Last Update : 14-August-2012, Tuesday

 

સોનું-મોતી-હીરા વડે જવાનીનું જતન

 

 

કોઇપણ વયજૂથની મહિલાની તેજસ્વી ત્વચા સહુના આકર્ષણનું કેન્દ્ર બને છે. વ્યક્તિના વિચારો અને વર્તન દ્વારા તેનું વ્યક્તિત્વ ઘડાય છે પણ તે સાથે જ ત્વચાની ચમક જાળવવા માટે થોડી બ્યુટી ટ્રીટમેન્ટની મદદ પણ લેવી જરૂરી છે. આજકાલ ફેસિયલને લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત માનવામાં આવે છે. અને હવે તો રાણી ક્લિયોપેટ્રા જેવી સુંદરતા માટે સોનુ, મોતી અને હીરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
મોટાભાગની અભિનેત્રીઓ અને પેજ થ્રી સેલિબ્રિટીઓ માઇક્રોડર્મેબ્રેશન ટ્રીટમેન્ટ અને ફેસિયલ દ્વારા પોતાની ત્વચાની તેજસ્વીતા જાળવી રાખે છે. સોનુ સૌંદર્યની જાળવણીનો ગુણધર્મ ધરાવે છે અને સ્કીન રિજ્યુવિનેશનમાં તેનો ઉપયોગ કરવાથી ખૂબ જ અસરકારક પરિણામ મળે છે. આથી જ મોટાભાગના સ્પા એક્સફોલિએશન તથા મોઇશ્ચરાઇઝીંગ માટે સોનાનો ઉપયોગ કરે છે.
સોનાથી ત્વચાને થતો લાભ
* સોનાનું આવરણ ત્વચાને સૂર્યના તાપથી થતી કરચલીઓ સામે રક્ષણ આપે છે તથા ફ્રી રેડિકલ્સની સામે લડે છે.
* તે કોલોજનના સ્તરને જાળવી રાખે છે એટલે ત્વચા ઢીલી પડતી નથી.
* ત્વચા પરની બારીક કરચલીઓ દૂર કરે છે.
* સૂર્યના આકરા તાપથી ત્વચાને થતાં નુકસાનને અટકાવે છે તથા ત્વચાને અકાળે વૃઘ્ધ થતી રોકે છે.
* સોનુ એન્ટિ-ઇન્ફલેમેટરી ગુણધર્મો ધરાવે છે જેથી મેલાનીના સ્ત્રાવને મંદ કરે છે તથા એજ સ્પોટને ઘટાડે છે.
સંશોધનમાં જાણવા મળ્યું છે કે સોનુ માત્ર એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો જ ધરાવતું નથી. પરંતુ ઓક્સિજનના અણુને સીધા જ ત્વચામાં મોકલે છે આથી ત્યાંના કોષોને અસર થાય છે અને શક્તિ મળે છે. આનાંથી ત્વચા નવયુવાન બને છે. વળી સોનુ લિમ્ફટિક ડ્રેનેજ તથા રુધિરાભિસરણ વધારે છે. આથી શરીરમાંથી ઝેરી અને નકામા તત્વો દૂર થતાં ત્વચા તેજસ્વી બને છે. પ્રાચીન ચીની ઔષધિઓમાં ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે સોનાનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હતો. એમ કહેવાય છે કે ક્લિયોપેટ્રા દરરોજ રાતના સોનાનો મુખવટો (માસ્ક) પહેરીને સુતી હતી.
આઘુનિકા ઘર અને ઓફિસની જવાબદારીઓ નિભાવતી હોવાથી અત્યંત વ્યસ્ત હોય છે. આ કારણે ઉપસતી માનસિક તાણની સીધી અસર ત્વચા પર થતી કરચલીઓના રૂપમાં જોવા મળે છે. ગોલ્ડ આધારિત ફેસિયલ માસ્ક ત્વચાને સ્વચ્છ કરી ખેંચીને ટાઇટ કરે છે. ચહેરા પરની કરચલીઓ દૂર કરવા માટે આ માસ્ક અત્યંત ઉપયોગી સાબિત થાય છે. ક્લિન્સ કરેલા ચહેરા પર આ માસ્ક લગાડો અને ૧૫-૨૦ મિનિટ માટે રાખી પછી ચહેરો ધોઇ નાંખો.
એન્ટિ-એજીંગ ગુણધર્મો
વય વધવા સાથે ચયાપચયની ક્રિયા મંદ થાય છે. આથી ત્વચાનું બાહ્યસ્તર-સ્ટ્રેટમ કોર્નિયમ જાડું થતું જાય છે અને ત્વચા નિસ્તેજ દેખાય છે. ત્વચાની યુવાની કોષોની રીન્યુઅલ ક્ષમતા પર આધારિત હોય છે જે ઘણા કારણોસર અવરોધાય છે. શરીરમાં નકામા અને ઝેરી પદાર્થોનો ભરાવો, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર, વાયુ પ્રદૂષણ વગેરે કારણસર નવા કોષો બનવાની ક્રિયા મંદ થઇ જાય છે. કોલોજન ફાઇબરનું ઓક્સિડેશન થવાથી પણ ત્વચા ઝાંખી પડતી જાય છે. શુઘ્ધ સોનુ ઓક્સિડેશન પ્રક્રિયા અટકાવી ત્વચાને ટાઇટ અને યુવાન બનાવે છે.
મોટાભાગના ક્લિન્સર્સ અને એક્સફોલીઅન્ટ મૃતકોષો તથા તૈલી છિદ્રો પર જામેલી રજને દૂર કરવા સાથે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. પર્લ (મોતી) એક અસરકારક ક્લિન્સર છે જે ત્વચાની આદ્રતા જાળવવાની ક્ષમતા વધારે છે તથા સ્કીન ટોનનું પણ નિર્માણ કરે છે. આથી જ ઘણા બ્યુટી અને સ્કીનકેર ઉત્પાદનોમાં મોતીના પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં જરૂરી પૌષ્ટિક તત્વો સાથે સાચા મોતીનો ભૂકો હોય છે. મીઠા પાણીમાંથી મળતાં મોતીમાં એમીનો એસિડ અને અન્ય મીનરલનું પ્રમાણ વધારે હોય છે. આથી આ મોતીના ભૂકાનો ઉપયોગ સ્કીનકેર ઉત્પાદનોમાં થાય છે. જ્યારે ખારાપાણીમાંથી મળતાં મોતીનો ખીલ અને ત્વચાની સ્વચ્છતા માટે આપવામાં આવતી સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે.
* મોતી મેલાનીનના નિર્માણને મંદ કરે છે એટલે ત્વચાનો રંગ જળવાઇ રહે છે.
* પર્લ પાઉડર અસરકાર સનબ્લોક છે અને સૂર્યની ત્વચા પર થતી નુકસાનકારક અસરને રોકે છે.
* પર્લ નેચરલ મોઇશ્ચરાઇઝર છે જે ત્વચાના કોષોના રીન્યુઅલમાં મદદ કરે છે.
* ત્વચા પરના મૃતકોષો દૂર કરવામાં પણ મોતી અત્યંત મદદગાર સાબિત થાય છે.
મોતીના ભૂકાનો ઉપયોગ ત્વચાને નવયુવાન બનાવનારા બ્યુટી માસ્કમાં કરી શકાય છે. ત્વચાને તેજસ્વી બનાવવા ઘણા સ્પામાં મોતી આધારિત ફેસિયલ માસ્ક લગાડવામાં આવે છે. કરચલીઓ તથા ઝેરી તત્વો દૂર કરવા વપરાતા એસેન્શિયલ ઓઇલ સાથે મોતીના ભૂકાને મિક્સ કરવામાં આવે છે. મોતીના પાઉડરને લીંબુના રસ અને મધમાં મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાડો. ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરાને ધોઇ નાંખો. જેમની ત્વચા શુષ્ક હોય તેમણે આ પેસ્ટમાં થોડા ટીપાં ઓલીવ ઓઇલ ઉમેરવું.
આપણે એવું માનીએ છીએ કે ચોક્કસ વય બાદ ત્વચાને થયેલા નુકસાનને દૂર કરી શકાતું નથી પરંતુ આ માન્યતા ખોટી છે. ત્વચાને ફરી તેજસ્વી કરી શકાય છે. એક્સફોલિએશન દ્વારા ત્વચા પરથી વીતેલા વર્ષોની અસરને દૂર કરી શકાય છે.
આજકાલ સ્કીનકેરમાં ડાયમંડ માઇક્રોડર્મેબ્રેશનની બોલબાલા વધી ગઇ છે. આ સારવારમાં એક્સફોલિએશન માટે હીરાનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં માઇક્રો ડાયમંડ દ્વારા બોડી પોલીશ થાય છે. આનાથી ત્વચા એક્સફોલિએટ થાય છે અને માઇક્રોસર્કયુલેશન સુધરે છે. હીરા સૌથી કઠણ તત્વ છે આથી તેનાથી ત્વચા પરના મૃત ત્વચા કોષો સારી રીતે દૂર થાય છે અને તે મુલાયમ તથા તેજસ્વી બને છે.
જો કે માઇક્રાડર્મેબ્રેશનની સારવાર લીધા બાદ અસરકારક સન હાઇડ્રેટર્સનો ઉપયોગ કરો અને સૂર્યના તાપમાં જવાનું ટાળો. કારણ કે આ સારવારમાં ત્વચાનું ઉપલું સ્તર નીકળી જાય છે એટલે નીચેના કોષો ખુલ્લા થઇ જાય છે. આ સ્થિતિમાં તડકામાં નીકળવાથી વિપરીત અસર થાય છે. આથી કોસ્મેટોલોજીસ્ટની સલાહ અનુસાર વિટામીન અને એસેન્શિયલ ઓઇલ લગાડો અને ઘરની બહાર જવું જ હોય તો યોગ્ય સન પ્રોટેક્શનનો ઉપયોગ કરવો. ત્વચાને મોઇશ્ચરાઇઝ્‌ડ અને હાઇડ્રેટેડ રાખો. ખૂબ પાણી પીવું તથા વિટામીનથી ભરપૂર ખોરાક લેવો.
ડાયમંડ પીલ ઉત્કૃષ્ટ એન્ટિ એજીંગ સારવાર છે જેનું ઝડપથી પરિણામ જોવા મળે છે. નિષ્ણાતોના મતે ડાયમંડ ફેસિયલથી અદ્‌ભૂત સૌંદર્ય પ્રાપ્ત થાય છે. હીરા ઝેરી તત્વોને દૂર કરે છે. જેથી ત્વચા તેજસ્વી બને છે. વળી તે ઓક્સિડેશનની ક્રિયાને ઉલ્ટાવે છે. એટલે ત્વચાની કુદરતી ચમક જળવાઇ રહે છે અને વય વધવાને કારણે થતી કરચલીઓ દૂર થાય છે.
આંખની ચમક વધારવા મેકઅપની મદદ
* ચહેરાની ત્વચા ચમકીલી બને તે સાથે આંખ પણ તેજસ્વી દેખાવી જરૂરી છે. જો કે નયનને તેજસ્વી બનાવવા મેકઅપ પાછળ કલાકો વેડફવાની જરૂર નથી. માત્ર પાંપણની વચ્ચે ગોલ્ડન શીમર લગાડવાથી આંખ આપોઆપ તેજસ્વી બની જશે. જો કે વઘુ પડતું શીમર લગાડવાથી સૂક્ષ્મ કરચલીઓ પણ ઉપસી આવે છે એટલે અત્યંત પ્રમાણસર શીમર લગાડવું.
* નખ પર સિલ્વર અથવા ગોલ્ડન અથવા ફેશનમાં હોય તે ઘેરા રંગના શેડની નેઇલપોલીશ લગાડવી. જ્વેલ્ડ નખ પણ હાથના સૌંદર્યમાં વધારો કરે છે.
* ગાલને સુંદર દેખાડવા બ્રોન્ઝર લગાડવું.

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved