Last Update : 14-August-2012, Tuesday

 
છૂટાછેડા કેમ વધી રહ્યા છે?
 

પરસ્પર આકર્ષણને ‘પ્રેમ’માની લેવાનો ભ્રમ, ઝટ ઝટ બઘું મેળવી લેવાની
ઝંખના, સમર્પણ અને સમાધાની વૃત્તિનો અભાવ ‘દામ્પત્ય’માં દરાર પાડે છે
તલાકનું વધતું ચલણ સામાજિક તાણાવાણાને પોલા કરી નાખે છે. તલાક લેનાર માતાપિતાનાં બાળકોની જે અવદશા થાય છે એ કોઈથી છૂપી નથી. નાની નાની વાતોથી શરૂ થઈ જતી ચડભડ ક્યારે તલાક સુધી પહોંચી જાય છે એ પતિ-પત્ની જાતે પણ સમજી નથી શકતા. કેટલું સારું થાય જો પરસ્પર સંબંધોનો પ્રેમ એ રીતે સીંચવવામાં આવે કે છૂટા થવાની કોઈ ગુંજાઈશ જ ન રહે.
ભારતીય અદાલતોમાં રોજેરોજ તલાકની અરજીની સંખ્યામાં થઈ રહેલી વૃદ્ધિ એ વાતનો સંકેત આપે છે કે પતિ-પત્નીના સંબંધો હવે અન્યના મોહતાજ બની ગયા છે. એટલે જ તેઓ પરસ્પરના ઝઘડા સ્વયં નથી ઉકેલી શકતા અને અદાલતનો આશ્રય લે છે. એક અનુમાન અનુસાર દર વર્ષે તલાકની ૧૦ હજાર અરજીઓ રજૂ કરવામાં આવે છે. એનો દૈનિક આંકડો ૨૫ નો છે. આ પરિસ્થિતિ ખરેખર ચંિતાજનક છે.
આમ ઊંડાણપૂર્વક જોવા જઈએ તો એવી બહુ જૂજ ઘટના હશે, જેમાં તલાક માગવાનુ ંકારણ બહુ મોટું હોય. અપવાદરૂપ કેટલીક ઘટનાઓ છોડી દઈએ તો ઘણીવાર પતિ-પત્નીનો અહં પરસ્પર અથડાવા લાગે છે. બંનેમાંથી કોઈ પણ નમવા તૈયાર નથી થતું. નાની નાની વાતોને વધારવી એ એવાં દંપતીઓના જીવનમાં સામાન્ય વાત બની જાય છે.
એમાંય જ્યારે પતિ-પત્ની બંને વર્કંિગ હોેય તો પરિસ્થિતિ વઘુ વણસી જાય છે. અહંને કારણે બંને પાસે એટલી સમજ સુદ્ધાં નથી હોતી કે તેઓ પોતાનો પ્રશ્ન પરસ્પર વાતચીત દ્વારા ઉકેલે, નથી તેઓ એકબીજાને સમય ફાળવતાં.
એટલું જ નહીં, અહં એમના પર એટલો બધો છવાઈ જાય છે કે બાળકોની પણ અવગણના કરી દે છે. એમના લડાઈ ઝઘડામાં બાળકોનો વિકાસ કઈ રીતે રૂંધાય છે, એની પણ એમને કોઈ ચંિતા હોતી નથી.
મેળ વગરના લગ્ન
ભલે આજકાલ પેરેન્ટ્‌સ બાળકોની પ્રત્યેક પસંદનાપસંદને ઘ્યાનમાં રાખીને એમને માટે જીવનસાથી પસંદ કરે છે. છોકરા-છોકરીઓ પણ આ મુદ્દે અત્યંત સાવધ રહે છે, છતાં લગ્ન કરવા એ કંઈ સહેલું નથી. અગાઉ જેમ લગ્ન માટે રંગરૂપ, કુંડળી, પૈસા, જાતિ વગેરે જોવામાં આવતા હતાં, પરંતુ આજકાલ છોકરાની સાથે સાથે છોકરીની કારકિર્દી પણ ઘ્યાનમાં લેવામાં આવે છે કે કારણ કે મોટાભાગના છોકરા કમાઉ પત્ની ઈચ્છે છે.
જો કે પેરેન્ટ્‌સ અને યુવાઓની સાવધાની છતાં મેળ વગરનાં લગ્ન થઈ જાય છે. ક્યારેક વળી કરિયર ઓરેિએન્ટેડ છોકરીનાં એવા પરિવારમાં લગ્ન થઈ જાય છે કે જ્યાં વહુઓની કરિયરને કોઈ જ મહત્ત્વ નથી આપતું અને તરફડવા લાગે છે. આવા પરિવારમાં એ નિભાવી નથી શકતી. પતિનો સહકાર પણ ન મળે તો એ કુટુંબમાં રહેવાનું એને માટે મુશ્કેલ બની જાય છે.
પત્ની ફેશનેબલ હોય અને પતિને પહેરવા- ઓઢવાનું પણ ભાન ન હોય તો પણ એ બંને વચ્ચેનો સંબંધ ક્યારેય ઊંડો નથી બની શકતો. એવી અન્ય અનેક બાબતો છે જે એમને એકબીજા સાથે સાંકળી નથી શકતી.
મોટાભાગની પત્નીઓ કમાઉ હોય છે અને તે ઈચ્છતી હોય છે કે પતિ ઘરનાં કામકાજમાં એમને સાથ આપે, પણ પતિ પોતે પુરુષત્વના અહં વચ્ચે એવું નથી કરી શકતો, જેથી ઘરમાં કંકાસની સ્થિતિ નિર્માણ થાય છે. આમાં સંપૂર્ણ દોષનો ટોપલો પત્નીના માથે જ ઢોેળવામાં આવે છે કે એ વર્કીંગ વુમન હોવાને કારણે ઘરનો માહોલ કલુષિત થઈ ગયો છે.
એમાં પરિવારજનોની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. આજે ભલે સામાજિક માળખું બદલાઈ ગયું હોય પણ કેટલાક લોકોની વિચારસરણી હજુ પણ જૂની જ છે. વર્કંિગ બહુ અગર સામાન્ય રીતે પણ કોઈ વાત કહે તો બધાંને ખૂંચે છે. અનેક વર્કંિગ સ્ત્રીઓ પણ એવું વિચારે છે કે એ સ્વયં કમાય છે પછી શા માટે બીજાનો રોફ સહન કરે. અર્થાત્‌ કોઈપણ સંબંધને જાળવી રાખવા માટે જે સૌથી વઘુ આવશ્યક છે એ એડજસ્ટમેન્ટ કરવા કોઈ નથી ઈચ્છતું.
આજનાં પતિપત્ની શિક્ષિત હોવા છતાં સંબંધો નિભાવવાની સમજ ધરાવતાં નથી. કેટલાંક દંપતીઓને તો એટલી યે ખબર નથી હોતી કે સંબંધોેને વઘુ ગાઢ બનાવવા માટે કઈકઈ વાતોની જરૂર પડે છે.
આ સ્થિતિમાં પતિ-પત્ની એકબીજાને સમજી નથી શકતા અથવા એમ કહી શકાય કે સમજવા જ નથી ઈચ્છતાં. બસ સંબંધોને વેંઢારતા જ જાય છે. અને જ્યારે બોજા સહન નથી થતો ત્યારે અદાલતનાં દ્વાર ખખડાવે છે.
આ કેવી વિડંબણા છે કે જજ, જેમને એમની સાથે કોઈ સંબંધ નથી હોતા એમના પણ એવા જ પ્રયાસ રહે છે એમનું ઘર ભાંગતું અટકે. એટલે એમનું કાઉન્સેલંિગ કરાવે છે જેથી તેઓ પોતાના સંબંધ ભાગતાં અટકાવી શકે પણ જે લોકો જાતે જ પોેતાના હાથે પોતાનું ઘર સળગાવે છે એને કોઈ બચાવી નથી શકાતું.
જરા વિચારો
તલાકનો નિર્ણય તો તમે કરી લીધો, કારણ કે તમને લાગે છે કે તમે આ સંબંધોનો બોજ વેંઢારી શકો એમ નથી, પણ શું તમે તલાક પછીની સ્થિતિનો વિચાર કર્યો છે ખરો? અગર ના, તો અવશ્ય એ વિશે વિચારો,.
- મોટે ભાગે ઘરનું વાતાવરણ બગડ્યા પછી જ તલાક જેવા નિર્ણયો લેવાય છે. વાતાવરણ બગડવા પાછળ પતિ-પત્નીની પોતાની જ વિચારસરણી જવાબદાર હોય છે. સહનશક્તિના અભાવને કારણે એમની વચ્ચેની તિરાડ ઊંડી થતી જાય છે અને એ તિરાડને ઊંડી ખાઈ બનાવવાનું કામ કરે છે. ઘરેલુ હંિસા અને દહેજ વિરોધી કાનૂન.
- સમાજમાં જેટલા પરિણીત આત્મહત્યા કરે છે એમાં તલાક લેનારાની સંખ્યા ૧૦ ગણી વઘુ હોય છે. એનું મુખ્ય કારણ એ જ હોય છે કે પ્રત્યેક વ્યક્તિને જીવન વિતાવવા માટે કોઈ સાથીની આવશ્યક્તા હોય છે પણ પછી જ્યારે કોઈ માનવાંછિત સાથી નથી મળી શકતો ત્યારે હતાશાગ્રસ્ત થઈને પોતાનો જીવ આપી દે છે.
- તલાક પછી પાર્ટનરની સારી બાજુઓનું સ્મરણ થવા લાગે છે. પણ ત્યારે કોઈ વિકલ્પ નથી હોતો અને જીવનભર પસ્તાવું પડે છે.
- એકલતામાં જીવન આનંદદાયક નથી રહેતું.
- ફરી લગ્ન થવાનું ઘણું મુશ્કેલ હોય છે. મોટે ભાગે આવા કિસ્સામાં લગ્ન કોઈ તલાકવાળા, વિઘુર કે વિધવા સાથે જ થાય છે. એ વ્યક્તિમાં પણ ઘણાં નેગેટિવ પોઈન્ટ્‌સ હોય છે. તમારે અનેક પ્રકારનાં સમાધાન કરવાં પડે છે. આવાં જ એડજસ્ટમેન્ટ પહેલા લગ્ન સમયે જ કરી લેવાય તો તલાકની નોબત જ ન આવે.
- પ્રથમ લગ્નનો અનુભવ તમને અત્યંત મેચ્યોર્ડ અને સહનશીલ બનાવી દે છે. બનવાજોગ છે કે બીજાં લગ્નમાં તમારે ડગલે ને પગલે સહનશીલતાનો પરિચય આપવો પડે. તો પછી પહેલાં લગ્ન બચાવવા માટે તમે કેવું એવું ન કરી શકો?
- તમે બંને પોેતપોતાના પ્રથમ લગ્નને નિભાવી નથી શક્યાં તોે શું ખાતરી છે કે બીજાં લગ્ન કરવાથી એકબીજા સાથે જીવનભર નિભાવી શકશો. એમાં લગ્ન તૂટવાનું જોખમ તો તોળાયેલું જ રહે છે.
- બાળકોેને પેરેન્ટ્‌સનાં પ્યાર અને રક્ષણની જરૂર હોય છે. જગતભરમાં થયેલા અભ્યાસોથી સિદ્ધ થઈ ગયું છે કે તલાક લેનારાંનાં બાળકોનોે પૂર્ણ વિકાસ નથી થઈ શકતો.
- ક્યારેય કોઈના ઉશ્કેરવાથી તલાકનો નિર્ણય ન લો. યાદ રાખો કે એ લોકો તમારા શુભચંિતક હોઈ જ ન શકે જે તમારા પ્રત્યે હમદર્દી વ્યક્ત કરીને તમને જીવનસાથી વિરુઘ્ધ ભડકાવે છે.
- એવા વકીલો અને પોલીસવાળાથી પણ સાવધાન રહો જે એમ કહીને તમને સહયોગ આપે કે તમારા જીવનસાથીના છક્કા છોડાવી દેશે. તલાક પછી પણ ખરાબ પરિણામો કે પરિસ્થિતિઓ સર્જાશે, તમારે એકલાએ જ એનો સામનો કરવો પડશે.
- નાની નાની બાબતોની અવગણના કરતાં શીખો. કારણ વગર એને મહત્ત્વ આપવાથી એ જ એક દિવસ તલાકનું કારણ બની શકે છે. કોઈપણ સંબંધ પ્રેમ સમર્પણ, વિશ્વાસ અને સહનશીલતાના આધારે ટકી શકે છે. એટલે આ વાતોને પોેતાના જીવનમાં અપનાવો.
રેણુકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved