Last Update : 14-August-2012, Tuesday

 

પુષ્પોથી લીસું કામ હવે બોલવું ગમતું નથી

 

પ્રસંગ અનુરૂપ ફૂલોની પસંંદગીના અભાવે ક્યારેક ગેરસમજ ઊભી થાય છે
ફૂલો સૌથી શ્રેષ્ઠ અને અમૂલ્ય ભેટ કહેવાય છે. ફૂલોની ખાસિયત એ છે કે તે કોઈપણ પ્રસંગે હૃદયની ઉર્મિઓને અન્યો સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. હા, જુદા જુદા પ્રસંગે વિવિધ પ્રકારના પુષ્પો આપવાનો હોય છે. આપણે ત્યાં પણ પાશ્ચાત્ય દેશોની જેમ શુભ પ્રસંગે પુષ્પગુચ્છ ભેટ આપવાની ફેશન શરૂ થઈ છે. આ પ્રથા એકંદરે સારી છે પરંતુ પ્રસંગ અનુસાર પુષ્પોની ખોટી પસંદગી થઈ જાય તો તે ખોટો સંદેશ વ્યક્ત કરે છે.
પુષ્પો લાગણીઓને વાચા આપે છે. પ્રત્યેક પુષ્પ દ્વારા વ્યક્ત થતી લાગણી ભિન્ન-ભિન્ન હોય છે. જેમ કે ઃ
લાલ ગુલાબ ઃ કોઈપણ પ્રસંગે અથવા પ્રસંગ વગર પ્રેમીજનો એકમેકને લાલ ગુલાબની ભેટ આપે છે. લાંબી દાંડીવાળા લાલ ગુલાબ દ્વારા પ્રેમી પોતાની પ્રિયતમાને ‘આઈ લવ યુ’ કહે છે. કોઈપણ પ્રસંગ વગર જ્યારે લાલ ગુલાબ આપવામાં આવે તો તે પ્રેમીનું હૃદય જીતી લે છે. લાલ ગુલાબ ‘રોમેન્ટીક લવ’નું પ્રતિક છે એટલે જ તે યુવાનોનું પ્રિય ફૂલ છે. પ્રેમની અભિવ્યક્તિનું તે ઉત્તમ માઘ્યમ ગણાય છે.
પીળું ગુલાબ ઃ પીળું ગુલાબ મિત્રતાનું પ્રતિક છે, મિત્રો, સહકર્મચારીઓ અથવા ભાઈ-બહેનોને આપવા માટે તે ઉત્તમ ભેટ ગણાય છે. પ્રેમીજનો આ ગુલાબનો ભાગ્યે જ ઉપયોગ કરે છે.
ગુલાબી ગુલાબ ઃ ગુલાબી ગુલાબ ગુપ્ત પ્રેમ વ્યક્ત કરે છે. મિત્રતા અને રોમેન્ટિક પ્રેમ વચ્ચેની અસમંજસભરી સ્થિતિ હોય ત્યારે ગુલાબી ગુલાબ આપવામાં આવે છે. તે કોઈ વ્યક્તિ માટે હૃદયમાં રહેલા ગુપ્ત પ્રેમને વ્યક્ત કરે છે એટલે આ ભેટ માત્ર મિત્રતાની લાગણી હોય તેવી વ્યક્તિને ન અપાય.
સફેદ ગુલાબ ઃ સફેદ ગુલાબ નિર્દોષ પ્રેમનું પ્રતિક છે. કુટુંબીજનોને આપવા માટે તે ઉત્તમ ભેટ ગણાય છે. મરણ પ્રસંગે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કાર્નેશન (આછા ગુલાબી રંગના ગુલાબ) ઃ જ્યારે કોઈ વ્યક્તિ માટે હૃદયમાં પ્રેમની લાગણી હોય પરંતુ તે વ્યક્ત ન કરી હોય ત્યારે આછા ગુલાબી રંગના ગુલાબ આપવામાં આવે છે.
ઓર્કિડ (શતાવરી) ઃ પ્રેમ અને સૌંદર્યની અભિવ્યક્તિ આ ફૂલો દ્વારા કરવામાં આવે છે. આ ફૂલો કોઈપણ શુભપ્રસંગે કોઈપણ વ્યક્તિને આપી શકાય છે. ઓર્કિડ બધાને જ પ્રિય છે અને તે કોઈ ચોક્કસ પ્રકારનો સંદેશ ધરાવતા નથી.
ડેઈઝી ઃ આ પુષ્પો સંનિષ્ઠ પ્રેમનું પ્રતિક ગણાય છે. તેથી તે માતા-પિતા કે અન્ય વડીલો પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા આપવામાં આવે છે.
લીલી ઃ પવિત્રતા અને માઘુર્યનું પ્રતિક એટલે લીલીના પુષ્પો પુત્રી અથવા ભત્રીજીને આપવા માટે શ્રેષ્ઠ ભેટ ગણાય છે.
ચેરી સેન્થમમ ઃ આ પુષ્પો મિત્રતા વ્યક્ત કરે છે એટલે તે કોઈપણ પ્રસંગે મૈત્રીભાવ વ્યક્ત કરવા આપી શકાય છે. પરંતુ તે પ્રેમની લાગણી વ્યક્ત ન કરતાં હોવાથી પ્રેમીજનોમાં તે પ્રિય નથી.
પુષ્પો કુદરતની ઉત્તમ ભેટ છે. જ્યારે આ ભેટ અન્યોને આપવામાં આવે ત્યારે તે અમૂલ્ય બની જાય છે. જો તમને ફૂલોનું મહત્ત્વ ખબર હોય તો તમે તમારી લાગણી સારી રીતે વ્યક્ત કરી શક્શો.
જયવંતી

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved