Last Update : 14-August-2012, Tuesday

 

સ્નાનનો મહિમા વધારે બાથ પૅક

નહાવાના પાણીમાં ઓરેન્જ ઓઇલ, લેમન ઓઇલ, ગ્લિસરીન, નીલગિરિનું તેલ કે ગુલાબનું તેલ જેવાં દ્રવ્યોનાં ટીપાં નાખવાથી બદન મુલાયમ બને છે

 

 

 

સામાન્ય રીતે આપણે સુંદર દેખાવા ચહેરા, વાળ અને દાંતની બહુ માવજત કરીએ છીએ. જોકે થોડાં વર્ષ પહેલાં માનુનીઓને દાંતની સારસંભાળ વિશે ઝાઝી ગતાગમ નહોતી. પણ ખૂબસુરત ચહેરા પર ‘બદસુરત’ સ્મિત સમગ્ર સૌંદર્યનોે નાશ કરતું. હવે લલનાઓ દાંત પ્રત્યે પણ ખાસ્સી જાગૃત બની છે. પરંતુ આજની તારીખમાં એ પૂરતું નથી. જો તમને સંપૂર્ણ સૌંદર્યની ચાહત હોય તો તમારા પ્રત્યેક અંગની માવજત કરો. આને માટે ચોક્કસ પ્રકારનું સ્નાન સૌૈથી સરળ ઉપાય છે. જેમ કે સાદા પાણીને બદલે લીંબુ, લીમડો નાખેલા પાણી અથવા સંતરા-લીંબુનું તેલ નાખેલા જળથી નહાઓ. આ ઉપરાંત કેટલાંક બોડી પેક ઘરમાં જ બનાવીને મોટી બોટલ ભરી રાખો. એક નાની શીશી જેટલું બોડી પેક બાથરૂમમાં મુકી રાખો. તેમાં વાપરવામાં આવતા એસેન્શિયલ ઓઈલ કોઈપણ મોટી બ્યુટી શોપમાં મળી રહેશે. જેમ કે, લવંડર બોડી પેક બનાવવા માટે છ ટીપાં લવંડર ઓઈલ, ત્રણ ટીપાં પચોલી તેલ, પા ભાગ મિનરલ વોટર, એક મોટો ચમચો બોડી વૉશ અને બે મોટા ચમચા ગ્લિસરીન લો. આ બધી સામગ્રીનું મિશ્રણ કરીને એક કાચની બોટલમાં ભરી રાખો. સ્નાન કરતી વખતે એક મગ પાણીમાં આ મિશ્રણના બે મોટા ચમચા નાખો. તેને જોરથી ફીણો અને આખા શરીરે ઘસી ઘસીને લગાવો. સાંજે આ પ્રકારે સ્નાન કરવાથી દિવસભરનો થાક ઉતરી જાય છે અને રાત્રે શાંત નીંદર આવી જાય છે.
આખો દિવસ તમારા શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તેના માટે છ ટીપાં ઓરેંજ ઓઈલ, ચાર ટીપાં અંગુરના બીનું તેલ, ત્રણ ટીપાં લેમન ઓઈલ, પા ભાગ મિનરલ વોટર, બે મોટા ચમચા બોડી વોશ અને બે મોટા ચમચા ગ્લિસરીનનું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને બોટલમાં ભરીને મુકી દો. નહાતી વખતે થોડું થોડું પાણીમાં નાખીને સ્નાન કરવાથી આખો દિવસ તાજગી અનુભવાય છે.
બહુ થાક લાગ્યો હોય, શરદીને કારણે નાક બંધ થઈ ગયું હોય અને માથું ભારે થઈ ગયું હોય ત્યારે એન્ટિ કોેલ્ડ બોેડી પેક ઘણી રાહત આપે છે. આ પેક બનાવવા માટે છ ટીપાં નીલગીરીનું તેલ, ત્રણ ટીપાં પીપરમીન્ટ ઓઈલ, પા ભાગ મિનરલ વોટર, બે મોટા ચમચા બોડી વોશ અને બે મોેટા ચમચા ગ્લિસરીન લો, પાણીમાં બોડી વોશ અને ગ્લિસરીન નાખીને હલાવો. તેમાં એસેન્શિયલ ઓઈલ નાખી ફરીથી હલાવો. આ મિશ્રણ બોટલમાં ભરી રાખો. આ મિશ્રણનો થોડો ભાગ પાણીમાં નાખીને સ્નાન કરવાથી નાક ખુુલ્લી જશે અને માથું પણ હળવું થઈ જશે.
સ્ટ્રેસ અથવા અન્ય કોઈ કારણસર મૂડ ખરાબ થઈ ગયો હોય, કંટાળો આવતો હોય ત્યારે એન્ટિ સ્ટ્રેસ બાથ રાહત આપે છે. આને માટે છ ટીપાં જાસ્મિલ ઓઈલ, ત્રણ ટીપાં ગુલાબનું તેલ, ત્રણ ટીપાં વેનિલા ઓઈલ, છ ટીપાં યાંગ-યાંગ ઓઈલ, એક મોટો ચમચો બોડી વોશ અને બે મોટા ચમચા ગ્લિસરીન લો. પાણીમાં બોડી વોશ અને ગ્લિસરીન નાખી હલાવો. ત્યારબાદ તેમાં એસેન્શિયલ ઓઈલ નાખી પાણી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ બોટલમાં ભરીને મુકી દો. મૂડ બગડ્યો હોય ત્યારે જળમાં આ મિશ્રણનો થોડો ભાગ નાખી સ્નાન કરો. મન એકદમ શાંત થઈ જશે.
એલોવેરા બાથ પેક લગભગ દરેક જાતની ત્વચા પર જાદુઈ અસર કરે છે. બે મોટા ચમચા બ્રાઉન સુગર કરકરી પીસી લો. બે મોટા ચમચા જવાનો લોટ, બે મોચા ચમચા એલોવેરા જેલ, એક મોટો ચમચો મધ, એક મોટો ચમચો લીંબુનો રસ અને એક મોટો ચમચો ઓલિવ ઓઈલ આ બધી સામગ્રી સારી રીતે મિક્સ કરો. એક વખત શાવર લઈને આ મિશ્રણને આખા શરીરે લગાવી, હળવા હાથે ૧૦ મિનિટ સુધી માલિશ કરો. સ્નાન કર્યા પછી બોડી લોશન લગાવો. આ પેકથી ત્વચા પરના મૃત કોષો દૂર થઈ જશે અને રક્તપ્રવાહ ઝડપી બનશે. આ પેક સંવેદનશીલ ત્વચામાં પણ અસરકારક પુરવાર થાય છે.
બે ચતુર્થાંશ કપ બ્રાઉન સુગર, અડધો કપ બદામનું તેલ, ૧૦ ટીપાં વિટામીન ‘ઈ’ ઓઈલ મિક્સ કરીને બોટલ ભરી રાખો. નહાતી વખતે થોેડું મિશ્રણ પાણીમાં નાખો.
વધતી જતી વય સાથે ત્વચા પર આવતી કરચલીની પ્રક્રિયા ધીમી પાડવા અડધો કપ પ્યોર લેલોલિન, એક મોટો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો અખરોટનું તેલ, પા કપ એલોવેરા જ્યૂસ, બે મોટા ચમચા મોઈશ્ચરાઈઝરયુક્ત બોડી વૉશ, પા ભાગ મિનરલ વોટર અને વિટામીન ‘ઈ’ની કેપ્સ્યુલ લો. કેપ્સ્યુલ ફોડીને તેમાના તેલ સહિત સઘળી સામગ્રી સારી રીતે મિક્સ કરો. કાચની બોટલમાં ભરી રાખો. સ્નાન કરવાથી ૨૦ મિનિટ પહેલા આ મિશ્રણ શરીર પર લગાવી રાખો. ત્યારબાદ હુંફાળા પાણીથી નાહી લો. સ્નાન કર્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવો. આ મિશ્રણને પ્રયોગથી ત્વચા નહીં ફાટે અને ચામડીમાં ચમક આવશે. મોટી વયની માનુનીઓની ત્વચાને આ મિશ્રણમાંથી પ્રોટીન મળી રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved