરસાદના દિવસોમાં દરરોજ ખાલી પેટે ૩૦ થી ૪૦ ગ્રામ તલ ચાવીને ઉપરથી સાદુ પાણી પીવાથી વાયુનું શમન થાય છે. તેવી જ રીતે પેટની વ્યાધિથી બચવા નિયમિત રીતે આદુ, લસણ, લીલા મરચાં અને લીંબુનો વપરાશ કરવો.
પેટ ભારે લાગતું હોય તો શંખવટી, શંખભસ્મ, અજમોદા ચૂર્ણ, હંિગવાશ્ટક ચૂર્ણ, ત્રિકૂટ ચૂર્ણ વગેરેનો વપરાશ રાહત આપે છે. જ્યારે પાચન વિકારમાં દશમૂલારિષ્ટ, કુટજારિષ્ટ અને કુમારીઆસવનું સેવન હિતકારી પુરવાર થાય છે. ભોજન પછી બેથી ત્રણ ચમચી જેટલી ઔષધિમાં તેેટલું જ પાણી ભેળવીને લેવાથી પાચનની સમસ્યા દૂર થાય છે.
લીંબુ આમ્લપિત્ત નાશક છે તેથી ભોજનથી અડધા કલાક પહેલાં લીંબુ-સાકર નાખેલું શરબત ફાયદાકારક રહે છે. ભૂલેચૂકેય ભોેજન લીધા પછી લીંબુનું પાણી ન પીવું. તેનાથી વિપરીત અસર થાય છે.
ચોમસામાં પાણી વધારે પ્રમાણમાં દૂષિત હોવાથી તે ઉકાળીને જ પીવું. જો પાણી ડોહળું હોય તો તેમાં ફટકડીને ત્રણથી ચાર વખત ફેરવીને મૂકી દેવું. આમ કરવાથી પાણીમાં રહેલો મેલ નીચે બેસી જશે. ત્યારબાદ ઉપરનું પાણી ધીમેથી બીજા વાસણમાં ઠાલવીને તેનો વપરાશ કરવો.
વર્ષા ૠતુમાં મેલેરિયા થવાનો ડર વઘુ હોવાથી ઘરની આજુબાજુ પાણીના ખોબાચિયા ન ભરાય તેનું ઘ્યાન રાખો. મચ્છરોથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર દૂર રાખવા લીમડાના પાનનો ઘૂમાડો કરો. આ સિવાય તુલસીના ત્રણથી ચાર પાનને પાણીમાં ઉકાળીને આ પાણી પીવાથી મેલેરિયા અને ક્ષયના રોગાણુંઓનું શમન થાય છે.
તેવી જ રીતે શરદી-ખાંસી જેવી સમસ્યામાં તુલસી અને આદુના રસને મધમાં ભેળવીને દિવસમાં ત્રણ વખત લેવાથી ફાયદો થાય છે.
આ દિવસોમાં દિવસ દરમિયાન ન સુવું. તેવી જ રીતે વાદળછાયા દિવસે કબજિયાત દૂર કરવા જુલાબની ગોળી ન લેવી. બજારમાં મળતા ખુલ્લા પદાર્થો ખાવાની લાલચ પર લગામ તાણો. વરસતા વરસાદમાં ગલીના નાકે મળતા કાંદાના ગરમાગરમ ભજિયાં પેટમાં ગરબડ પેદા કરશે.
વરસાદના દિવસોમાં ભીંડા, પરવળ, રીંગણા, દૂધી, તુરિયા જેવા શાકભાજીનું સેવન કરવું. આ બધા શાકમાં પરવળ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જ્યારે ફળોમાં જાંબુ અને આંબા સર્વોત્તમ ગણાય છે. આંબા આંતરડાને શક્તિશાળી બનાવે છે. આંબાનો રસ ચુસવાથી તે સહેલાઈથી પચી જાય છે અને વાયુ તેમ જ પિત્તનું શમન કરે છે. જ્યારે જાંબુ પેટની સંખ્યાબંધ વ્યાધિઓમાં ફાયદાકારક પુરવાર થાય છે.
ઈશિતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved