Last Update : 14-August-2012, Tuesday

 

જનમ જનમના બંધનને વિખુટા પાડતી કાનૂની જોગવાઈ

 

માનવ સમાજમાં લગ્નપ્રથાનો વિકાસ એ માનવીય સંસ્કૃતિનું ઉત્તમ સોપાન છે. ઘણાં વર્ષોની કે સદીઓની જેહાદ પછી લગ્નનો વિચાર માનવીય સમાજમાં આકાર લઈ શક્યો છે. 'લગ્ન સંસ્થાની ઉત્પત્તિ' આ વિષય હંમેશા સમાજશાસ્ત્રીઓ અને 'માનવવંશ શાસ્ત્રી' માટે ઘણો કુતૂહલપૂર્ણ અને રસપ્રદ રહ્યો છે.
આદિ માનવ સમાજમાં લગ્ન સંસ્થા જેવી કોઈ સંસ્થા ન હતી. મનુષ્ય પણ પશુ અને પક્ષીઓની જેમ જ જીવતો અને શારીરિક સંબંધો પણ પશુ પક્ષીની જેમ જ રાખતો. આવા સામુહિક અને મિશ્ર શારીરિક સંબંધોને કારણે બાળકના પિતૃત્વના એંધાણ મળવા અસંભવ હોવાને કારણે સમાજમાં સત્તાનો, મિલ્કતનો, સાધનો પર કબજો પ્રાપ્તિનો અને તેના નેતૃત્વના વિચારો અને પોતાની વસ્તુનો (વારસ) ઉત્તરાધિકારીની શોધના વિચારોએ કદાચ માનવીય સમાજને લગ્ન સંસ્થા તરફ દોર્યા હોય. આમ લગ્ન સંસ્થાના બીજ બાળકના પિતૃત્વને જાણવાની ઇંતેજારી અને જિજ્ઞાાસાની લડાઈમાં ક્યાંક છૂપાયેલા છે.
લગ્ન સંસ્થાનું આ અસ્તિત્વ માનવીય સમાજના જુદા જુદા તબક્કામાં જુદા જુદા આકારમાં આવ્યું. છેવટે એક સ્ત્રી-એક પુરુષના સંબંધોનો (દાંપત્યનો) જન્મ થયો.
આમ છૂટાછેડા એ પણ લગ્ન સંસ્થાના વૈચારિક પ્રવાહોનો જ એક મુકામ છે. છૂટાછેડાના વિચાર એ લગ્નના વિચારનું જ સંતાન છે. શબ્દકોષની દ્રષ્ટિએ છૂટાછેડા એટલે જુદાઈ. પરંતુ આપણા સામાન્ય જીવનમાં છૂટાછેડા ફક્ત છૂટા પડવાની પ્રક્રિયાને અભિપ્રેત કરતો નથી. આપણી સમજ પ્રમાણે મૃત્યુ સિવાય લગ્ન બંધનને તોડનારા એક પરિબળને છૂટાછેડા જેમાં ન્યાયસત્તાનો આદેશ સમાયેલો હોય કે જાતીય પંચની સ્વીકૃતીની મહોર લાગી હોય. માનવીય મગજ હંમેશા નીતિ નિયમ બનાવતું રહ્યું અને એ નીતિ નિયમ જ્યારે જ્યારે બોજ બને ત્યારે ત્યારે તેમાંથી છટકવાની બારીઓ પણ શોધતું રહ્યું છે. લગ્નના નીતિ નિયમ બનતા બનતા એક વખતનો સ્વચ્છંદી સમાજ ધીરે ધીરે લગ્નના નીતિ નિયમનાં બંધનમાં એવો તો જકડાઈ ગયો કે લગ્નબંધન એ એક જન્મનું બંધન ન માનતા કેટલાક સમાજમાં સાત જન્મનું બંધન સ્વીકારાઈ ગયું. આથી 'મનુ'ના હિંદુત્વમાં છૂટાછેડાના વિચારને પણ સ્થાન ન હતું. છતાં એ સમાજમાં કદાચ બહસ્પત્ની વ્રત હોવાને કારણે પુરુષ તો બીજા લગ્ન કરી જ શકતો. આથી આ બંધન સ્ત્રીને માટે જ વધુ કડક રહ્યાં હશે. એક-પુરુષ એક-સ્ત્રીનો સંબંધ જ્યારે એક બીજાને માટે જવાબદારી ભરેલું બંધન બન્યું ત્યારે છૂટાછેડાની જરૃરિયાત ઊભી થઈ. જે સમાજમાં લગ્નની સંસ્થા વધારે મજબૂત તે સમાજમાં છૂટાછેડાની જરૃરિયાત એટલી જ વધારે. અને જેમ લગ્ન બંધનને લગતા કાયદા કાનૂનો ઘડાયા તેમ છૂટાછેડાને લગતા પણ કાયદા કાનૂનો ઘડાયા. રાજકીય દ્રષ્ટિએ ગમે એટલા પરિવર્તન થાય છતાં લગ્ન અને છૂટાછેડા સંબંધિત કાનૂનમાં હજી પણ સામાજિક સત્તા આધિપત્ય જમાવે છે એટલે કે સિવિલ કોર્ટો હોવા છતાં હજીય આપણા દેશમાં સમાજના કેટલાક ઘટકો એવા છે જે છૂટાછેડા ફક્ત તેમના સમાજે માન્ય કર્યા હોય તો જ તેને માન્ય રાખે છે. હજીય કેટલીક જાતિઓમાં છૂટાછેડા લેવા સમાજની પરવાનગી લીધા પછી જ કેસ કરી શકાય છે. મુસ્લિમ સમાજનો પણ મોટો ઘટક આપણી કોર્ટે આપેલા તલાકને માન્ય રાખતો નથી. એક કેસમાં મુસ્લિમ બહેનને મૌખિક તલાક આપી દીધા પછી એની મહેરની રકમ મેળવતી વેળા પતિએ કોર્ટમાં ફરીથી તલાક આપ્યા હોવાનું લેખિત કબૂલ કર્યું તો પણ બહેનના સમાજ તરફથી કોર્ટના સહી સિક્કાને માન્ય ન રાખી તેમના રિવાજ મુજબ બે સાક્ષીદારોની સહી સાથે લેખિત તલાકનામાની માગણી કરવામાં આવી. કારણ બીજા લગ્ન કરવા આવનારી વ્યક્તિ તેમના સમાજના નીતિ નિયમ પ્રમાણે જ તલાક-નામા સિવાય બહેનને લગ્ન યોગ્ય સમજતી ન હતી.
તો કેટલાક ચુકાદામાં મુંબઈ હાઈકોર્ટે એવા પણ ચુકાદા આપ્યા છે કે જો નાતના રિત રિવાજ મુજબ છુટાછેડા લીધા હોય તો પણ સિવિલ કોર્ટમાંથી તેને માન્ય કરાવી લેવા જરૃરી છે. રિવાજ, સમાજ પંચ અને આપણી સર્વોચ્ચ સંસ્થા ન્યાયતંત્ર વચ્ચેનો સર્વોપરિતાનો આ સંઘર્ષ ક્યારે ખતમ થશે એ તો સમય જાણે.
કાનૂની વ્યવસ્થા મુજબ છૂટાછેડા બે પ્રકારના છે.

પૂર્ણ છૂટાછેડાઃ હંમેશ માટે લગ્ન જીવનની સમાપ્તિ અને બન્ને પક્ષકાર ફરીથી લગ્ન કરવા સ્વતંત્ર થઈ જાય. અને બીજો પ્રકાર મર્યાદિત છૂટાછેડા જેને આધુનિક કાળમાં જ્યુડિશિયલ સેપરેશન ગણાવી શકાય. આ પ્રકારના છૂટાછેડાની અંદર ફક્ત લગ્ન સંબંધ સ્થગિત કરવામાં આવે છે અને જેમાં તાત પૂરતા વિચ્છેદને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં ફરીથી સંબંધો સ્થાપિત કરી શકવાની આશાથી દંપતીની ફરજો અને હક્કમાં સુધારા વધારા સૂચવવામાં આવે છે. છતાં ખ્રિસ્તી ધર્મના કાનૂની અનુસાર છૂટાછેડા પ્રાપ્ત કરવા અતિશય મુશ્કેલ છે અને આથી દંપતીને જ્યુડિશિયલ સેપરેશન મળતું હોય છે.
છૂટાછેડાનો પહેલો પ્રકાર પૂર્ણ છૂટાછેડા એ સંમતિથી પણ પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે બન્ને પક્ષકાર એકબીજાથી છૂટા પડી નવેસરથી જીવન જીવવું પસંદ કરે છે. આ પ્રકાર હવે મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ સિવાય લગભગ દરેક કાનૂને અપનાવ્યો છે. પક્ષકારો જ્યારે આ રીતે સંમતિથી છૂટા પડે છે ત્યારે વધારે પ્રશ્નો ઉદ્ભવતા નથી. પરંતુ એક પક્ષકારની ગેરવર્તણૂકને કારણે બીજો પક્ષકાર સહન કરતો હોય અને એને આ લગ્ન જીવન બંધનનો ત્રાસ થતો હોય ત્યારે એક વ્યક્તિ જ્યારે છૂટાછેડા માગે ત્યારે એવી એક વ્યક્તિને લગ્ન બંધનમાં મુક્તિ માગવાનો અધિકાર છે કે કેમ અને હોય તો તે કયા સંજોગોમાં એ સર્વ સામાન્ય જનતાએ જાણી લેવું હિતાવહ છે. આપણા સમાજમાં પ્રચલિત લગભગ તમામ પર્સનલ લોમાં ધાર્મિક કાનૂનોએ છૂટાછેડાની મંજૂરી એક યા બીજી રીતે આપી જ છે. દરેક કાનૂનોએ પોતાના સમાજ અનુસાર છૂટાછેડા લેવા માટેના કારણો પણ સ્પષ્ટ રીતે સૂચવ્યાં છે.
હિંદુ ધર્મ અનુસાર હિંદુ મેરેજ એકટ ૧૯૫૬ની કલમ ૧૩,૧૩ એ અને કલમ ૧૩ બીમાં છૂટાછેડા માગી શકાય એવા કારણોનું સ્પષ્ટીકરણ થયું છે. આ કાનૂનની આ કલમની જોગવાઈ અનુસાર.
વ્યભિચારઃ- (લગ્ન પછી ત્રીજી વ્યક્તિ સાથેનો શારીરિક સંબંધ) છૂટાછેડા માગનાર વ્યક્તિ પોતાના પતિ અથવા પત્નીના ત્રીજી વ્યક્તિ સાથેના શારીરિક સંબંધના કારણસર પોતાના જીવન સાથીથી છૂટા થવા છૂટાછેડા માગી શકે છે. આ આક્ષેપ પૂરવાર કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. આવા આક્ષેપો જો ખોટા નીકળે તો જે વ્યક્તિ પર આક્ષેપ થયા હોય એ એને માનસિક ત્રાસ તરીકે ગણાવી શકે છે.
માનસિક કે શારીરિક ત્રાસઃ- અરજી કરનાર વ્યક્તિ એના પતિ કે પત્નીના શારીરિક કે માનસિક ત્રાસનો ભોગ બનતી હોય તો આ કારણસર છૂટાછેડા માંગી શકે છે.
ત્યાગઃ- જ્યારે એક વ્યક્તિ એના વૈવાહિક જીવનસાથીનો વિના કારણ ત્યાગ કરે અને બે વર્ષથી વધારેના સમયસુધી ત્યજી દીધી હોવાના કારણસર ત્યજાયેલી વ્યક્તિ એના પતિ કે પત્ની પાસેથી છૂટાછેડા માગી શકે. વ્યક્તિ એના દાંપત્ય જીવનમાંથી હઠી જાય અને પત્ની પતિ સાથે અથવા પતિ પત્નીની સાથે વૈવાહિક જીવન જીવતો ન હોય તો તેને કાનૂની ભાષામાં ત્યાગ કરેલો કહેવાય. આ સંજોગોમાં એક ઘરમાં રહેતી બન્ને વ્યક્તિ પણ જો વૈવાહિક જીવન જીવતાં ન હોય તો ભોગ બનેલી વ્યક્તિ આ કારણસર છૂટાછેડા માંગી શકે છે. પરંતુ આ કારણસર છૂટાછેડા માગનારી વ્યક્તિએ બે વર્ષથી ત્યજાયેલી છે એવું પૂરવાર કરવું પડે છે અને એની પોતાની કોઈ પણ ભૂલ વિના અથવા કોઈપણ કારણ વિના એનો ત્યાગ થયો છે અને વૈવાહિક સુખથી વંચિત થઈ છે એમ સાબિત કરવું પડતું હોય છે.
ધર્માંતરઃ- હિંદુ ધર્મની કાનૂની જોગવાઈ પ્રમાણે જો વ્યક્તિ હિંદુ મટી બીજો ધર્મ અંગીકાર કરે તો તેના લગ્ન જીવનનો સાથીદાર તેનાથી છૂટાછેડા લેવા કેસ કરી શકે.
પાગલ પણુંઃ- કદી પણ સારું થઈ ન શકે એવું કાયમનું પાગલપણું અથવા જો, કાયમ ન રહેતું હોય પણ પાગલપણાંના હુમલાઓ વ્યક્તિને આવતા હોય જેને કારણે તેની પત્ની કે પતિ એવી વ્યક્તિની સાથે રહી શકે નહીં અથવા હંમેશા બીકમાં કે પાગલપણાની દહેશતમાં જિંદગી વિતાવવાની ફરજ પડે તો એવી વ્યક્તિ પોતાના પાગલપણાના ભોગ બનેલા સાથીદારથી છૂટાછેડા લઈ શકે.
ગુપ્ત રોગઃ- સારા ન થઈ શકે એવા ચેપી શારીરિક સંબંધથી કે ગુપ્તરોગથી જો સાથીદાર પીડાતો હોય તો છૂટાછેડા લઈ શકાય.
સંન્યાસઃ- વ્યક્તિ સંન્યાસ લઈને જગતનો ત્યાગ કરી દઈ ચાલી જાય ત્યારે... અને

લાપત્તાઃ- છેલ્લા સાત કે એથી વધારે વર્ષો લગ્ન જીવનનો સાથીદાર બેપત્તા રહ્યો હોય અને એની હયાતી અંગે અરજદારને કોઈ પણ અથવા એને સંબંધિત કોઈ પણ વ્યક્તિને એવી બેપત્તા થયેલી વ્યક્તિના સમાચાર ન મળે તો અરજદાર છૂટાછેડાની અરજી દાખલ કરી શકે.
(૧) જેમ ઉપર કહ્યું તેમ કોર્ટે જ્યુડીશિયલ સેપરેશનથી લગ્નજીવન થોડા સમય માટે સ્થગિત કરી દીધું હોય અને ૧ વર્ષ આવા હુકમ પછી પસાર થઈ ગયું હોય અને બન્ને પક્ષકારોએ એ દરમિયાન વૈવાહિક જીવન ભોગવ્યું ન હોય તો તે આધારે પણ છૂટાછેડાની અરજી દાખલ કરી શકાય છે.
(૨) એજ રીતે જો લગ્ન જીવનમાં દંપતીએ સામેવાળાનો ત્યાગ કર્યો હોય અને એવા ત્યાગથી દુઃખી થઈ વ્યક્તિ પોતાના જીવન સાથીને તેની સાથે લગ્ન સંબંધ ફરીથી ચાલુ કરવાનો હુકમ કરાવવાની દાદ માગતી અરજી કોર્ટમાં કરે તો આ અરજીને રેસ્ટીટયુશન ઓફ કોન્જ્યુગલ (વૈવાહિક દૈહિક હક્ક) રાઈટ્સ કહેવાય. આ અરજી પર કોઈ ત્યજી દેનાર વ્યક્તિને અરજદાર સાથે વૈવાહિક જીવન ચાલુ કરવા હુકમ આપે છતાં એક વર્ષ સુધી હુકમ પ્રમાણે જીવન શરૃ ન કરાયું હોય તો તે આધારે પણ વ્યક્તિ છૂટાછેડાની અરજી કરી શકે. આ બધા (આધારો) જે કલમ ૧૩ (૧) (૧એ)માં બતાવ્યા છે એ પતિ અને પત્ની બન્નેને લાગુ પડે છે છતાં કલમ ૧૩ની પેટા કલમ (૨)માં ફક્ત પત્નીને છૂટાછેડા લેવા માટે વધારેના કેટલાક (હક્કો) આપવામાં આવ્યા છે. જેમ કેઃ
૧૩ (૨) (i) પતિની પહેલી પત્ની હયાત હોય અને પતિ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે તો પત્ની છૂટાછેડા માગી શકે.
(ii) લગ્ન પછી પતિ બળાત્કાર, સજાતીય સંબંધનો ગુનેગાર હોય, બળાત્કારના ગુના માટે પતિ જો ગુનેગાર ઠરે તો એની પત્ની છૂટાછેડાની અરજી કરી શકે.
(iii) હિંદુ એડોપ્શન અને મેઈન્ટેનન્સ એકટ ૧૯૫૬ના કલમ ૧૮ અનુસાર જો પત્નીની તરફેણમાં ભરણપોષણનો હુકમ થયો હોય અને આ હુકમ પછી ૧ વર્ષ દરમિયાન પતિપત્નીએ ફરીથી વૈવાહિક જીવન ચાલું કર્યું ન હોય તો પત્ની છૂટાછેડાની અરજી કરી શકે.
(iv) જ્યારે લગ્ન થાય ત્યારે પત્ની પુખ્તવયની ન હોય તો પુખ્તવયની થયા પછી એ લગ્ન અંગે પોતાની નામરજી બતાવી શકે અને છૂટાછેડા માટે અરજી કરી શકે. હિંદુ સ્ત્રીનો આ હક્ક લગ્ન જીવન ભોગવ્યું હોય તો પણ અબાધિત છે એટલે વૈવાહિક જીવન ભોગવ્યા પછી પણ પુખ્તવયની બનતાં, પત્ની એ લગ્ન સંબંધમાંથી મુક્તિ માગી શકે છે. પરંતુ બીજા ધાર્મિક કાનૂનોમાં દા.ત. મુસ્લિમ સ્ત્રીઓને વૈવાહિક જીવન ભોગવ્યા પછી આ છૂટ સ્ત્રીઓને નથી. આ હક પાછળનો મુખ્ય હેતુ સગીરવયની સ્ત્રીની લગ્ન માટે સંમતી જે લગ્ન માટે જરૃરી અંગ છે, તેની ગેરહાજરીને કારણે છે. કારણ સગીરવયની વ્યક્તિની સંમતિ કાનૂનની દ્રષ્ટિએ માન્ય ગણાતી નથી.
૧૩ (બી) હિંદુ ધારાની આ કલમ સંમતિથી છૂટાછેડા લેવાની એક અરજી કર્યા પછી ૬ મહિના પૂર્ણ થયા બાદ કોર્ટ છૂટાછેડાનો હુકમ આપેછે.

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved