Last Update : 14-August-2012, Tuesday

 

માતા બન્યા બાદ ફિગર જાળવતી તારિકાઓ
મલયકા અરોરા ખાન, જેસિકા અલ્બા, મંદિરા બેદી

 

લ્મોની અભિનેત્રી ઘર વસાવીને ઠરીઠામ થતાં તેની કારકિર્દી પૂરી થતી હોવાનું આપણે માનીએ છીએ.જો કે સમયમાં આવેલા બદલાવ સાથ ે હવે તારિકાઓ માતા બન્યા પછી પણ પોતાની કેરિયર જારી રાખતી જોવા મળે છે. આનું તાજેતરનું ઉદાહરણ ઐશ્વર્યા રાય બચ્ચન છે. નવેમ્બર મહિનામાં દીકરીને જન્મ આપનારી ઐશ્વર્યા હમણાં કાન્સ ફિલ્મોત્સવમાં રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અભિનેત્રી લારા દત્તા પણ ઓગસ્ટ મહિનાથી પોતાના નિર્માણ ગૃહની ફિલ્મનું કામ શરૂ કરશે. ‘દબંગ’ ફિલ્મમાં ‘મુન્ની બદનામ હુઇ’ ગીત કરનારી મલયકા અરોરા ખાન આઠ વર્ષના દીકરાની મમ્મી છે. તેનું ફિગર જોતાં આ વાતની સચ્ચાઇ પર વિશ્વાસ ન થવો સહજ છે. જો કે તારિકાઓ માતા બન્યા પછી ડાયેટ અને કસરત પર ઘ્યાન આપીને પોતાનું ફિગર અને સુંદરતાને જાળવી લે છે.
મલયકા ગ્લેમર જગતમાં મોડેલ અને આઇટમ ગર્લ તરીકે જાણીતી છે. તે પોતાનું ફિગર જાળવવા ખાસ કાળજી લે છે. જો કે આ માટે તે ભૂખને મારતી નથી. તેના બદલે દર થોડા સમયે થોડું થોડું ખાવાનું પસંદ કરે છે. તે કહે છે કે સવારના રાજાની જેમ નાસ્તો કરો,બપોરના રાજકુમારની જેમ જમો અને સાંજના ભિક્ષુકની જેમ પેટ ભરો. રાતના સમયે કાર્બોહાઇડ્રેટવાળી વાનગી કદાપિ ખાવી નહિ. તે જ પ્રમાણે તળેલી વાનગી પણ ખાતાં અગાઉ બે વખત વિચાર કરવો. સોમ થી શનિવાર સુધી ડાયેટનું પાલન કરવું અને રવિવારે મનગમતી વાનગી પ્રમાણસર ખાવી.
મલયકા ઓલિવ ઓઇલમાં જ ભોજન રાંધે છે. દિવસ દરમિયાન રતાળુ ,બટેટા અને બ્રાઉન રાઇસ જેવી કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુઓ લે છે. જો કે તે બટેટાને છાલ સાથે જ શેકવાનો આગ્રહ રાખે છે. તે જ પ્રમાણે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઇ રહે તે માટે નાળિયેર પાણી ,ગ્રીન ટી અને વેજીટેબલ જયુસ પીતી રહે છે.
મલયકા સવારના ઊઠીને મધ અને લીંબુ પાણી મિકસ કરેલું એક ગ્લાસ ગરમ પાણી પીએ છે.થોડીવાર બાદ એક લિટર નવસેકું પાણી પીએ છે. નાસ્તામાં તે એક વાટકી મોસમી ફળ ,ઇડલી અથવા પૌઆ અથવા ઉપમા અથવા પોરીજ લે છે. વર્ક આઉટ કર્યા પછી કેળાં અને પ્રોટીન શેક લે છે. બપોરના ૧૨ વાગ્યે આમળાનો રસ મિકસ કરેલો વેજીટેબલ જયુસ લે છ.ે જમવામાં બ્રાઉન અથવા ગોઅન રેડ રાઇસ,૨-૩ શાક અને એક વાટકી ફણગાવેલું કઠોળ લે છે. બપોરના ચાર વાગે મલયકા ઇડલી/પૌઆ/ઉપમા/એક પીનટ બટર સેન્ડવીચ લે છે. રાતના આઠ વાગ્યા સુધીમાં તે હળવું ભોજન લે છે જેમાં સૂપ અને સલાડનો સમાવેશ કરવાનું ચૂકતી નથી. જો મોડી રાતના ભૂખ લાગે તો તે સંતરા ,ગાજર કે મોસમી ફળ લે છે અથવા બદામ,જરદાળુ કે અખરોટ લે છે.
પોતાનું ફિગર જાળવવા માટે મલયકા વેઇટ ટ્રેનંિગ અને સ્ટ્રેન્થ ટ્રેનીંગ કસરત કરે છે. આ ઉપરાંત તે કિક બોકસીંગ , ફ્રી વેઇટ,કેટલ બેલ્સ ,મેડિસિન બોલ્સ ,સ્ટેબિલિટી બોલ્સ વગેરે પણ કરે છે. તેને હેલ્ધી ફૂડ અને હોમ મેડ રેમિડી અને હેલ્થ ટીપ્સ વિશે વાત કરવી ગમે છે. આથી જ તે ભૂખ્યા રહ્યા વગર જ શરીરને કઇ રીતે સેકસી રાખવું તે વિષય પર પુસ્તક લખવાનું વિચારે છે.
બહુમુખી પ્રતિભા ધરાવતી હોલીવૂડની અભિનેત્રી જેસિકા અલ્બા પણ માતા બન્યા બાદ વઘુ સુંદર દેખાય છે અને તેણે તેનું ફિગર ખૂબ જ સારી રીતે જાળવ્યું છે. તેણે શિશુને સ્તનપાન કરાવીને પ્રસૂતિ બાદ રહી ગયેલા પેટને ઘટાડયું હતું. આ ઉપરાંત તે હળવી કસરત પણ કરતી હતી. જેસિકાએ તળેલી વાનગી ખાવાનું બંધ કરી દીઘું હતું. તે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન છેલ્લે સુધી હલન ચલન કરતી હતી. તે પ્રિનેટલ યોગ અને સ્ટેબિલિટી બાઇક કસરત પણ કરતી હતી. જેસિકા લો કાર્બ અને લો ફેટ ફૂડ લેતી હતી. શકય હોય ત્યાં સુધી તે ફ્રેશ બેરી ,શાકભાજી અને પ્રોટીન ફૂડ જ વઘુ લેતી હતી. આ ઉપરાંત દર થોડા સમયે ખાવાથી તેની શારીરિક ઊર્જા જળવાઇ રહેતી હતી.
જેસિકા કહે છે કે પ્રેગનેન્સી દરનિયાન વર્ક આઉટ કરવાથી પ્રસૂતિ બાદ વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેને‘ડાયેટ ’ શબ્દ ગમતો નથી. તે કહે છે કે તેનાથી કામચલાઉ ધોરણે વજન ઘટે છે. તેને આમ પણ પેકેજ ફૂડ કરતાં ઓર્ગેનિક ફૂડ વઘુ ભાવે છે.
અભિનેત્રી અને ટીવી કાર્યક્રમની સંચાલિકા મંદિરા બેદીનો દીકરો એક વર્ષનો થયો છે. અને હવે તે પ્રસૂતિ બાદના વજનને ઘટાડીને પહેલા જેવી સુંદર બની ગઇ છે. હાલમાં તેણે ‘જો જીતા વો હી સુપરસ્ટાર’ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. પ્રેગનેન્સી દરમિયાન તેનું ૨૨ કિલો વજન વધી ગયું હતું. જો કે હવે તે પાછી પૂર્વવત્‌ થઇ ગઇ છે. અને તેને પોતાની ૨૬ની કમર ધરાવતી જીન્સ થઇ રહે છે.પ્રસૂતિના ૪૦ દિવસ બાદ તેને કસરત કરવાની છૂટ આપવામાં આવી હતી.
મંદિરા નોર્મલ પ્રસૂતિ કરી શકી નહોતી .તેનું સિઝેરિયન કરવું પડયું હતું. તે સ્તનપાન કરાવતી હોવાથી ડાયેટંિગ નહોતી કરતી પણ તેણે મીઠાઇ ખાવાનું બંધ કરી દીઘું હતું. પ્રસૂતિના છ સપ્તાહ બાદ તેણે ૨૦-૨૫ મિનિટ ચાલવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના પછી તેણે ૧૫-૨૦ મિનિટ દોડવાનું ચાલુ કર્યું હતું. હવે તે દરરોજ એક કલાક દોડે છે.શોલ્ડર ,બાઇસેપ્સ કે ચેસ્ટ વર્ક આઉટ દરમિયાન તે દોરડાં કૂદતી હતી. સવારના સમયે મંદિરા કાર્ડિયો કસરત કરે છે. સાંજના સમયે સાયક્લીંગ કે ક્રોસ ટ્રેનીંગની સાથે અડધો કલાક દોડવાનું રાખે છે.
મંદિરા કહે છેકે પહેલાં જેવું ફિગર મેળવવા માટે મેં ઘણી મહેનત કરી છે. મારી જે સખી મારી સાથે ગર્ભવતી હતી તે વેઇટ લોસ ગુ્રપમાં જોડાઇ હતી અને તેને એમ કહેવામાં આવ્યું હતું કે તે એક વર્ષમાં પહેલાં જેવું ફિગર મેળવી લેશે .પરંતુ મેં માત્ર છ મહિનામાં તે મેળવી લીઘું હતું. હું સાદો કાર્બ અને હાઇ પ્રોટીન ડાયેટ લેતી હતી. મારું શરીર લવચીક અને મજબૂત છે એટલે મને કસરત કરવામાં વાંધો આવ્યો નહોતો.
ઉપરાંત તે હળવી કસરત પણ કરતી હતી. જેસિકાએ તળેલી વાનગી ખાવાનું બંધ કરી દીઘું હતું. તે પોતાની ગર્ભાવસ્થા દરમિયાન છેલ્લે સુધી હલન ચલન કરતી હતી. તે પ્રિનેટલ યોગ અને સ્ટેબિલિટી બાઇક કસરત પણ કરતી હતી. જેસિકા લો કાર્બ અને લો ફેટ ફૂડ લેતી હતી. શકય હોય ત્યાં સુધી તે ફ્રેશ બેરી ,શાકભાજી અને પ્રોટીન ફૂડ જ વઘુ લેતી હતી. આ ઉપરાંત દર થોડા સમયે ખાવાથી તેની શારીરિક ઊર્જા જળવાઇ રહેતી હતી.
જેસિકા કહે છે કે પ્રેગનેન્સી દરનિયાન વર્ક આઉટ કરવાથી પ્રસૂતિ બાદ વજન ઘટાડવામાં સરળતા રહે છે. તેને‘ડાયેટ ’ શબ્દ ગમતો નથી. તે કહે છે કે તેનાથી કામચલાઉ ધોરણે વજન ઘટે છે. તેને આમ પણ પેકેજ ફૂડ કરતાં ઓર્ગેનિક ફૂડ વઘુ ભાવે છે.
અભિનેત્રી અને ટીવી કાર્યક્રમની સંચાલિકા મંદિરા બેદીનો દીકરો એક વર્ષનો થયો છે. અને હવે તે પ્રસૂતિ બાદના વજનને ઘટાડીને પહેલા જેવી સુંદર બની ગઇ છે. હાલમાં તેણે ‘જો જીતા વો હી સુપરસ્ટાર’ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. પ્રેગનેન્સી દરમિયાન તેનું ૨૨ કિલો વજન વધી ગયું હતું. જો કે હવે તે પાછી પૂર્વવત્‌ થઇ ગઇ છે. અને તેને પોતાની ૨૬ની કમર ધરાવતી જીન્સ થઇ રહે છે.પ્રસૂતિના ૪૦ દિવસ બાદ તેને કસરત કરવાની છૂટ આપવામાં આવી હતી. મંદિરા નોર્મલ પ્રસૂતિ કરી શકી નહોતી .તેનું સિઝેરિયન કરવું પડયું હતું. તે સ્તનપાન કરાવતી હોવાથી ડાયેટંિગ નહોતી કરતી પણ તેણે મીઠાઇ ખાવાનું બંધ કરી દીઘું હતું. પ્રસૂતિના છ સપ્તાહ બાદ તેણે ૨૦-૨૫ મિનિટ ચાલવાનું શરૂ કર્યું હતું. ચાર મહિના પછી તેણે ૧૫-૨૦ મિનિટ દોડવાનું ચાલુ કર્યું હતું. હવે તે દરરોજ એક કલાક દોડે છે.શોલ્ડર ,બાઇસેપ્સ કે ચેસ્ટ વર્ક આઉટ દરમિયાન તે દોરડાં કૂદતી હતી. સવારના સમયે મંદિરા કાર્ડિયો કસરત કરે છે. સાંજના સમયે સાયક્લીંગ કે ક્રોસ ટ્રેનીંગની સાથે અડધો કલાક દોડવાનું રાખે છે. મંદિરા કહે છેકે પહેલાં જેવું ફિગર મેળવવા માટે મેં ઘણી મહેનત કરી છે. મારી જે સખી મારી સાથે ગર્ભવતી હતી તે વેઇટ લોસ ગુ્રપમાં જોડાઇ હતી અને તેને એમ કહેવામાં આવ્યું હતું કે તે એક વર્ષમાં પહેલાં જેવું ફિગર મેળવી લેશે .પરંતુ મેં માત્ર છ મહિનામાં તે મેળવી લીઘું હતું. હું સાદો કાર્બ અને હાઇ પ્રોટીન ડાયેટ લેતી હતી. મારું શરીર લવચીક અને મજબૂત છે એટલે મને કસરત કરવામાં વાંધો આવ્યો નહોતો.
ભાવના જોશી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved