Last Update : 14-August-2012, Tuesday

 

મૉર્ડન ફેશનના માપદંડ

 

ફેશન બદલાઈ રહી છે. ગુજરાતનાં રંગબેરંગી ઘેરદાર ચણિયાચોળી હવે પાર્ટીઓનો અથનિક પોશાક છે. ઉત્તર પ્રદેશની પરંપરાગત જરીબુટ્ટીની સાડીઓ અને લખનૌની આકર્ષક ચિકનની સાડીઓ સ્ત્રીઓમાં ફરીથી જબરજસ્ત ક્રેઝ જન્માવી રહી છે. ઘેરદાર ચણિયો, ટાઇટ ચોલી અને તેના પર વર્કથી સજેલી ઓઢણી આજની મોર્ડન વઘૂને પણ લલચાવી રહી છે.
કાશ્મીરનાં જરી, જરદોશી અને જામમદાની વર્કથી સજાવેલી ક્રેપ, ડિશન, સાટીન, શિફોનની સાડીઓ પણ હવે ખાસ કાર્યક્રમો અને લગ્નપ્રસંગો ઉપરાંત નાની મોટી પાર્ટીઓમાં પણ લોકો શોખથી પહરેવા લાગ્યા છે. સ્વરોસ્કી, ક્રિસ્ટલ્સ બીડ્‌સ અને આકર્ષક વર્કથી સજાવેલાં સલવાર સૂટ, રાજસ્થાની ટચ આપેલા ચૂડીદાર તથા કુરતા પણ આજની યુવતીઓની પસંદગીમાં સ્થાન પામ્યા છે.
ફેશનમાં આઘુનિક માપદંડો અનુસાર પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં એટલી બધી વિવિધતા અને આકર્ષણ છે કે તેનો ક્રેઝ થોડા સમય માટે ઓછો થાય ખરો, પરંતુ તેને ભુલાવી શકાય નહીં. પૂરેપૂરા સજીધજીને એ ફેશનની દુનિયામાં ફરી હાજર થઈ જાય છે દરેકને પાગલ બનાવવા માટે.
૮૦ અને ૯૦ના દાયકામાં ભારતીય વસ્ત્રોનો ક્રેઝ થોડો ઓછો થઈ ગયો હતો અને ભારતીય ફેશનને પશ્ચિમનું અનુકરણ કહેવામાં આવતી હતી. લેટેસ્ટ ફેશનની આ માન્યતાને સંપૂર્ણપણે ખોટી સાબિત કરીને એક વાર ફરીથી પરંપરાગત ભારતીય ફેશન માર્કેટમાં છવાઈ ગઈ છે.
આઘુનિક ફેશન વેરના એક પ્રખ્યાત શો-રૂમના માલિક ભારતીય વસ્ત્રોનાં વધતા જતાં ક્રેઝ વિશે જણાવે છે કે થોડાં વર્ષો પહેલાં ભારતીય વસ્ત્રોનો ક્રેઝ થોડો ઓછો થઈ ગયો હતો. ગ્રાહકો વેસ્ટર્ન આઉટકિટ્‌સ જ પસંદ કરવા લાગ્યા હતા, પરંતુ હવે ફરીથી ભારતીય ફેશનનો ક્રેઝ વધી રહ્યો છે. પરંપરાગત ભારતીય કલાથી સજાવેલા પોશાક અને સ્ટાઇલની જબરજસ્ત માગ છે. આજે પણ બધા ભારતીય પરંપરાગત વર્ક અને જરીના બારીક ભરતકામથી સજાવેલી સાડી, સૂટ, ચણિયા અને લાચા બનાવડાવવા ઇચ્છે છે. નારંગી, ગુલાબી, પિરોજી જેવા રંગ જે મૂળભૂત રીતે ભારતીય વસ્ત્રોનો એક ભાગ રહ્યાં છે. આજે ફરીથી તેની ફેશન છે.
એટલે સુધી કે આઘુનિક ફેશનેલબલ યુવા વર્ગ પણ વેસ્ટર્ન કપડામાં ભારતીય ફેશનના ફ્‌યૂઝનની માગ કરવા લાગ્યા છે. વીવંિગથી સજાવેલા એથનિક ભારતીય દુપટ્ટાને પણ તેઓ કોઈને કોઈ રીતે પોતાના ડ્રેસમાં સાંકળવા ઇચ્છે છે. કિશોરીઓ અને યુવતીઓ પણ અમુક ખાસ પ્રસંગ માટે જરદોશી, દબકા વર્ક, સીકવન્સ કે બાંધણીથી સજાવેલાં ચણિયાચોળી, લાચા કે સૂટ પસંદ કરે છે.
પાર્ટીઓમાં આધુનિક વસ્ત્રો પહેરતી યુવતીઓમાં પણ હવે ક્રેપ , સાટીન, જોર્જટ અને શિફોનની સાડીઓનો જબરજસ્ત ક્રેઝ છે.
એ જ રીતે પરંપરાગત સાડીઓના શો-રૂમના માલિક જણાવે છે, ‘‘પાશ્ચાત્ય વસ્ત્રોની અસર હોવા છતાં દર મહિને લગભગ ૧૦ હજાર સાડીઓ વેચાય છે. ભારતીય સાડીઓ તેમનાં રંગ, ડિઝાઇન અને હેન્ડ વર્કને કારણે એક અલગ ઓળખ ઊભી કરે છે. આને કારણે તે બીજા કરતાં અલગ તરી આવે છે.’’
ભારતીય વસ્ત્રોનું ટેક્સટાઇલ, ભરતગૂંથણ કોઈ પણ વ્યક્તિને એ તરફ નજર કરવા માટે મજબૂર કરે છે. આવું સુદંર અને બારીક વર્ક દુનિયાભરમાં ક્યાંય જોેવા નથી મળતું. આ જ કારણે આજે ફેશનનો જબરજસ્ત ક્રેઝ હોવા છતાં પણ ભારતીય ડિઝાઇન્સની બોલબાલા વધારે છે. આઘુનિક યુવક-યુવતીઓ પણ ભલે વેસ્ટર્ન ડ્રેસિસ પસંદ કરતાં હોય તેમ છતાં પરંપરાગત વસ્ત્રોના પણ ખૂબ દીવાના હોય છે.
ખાસ કરીને પાર્ટી તથા લગ્નપ્રસંગે તો તેઓ પરંપરાગત ભારતીય વસ્ત્રો જ પહેરવાનું અચૂક પસંદ કરે છે.
અગાઉ આંતરરષ્ટ્રીય ફેશન જગતમાં ભારતીય ડિઝાઇનર્સ ગણ્યાગાંઠ્યા જ જોવા મળતા હતા. હવે અનેક પ્રતિભાશાળી ભારતીય ડિઝાઈનર્સ આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા છે તે એ વાતની સાબિતી આપે છે કે ભારતીય ફેશને આજે સમગ્ર વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. વિશ્વસૌંદર્ય સ્પર્ધાઓમાં ભારતીય સુંદરીઓ જે ખિતાબ પ્રાપ્ત કરે છે તેનો શ્રેય તેમના ડિઝાઇનર્સને જ જાય છે કે જેમણે પરંપરાગત ભારતીય વસ્ત્રોથી તેમને સજાવી હોય છે.
ભારતીય કલા, કારીગરી અને ભારતીય મોટિફથી સજાવેલાં વસ્ત્રોમાં સજ્જ ખૂબસુરત અભિનેત્રીઓએ પણ યુવા વર્ગમાં ભારતીય વસ્ત્રો પ્રત્યે આકર્ષણ પેદા કર્યું છે અન ેએટલે જ ૭૦ અને ૮૦ના દાયકાની ટાઇટ ચૂડીદાર કુરતા-પાયજામાની ફેશન આજે પાછી ફરી છે.
પડદા પર દેખાડવામાં આવતાં ફેમિલી ડ્રામા અને ‘હમ આપ કે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ’ જેવી કૌટુંબિક ફિલ્મોએ ભારતીય પરંપરાગત વસ્ત્રોનો ક્રેઝ વધાર્યો છે. ભારતીય ડિઝાઇનર્સનો પ્રભાવ આજે એટલો બધો વધી ગયો છે કે વિશ્વ ફેશન સ્તરે ભારતીય ફેશનની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
ફેશન ડિઝાઇનરના મતાનુસાર, ‘‘ભારતીય ડિઝાઇનર્સનું જમા પાસું એ છે કે તે ખૂબ જ આરામદાયક હોય છે. તેમાં જરીનું વર્ક તથા રંગથી માંડીને સ્ટાઇલંિગ સુધી ખૂબ વિવિધતા જોવા મળે છે. ભારતીય જરી વર્ક અને ભરતકામમાં છે વારાણસીનું તનછોઈ, બંગાળનું બાલુચરી, જામદાની અને વેલબુટ્ટાવાળું વર્ક, મહારાષ્ટ્રનું કસૂતી, પંજાબનું ફુલકારી, લખનૌનું ચિકન વર્ક અને રાજસ્થાનનું ટાઇ એન્ડ ડાઈ જેને બાંધણી પણ કહેવામાં આવે છે.
આ જ કારણે આજે લોકોમાં પરંપરાગત વસ્ત્રો પ્રત્યેનું આકર્ષણ વઘું છે. જ્યાં સુધી સ્ટાઇલંિગનો સવાલ છે તો ભારતીય વસ્ત્રોમાં ઘણાં ફેરફાર કરી શકાય છે. જેમ કે સલવાર કે પાયજામામાં થોડો ફેરફાર કરીને ચૂડીદારથી લઈને પેરેલલ પણ બનાવી શકાય છે, જે પોશાકને એકદમ અલગ રૂપ આપે છે. એટલે કે એક રીતે વસ્ત્રોનું આખું સ્વરૂપ સરળતાથી બદલી શકાય છે.
ભારતીય ડિઝાઇનની એક વિશેષતા એ પણ છે કે તે વધારે ફ્‌લેક્સિબલ છે જેના કારણે ભારતીય પોશાકમાં ઘણાં ડ્રેપ થઈ શકે છે, આના લીધે પોશાક વઘુ આકર્ષણ પેદા કરે છે.
ફેશનમાં લોકોની નવીનતાની ઇચ્છા પૂરી કરવા માટે આજકાલ ભારતીય પરંપરાગત ડિઝાઇન્સમાં વેસ્ટર્ન ડિઝાઇન્સના ફ્‌યૂઝનથી નવું સ્વરૂપ પામેલાં વસ્ત્રોનું ચલણ ખૂબ છે, જે ભારતીય વસ્ત્રોને પરંપરાગત આભાસ આપવાની સાથે સાથે આઘુનિક લુક પણ આપે છે.
ડિઝાઇનર જણાવે છે, ‘‘ભારતીય સ્ત્રીના સદીઓ જૂના પરંપરાગત પોશાકો સાડી બ્લાઉઝ, ચણિયાચોળી વગેરેમાં નવા પ્રયોગ, નવી સ્ટાઇલ, પ્રિન્ટ અને અલગ કટ્‌સથી તેમને આઘુનિક રૂપ આપીને સ્ત્રીનું વ્યક્તિત્વ નિખારી શકાય છે. આ જ રીતે કેરી, બેલબુટ્ટી જેવી પરંપરાગત ઇન્ડિયન મોટિફસનો આઘુનિક ડ્રેસમાં સમાવેશ કરીને નવું સ્વરૂપ આપી શકાય છે. એટલે ફ્‌યૂઝનની અનોખી કલાથી ભારતીય અને વેસ્ટર્ન ડિઝાઇન્સનો સુમેળ સાધીને વસ્ત્રોને વઘુ નિખારી શકાય છે. જેમ કે આજકાલ યુવતીઓના આઘુનિક ટોપ પર સિલ્વર કલરનાં એમ્બ્રોઇડરી વર્કનું ચલણ છે. એ રીતે સલવાર સૂટમાં શોર્ટ કુરતાની ફેશન છે.
આઘુનિક વસ્ત્રોમાં દુપટ્ટાની જેમ જ સ્કાર્ફનું પણ ચલણ છે. નવાં ડિઝાઇનર વસ્ત્રોમાં એકસાથે ૨-૨, ૩-૩, સાડીઓને ડ્રેપ કરીને વસ્ત્રને નવું આકર્ષક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. એટલે કે ફ્‌યૂઝનને કારણે ભારતીય કલા, ભારતીય રંગ અને ભારતીય મોટિફને લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ મળી છે અને સાથે ભારતીય વસ્ત્રોને આંતરરાષ્ટ્રીય ઓળખ.
ભારતીય ફેશનની લોકપ્રિયતા અને દરેક ઉંમરના લોકોમાં તેના વધતા જતા ક્રેઝનું રહસ્ય ખુલ્લું પડતાં ફેશન ડિઝાઇનર્સ જણાવે છે કે ભારતીય વસ્ત્રોની ખાસિયત છે કે તે યુનિવર્સલ છે. તે દરેક પ્રકારના બોડી શેપ પર શોભે છે. વળી ભારતીય ફેશન ફક્ત ભારતીયોને જ નથી આકર્ષતી, આખી દુનિયા તેની દીવાની છે.
વારિણી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved