Last Update : 14-August-2012, Tuesday

 

યુવા દંપતીઓને કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન

 

આજે કુટુંબ નિયોજન શા માટે જરૂરી છે?
ત્રીસ વર્ષ પહેલાં આપણા દેશની વસતિ ફક્ત ૩૩ કરોડ હતી, ૧૯૮૨માં તે વધીને ૬૭ કરોડ થઈ અને ૨૧મી સદીની શરૂઆતમાં તે એક અબજ સુધી પહોંચી જાય તેવી શક્યતા છે. આ હકીકતનો વિચાર કરીએ તો વસતિ નિયંત્રણનું મહત્ત્વ અત્યંત વધી જાય છે. કૂદકે ને ભૂસકે થઈ રહેલો વસતિ વધારો અટકાવવા યુદ્ધના ધોરણે પગલાં લેવાં અનિવાર્ય છે. જુના જમાનામાં નવવઘૂને તેના વડીલો એવા આશીર્વાદ આપતા હતા કે ‘‘ભગવાન તને આઠ પુત્રોની મા બનાવે’’ પણ હવે તેમણે તેને એવા આશીર્વાદ આપવા જોઈએ કે ‘‘ભગવાન તને બે બાળકો આપે.’’
ગર્ભનિરોધક તરીકે ટ્યુબેકટોમી (સ્ત્રી વંઘ્યીકરણ)ની ભૂમિકા શી છે?
ટ્યુબેક્ટોમી સ્ત્રીના કાયમી વંઘ્યીકરણની પઘ્ધતિ છે. તે સલામત અને અસરકારક છે પરંતુ વાસેક્ટોમી (પુરુષ વંઘ્યીકરણ)ની પ્રક્રિયાની સરખામણીમાં તેની પ્રક્રિયા વઘુ સંકુલ અને અટપટી છે.
ટ્યુબેક્ટોમી કરાવ્યા પછી જાતીય આનંદમાં કોઈ ફેરફાર થાય છે?
ના. કોઈ ફેરફાર થતો નથી.
ગર્ભનિરોધક ટીકડીઓ વિશેની સામાન્ય ગેરસમજો શું છે?
કેટલીક સ્ત્રીઓના મનમાં એવી ખોટી માન્યતા હોય છે કે ગર્ભનિરોધક ગોળી લેવાનું બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી તેની અસર રહે છે અને છેવટે વંઘ્યત્વમાં પરિણમે છે. વળી કેટલીક સ્ત્રીઓ ખોટી રીતે એમ પણ માને છે કે અસરકારક ગર્ભનિવારણ માટે દરેક જાતીય સમાગમ પછી ગોળી લેવી જોઈએ. આ ઉપરાંત કેટલીક સ્ત્રીઓ ફક્ત ‘‘માની લીધેલી ગર્ભાવસ્થા’’ (માઈમીકીંગ પ્રેગનન્સી)ના અસ્પષ્ટ ચિહ્નોને આધારે જ ગોળી લેવાનું બંધ કરી દે છે.
મોં વાટે લેવાતી ગર્ભનિરોધક ગોળીની અસર શું પહેલા જ દિવસથી શરૂ થઈ જાય છે?
* મોટા ભાગની ગર્ભનિરોધક ગોળીઓ સ્ત્રીના રજપંિડમાંથી થતાં સ્ત્રાવને અટકાવે છે આથી મોં વાટે લેવાતી ગર્ભનિરોધક ગોળી અસરકારક બને તે માટે માસિક અટકાવવાના પાંચમા દિવસથી તે લેવાની શરૂઆત કરવી જોઈએ. મોં વાટે લેવાતી ગોળીઓ બરાબર અને સાચી રીતે લેવાય તો તેનાથી ગર્ભધારણ સામે પૂરે પૂરું રક્ષણ મળી શકે છે.
કોન્ટ્રાસેપ્ટીવ (સ્પર્મીસીડલ) સપોઝીટરીઝ કેવી રીતે કાર્ય કરે છે?
કોન્ટ્રાસેપ્ટીવ (સ્પર્મીસીડલ) સપોઝીટરીઝ યાંત્રિક (મીકેનિકલ) અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા વીર્યને સ્થગિત કરી દે છે. સમાગમની ઓછામાં ઓછી પાંચ મિનિટ પહેલાં તેને દાખલ કરવી જરૂરી છે. સામાન્ય રીતે તેની અસર એક કલાક રહે છે અને એક વખતના જાતીય સમાગમમાં તે ગર્ભધારણ અટકાવે છે. સ્ત્રીની ઈચ્છા ફરીથી સમાગમ કરાવાની હોય તો તેણે નવી સપોઝીટરી દાખલ કરવી પડે છે. સપોઝીટરીના ઉપયોગ વિશેની સૂચના સ્પષ્ટ અને વિગતપૂર્ણ હોવી જોઈએ. કોઈ સ્ત્રીએ મોંમા સપોઝીટરી દાખલ કરી હોય અથવા ગુદાદ્વારમાં દાખલ કરી હોય તેવા બનાવો પણ બન્યા છે.
શું સમાગમ અવરોધ (કોઈટસ ઈન્ટરપ્ટસ) ગર્ભનિવારણની સલામત પઘ્ધતિ છે?
ના, હંમેશા નહીં, કોઈટ્‌સ ઈન્ટરપ્ટસમાં પુરુષ વીર્યસ્ખલન પહેલાં જ શિશ્નને સ્ત્રીની યોનિમાંથી બહાર કાઢી લે છે. ઘણીવાર કાઉપર્સ ગ્લેન્ડ ફ્‌લુઈડ (પુરુષ ઉત્તેજિત થાય ત્યારે શિશ્નમાંથી બહાર આવતું પ્રવાહી)નાં એક કે બે ટીપાં સ્ત્રીની યોનિમાં રહી જાય છે અને તેમાં ગર્ભાધાન કરે તેવા વીર્યકણો હોવાની શક્યતા છે.
શું સમાગમ કર્યા પછી જ જનનેન્દ્રિયને સાબુ અને પાણીથી ધોવી તે ગર્ભનિવારણની સલામત પઘ્ધતિ છે?
યોનિમાં પાણીની ધાર કરવી તે કોઈ ગર્ભનિરોધક નથી. વીર્યસ્ખલન થતાંની સાથે જ વીર્યજંતુઓ સર્વીકલ કેલનમાં પ્રવેશે છે પરંતુ પાણીની ધાર ત્યાં સુધી પહોંચી શકતી નથી. બધા જ પ્રકારના સાબુના ઉપયોગથી જનનેન્દ્રિય ઉપર ઘસાવાની અસર થાય છે. પરંતુ આ ગર્ભનિવારણની પુરસ્કૃત પઘ્ધતિ નથી.
નિરોધનો ઉપયોગ કરતાં લોકો સામાન્ય રીતે કઈ ભૂલો કરે છે?
યોેનિમાં પ્રવેશ કરતાં પહેલાં જ શિશ્ન પર કોન્ડોમ પહેરવાનું હોય છે.તેને મોડેથી અથવા વીર્યસ્ખલન પહેલાં જ પહેરવાની વૃત્તિ દૂર થવી જોઈએ. વીર્યસ્ખલન થયા પછી જ કોન્ડોમ ઉતારી લેવું જોઈએ. કોઈવાર એમ પણ બને કે શિશ્ન યોનિમાં હોય ત્યારે જ કોન્ડોમ ફાટી જાય કે ઉતરી જાય અને વીર્ય યોનિમાં પડે.
ગોળી લેવાનું ભૂલી જવાય તો સ્ત્રીએ શું કરવું જોઈએ?
કોઈ સ્ત્રી ગોળી લેવાનું ભૂલીજાય તો તેણે બીજા જ દિવસથી ગોળી લેવા માંડવી જોઈએ અને તે પછી દરરોજ લેવાનું ચાલું રાખવું જોઈએ. પણ જો સતત એક કરતાં વઘુ દિવસ ગોળી લેવાનું ભૂલી જાય તો તેણે ગોળી લેવાનું અટકાવીને ગર્ભનિવારણની બીજી પઘ્ધતિઓ અપનાવવી જોઈએ. કારણ કે એકથી વઘુ દિવસ ગોળી ન લેવાઈ હોય તો તે પછી લેવાયેલી ગોળીઓ ગર્ભધારણ સામે સંરક્ષણ આપતી નથી.
મોંવાટે લેવાતી ગર્ભનિરોધક ગોળી સ્ત્રીએ ક્યારે ન લેવી જોઈએ?સ્ત્રીને ભૂતકાળમાં યકૃતનો કોઈ રોગ કે સ્ટીરોઈડ ગર્ભાશય અથવા યોનિમાંથી અસામાન્ય રીતે લોહી વહેતું હોય અથવા માઈગ્રેન જેવો રૂધિરાભિસરણને લગતો કોઈરોગ હોય અને તે મોં વાટે લેવાતી ગર્ભનિરોધક ગોળી લેતા તેનું વિરોધાભાસી પરિણામ આવે છે. વિરોધાભાસી પરિણામ આપતી અન્ય બાબતોમાં મઘુપ્રમેહ અને વાઈના રોગનો સમાવેશ થાય છે. આમ છતાં આ ગોળીઓ લેતાં પહેલાં ગાયનેકોલોજીસ્ટનો અભિપ્રાય મેળવવો જોઈએ.
સ્ત્રીએ ઈન્ટ્રોેટેરીન કોન્ટ્રાસેપ્ટીવ ડિવાઈસ (આઈયુસીડી)નો ઉપયોગ ક્યારે ન કરવો જોઈએ?
સ્ત્રીના ગર્ભાશયમાં અસામાન્ય પોલાણ (કેવીટી) હોય, ગર્ભાશય અથવા યોનિમાંથી અસામાન્ય રીતે લોહી વહેતું હોય, પેઢુમાં કોઈ પ્રકારનો સોજો કે પરુ હોય, ભૂતકાળમાં એકટોપીક ગર્ભાવસ્થા અથવા રક્તનલિકાનું ઓપરેશન કરાવ્યું હોય તો આવી સ્ત્રીએ આઈયુસીડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ક્યારેય માતા ન બનેલી પણ ભવિષ્યમાં બનવા માંગતી સ્ત્રી માટે પણ આઈયુડીસીનો ઉપયોગ યોગ્ય નથી.
વાસેકટોમી (પુરુષ વંઘ્યીકરણ-નસબંધી) શું છે?
વાસેકટોમી ગર્ભનિવારણ માટે પુરુષ માટેની પઘ્ધતિ છે અને તે માટે ઓપરેશન (સર્જરી) દ્વારા થાય છે. આ ઓપરેશન માટે પુરુષને લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. વૃષણની થેલી અથવા અંડકોષમાં બન્ને બાજુ બે નાના એક સે.મી.ના કાપ મૂકવામાં આવે છે તેથી વીર્યની ગાંઠ (કોર્ડ) દેખાય છે. જેમાં વાસ (કફજી) હોય છે. આ વાસના એક નાના ભાગને કાપી નાખવામાં આવે છે અને પછી બન્ને છેડાઓને બાંધી દેવામાં આવે છે. તે પછી કાપને ટાંકાથી સાંધી દેવામાં આવે છે. સ્ત્રીના વંઘ્યીકરણના ઓપરેશન કરતાં આ ઓપરેશન વઘુ સરળ હોય છે. ઓપરેશન પછી હોસ્પિટલમાં રહેવાની જરૂર નથી. નસબંધી કરાવ્યા પછી તરત જ પુરુષ પોતાને ઘેર પાછો જઈ શકે છે.
વાસેક્ટોમી કરાવ્યા પછી મુશ્કેલીઓ ઊભી થાય છે?
હા, ક્યારેક આ મુશ્કેલીઓ ઓપરેશનને લગતી, ઈમ્યુનોલોજીને લગતી કે માનસિક હોય છે. તેમાંથી સર્જીકલ તકલીફો સૌથી ઓછી ગંભીર છે. તેમાં રક્તસ્ત્રાવ (સ્ક્રોટલ હેમોરોમા) અથવા પસ થાય છે. ઓપરેશનના એક સપ્તાહ પછી મોટેભાગે આ મુશ્કેલી ઊભી થાય છે.
ઈમ્યુનોલોજીકલ તકલીફો ભાગ્યે જ ઊભી થાય છે. જો કે તેના કારણ અને અસર હજુ જાણી શકાયાં નથી. ઘણીવાર વાસેકટોમી કરાવતાં પહેલાંની માનસિક તકલીફો વઘુ સઘન બને છે. માનસિક તકલીફો ઓપરેશન પહેલાંની અપૂરતી અને અયોગ્ય સલાહસૂચનાને કારણે પણ ઊભી થઈ શકે છે.
વાસેક્ટોમીની સર્જરીને લગતી તકલીફો નિવારવા કયાં પગલાં લેવાં જોઈએ?
રમતવીરો પહેરે છે તેવાં અથવા ચુસ્ત થાય તે પ્રકારના (જાૅકી ટાઈપ) અન્ડરવેર એક સપ્તાહ સુધી પહેરવાં જોઈએ જેથી સોજો ઉતરી શકે અને અંડકોષને ટેકોે મળી શકે. કાપ મૂક્યો હોય ત્યાં લગાડવામાં આવેલા પાટા (બેન્ડેજ)ને દર બે દિવસે બદલવા જોઈએ.
શેષ (રેસીડ્યુઅલ) વીર્યકણોનું શું થાય છે?
વૃષણમાંના લીમ્ફેક્ટીસ અને એપીડીડાયમીસ વધારાના વીર્યકણોનો નાશ કરે છે. આથી અંડકોષમાં ‘ગિરદી’ થઈ જતી નથી અને વૃષણો પર સોજો આવતો નથી.
વાસેક્ટોમીનું ઓપરેશન કરાવ્યા પછી નસબંધી દૂર કરી શકાય છે?
ના, વૃષણ એક ગ્રંથિ છે જેમાં બેવડો સ્ત્રાવ થાય છે. કોષોની એક જાત હોર્મોન (ટેસ્ટોસ્ટોન)નો સ્ત્રાવ કરે છે જે સીધો લોહીના પ્રવાહમાં ભળે છે. જાતીય ઈચ્છા અને નંપુસકતા માટે મુખ્યત્વે હોર્મોન જવાબદાર છે. વીર્યકણોનું ઉત્પાદન બીજી જાતના હોર્મોન દ્વારા થાય છે અને તે વાસ નામની નળીમાંથી પસાર થાય છે. આમ વાસને ગાંઠી દેવાથી જાતીય ઈચ્છા કે નપુંસકતા પર કોઈ અસર થતી નથી. અને જાતીય જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. શિશ્નોત્થાન, વીર્યસ્ખલન અને જાતીય સુખની ચરમસીમાનો આનંદ પહેલાંનો જેવાં જ રહે છે.
નસબંધી દૂર કરાવ્યા પછી ગર્ભાધાન શક્ય છે?
આની સફળતાનો આધાર વાસેક્ટોમી અને રીએનેસ્ટોમોસીસ વચ્ચેના સમયગાળા પર છે. આ સમયગાળો જેટલો ઓછો તેટલી સફળતાની શક્યતા વધારે. આમ છતાં નસબંધી કરાવ્યા પછી તેને દૂર કરાવ્યા બાદ કોઈ પુરુષ સ્ત્રીને ગર્ભવતી બનાવી શકે તેની શક્યતા ફક્ત ૫૦ ટકા જેટલી જ રહે છે.
આપણે એઈડ્‌ઝથી ડરવાની જરૂર છે?
હા, આપણે એઈડ્‌ઝથી ડરવાની પૂરેપૂરી જરૂર છે. અને આપણને યુદ્ધના ધોરણે પગલાં લેવાની જરૂર છે. આપણે વસતિ નિયંત્રણ કરી શક્યા નથી તેથી એઈડ્‌ઝ આખા ભારતમાં ફેલાય તો આપણી શું દશા થાય?
એઈડ્‌ઝનું નિવારણ કેવી રીતે કરવું?
હકીકતોની જાણકારી મેળવીને વ્યક્તિ અને સમાજને એઈડ્‌ઝથી બચાવી શકાય છે. એઈડ્‌ઝનો ફેલાવો હંમેશા ઘણા બધા જાતીય સાથીદારો સાથે સમાગમ કરતા પુરુષો કે સ્ત્રીઓ દ્વારા અથવા એક જ સિરિન્જ સોયનો ઉપયોગ કરતા માદક દ્રવ્યોના બંધાણીઓ દ્વારા થાય છે.
સાવચેતીના સામાન્ય પગલાં
૧. કોઈએ વાપરેલી સિરિન્જ કે સોયનો ઉપયોગ કરવો નહંિ.
૨. એઈડ્‌ઝ થયો હોય તેવી સ્ત્રીઓએ ગર્ભધારણ કરવો જોઈએ નહીં. ૩. લોહી આપતાં કે લેતાં ઉકાળેલી ડિસ્પોઝેબલ સોયનો ઉપયોગ કરવો.
જાતીયતાને લગતી સાવચેતી
૧. એકથી વઘુ વ્યક્તિઓ, તેમ જ અજાણી વ્યક્તિઓ સાથે સમાગમથી દૂર રહેવું (સામાન્ય રીતે હોમોસેક્સ્યુઅલ બન્નેએ)
૨. મુખમૈથુન અને ગુદામૈથુન તેમ જ સ્ત્રીના માસિક અટકાવ સમયે સમાગમથી દૂર રહેવું.
૩. નિરોધનો ઉપયોગ કરવાથી જોખમ ઘટી જાય છે.
આપણા દેશમાં એઈડ્‌ઝ નિવારવાનો આદર્શ માર્ગ કયો છે?
ઉપર જણાવેલી પઘ્ધતિઓ ઉપરાંત કોન્ડોમનો ઉપયોગ તે શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી એઈડ્‌ઝ પણ નિવારી શકાશે અને વસતિ વિસ્ફોટ ઉપર પણ નિયંત્રણ રાખી શકાશે.
સરિતા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved