Last Update : 14-August-2012, Tuesday

 

રંગબેરંગી છત્રીઓ બની ગઈ સ્ટાઈલીશ એસેસરી
આ વર્ષે પારદર્શક અને એનિમલ પ્રિન્ટ છત્રીની માંગ

ભીની ભીની વર્ષાૠતુમાં આપણને એમ થાય કે ફેશન કઇ રીતે કરી શકાય? જયાં સારી રીતે તૈયાર થઇને બહાર જવાનો વિચાર કર્યો હોય ત્યાં વરસાદ તૂટી પડે અને આપણો મૂડ ખરાબ થઇ જાય .આમ છતાં નિરાશ થવા જેવું નથી. આ મોસમમાં પણ તમે સ્ટાઇલીશ દેખાઇ શકો છો અને તેમારા સ્ટાઇલીશ દેખાવમાં છત્રી એટલે કે અમ્બ્રેલા મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સમયે છત્રી નામ સાંભળતાં જ આપણી આંખ સામે લાંબા હાથાવાળી કાળા રંગની મોટી છત્રી આવતી હતી. આ છત્રીને લઇને જવામાં યુવાનો સંકોચ અનુભવતાં હતા. જો કે છેલ્લા થોડા વર્ષોમાં છત્રી અને રેન કોટની સ્ટાઇલમાં એટલા ફેરફાર થયા છે કે તે હવે એક મહત્ત્વની એસેસરી બની ગઇ છે. આથી રંગબેરંગી અને સ્ટાઇલીશ છત્રી દેખાવને ફેશનેબલ બનાવે છે.
આજે બજારમાં જાતજાતની છત્રીઓ મળે છે. નાના બાળકના મનને છત્રી મળ્યાનો અહેસાસ કરાવતી નાનકડી અને સુંદર મજાની છત્રીથી લઇને મોટાઓ માટેની સ્ટાઇલીશ, રંગીન છત્રીઓ મનમોહે છે. ચેકસની ડિઝાઇનવાળી છત્રીને પ્લેડ અમ્બ્રેલા કહેવામાં આવે છે. આવી છત્રીઓ એકદમ કલાસિક લાગે છે અને તમામ વયના સ્ત્રી પુરુષને શોભે છે. આ ઉપરાંત કેઝયુઅલથી લઇને ફોર્મલ એમ બધા જ પ્રકારના આઉટફિટ પર પણ પ્લેડ છત્રી સારી લાગે છે. આ છત્રીની ખાસિયત એ છે કે તે કયારેય આઉટઓફ ફેશન થતી નથી.
આજના યુવાનો એનીમલ (પ્રાણી) પ્રિન્ટ છત્રીને પસંદ કરે છે. આનાથી તેઓ સ્માર્ટ દેખાય છે. ચિત્તો,જિરાફ જેવા પ્રાણીઓની પ્રિન્ટવાળી છત્રીની માગ વઘુ જોવા મળે છે. કોલેજીયન તરુણો એનીમલ પ્રિન્ટ પસંદ કરે છે તો તરુણીઓ પોલ્કા ડોટ અમ્બ્રેલાને રાખે છે. આનાથી સ્ટાઇલીશ લુક મળે છે એવો મત તેઓ વ્યક્ત કરે છે.
લાકડાના હેન્ડલવાળીથી લઇને કોમ્પેકટ સુધીની જાતજાતની છત્રી બજારમાં મળે છે. ઓફિસ જતાં લોકો કોમ્પેકટ એથવા થ્રી ફોલ્ડ અમ્બ્રેલા પસંદ કરે છે. આવી છત્રી બેગમાં સહેલાઇથી આવી જતી હોવાથી તેને કયાંય ભૂલી જવાતી નથી. આ જ પ્રમાણે છેલ્લા થોડા વર્ષોથી પારદર્શક છત્રીનો ટ્રેન્ડ પણ જોર પકડી રહ્યો છે. ભીડમાં પારદર્શક છત્રી ધરાવનારા હંમેશા આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ઉપરાંત લેસ ,ઝૂલ અને રિબન લગાડેલી છત્રી પણ સુંદર દેખાય છે. યુવતીઓ આવી છત્રીને વઘુ પસંદ કરે છે. આ વર્ષે તો લાંબા હાથાવાળી છત્રીની માગ પણ વઘુ જોવા મળે છે.
છત્રી સુતરાઉ ,પોલિસ્ટર ,સિલ્ક જેવા જુદાજુદા કાપડની બને છે. સિલ્કની છત્રી એકદમ કલાસિક લાગે છે. સામાન્ય રીતે ગ્રે, બ્લેક અને આછા રંગની છત્રી જ વઘુ ખરીદવામાં આવતી હતી પણ હવે બોલ્ડ અને બ્રાઇટ રંગની માગ છે. ઘેરા રંગમાં ફૂલોની ડિઝાઇન કે ચેકસ પ્રિન્ટની છત્રીઓ વઘુ જોવા મળે છે. એમ કહેવાય છે કે ચોમાસામાં વાતાવરણ ઉદાસ હોય છે .આ કારણે મન પર પણ વિપરિત અસર થાય છે .આથી ઘેરા રંગની છત્રી મનને રંગીન બનાવે છે. પર્પલ ,રેડ , યલો, એકવા બ્લુ જેવા રંગોની છત્રી ખૂબ જ સરસ દેખાય છે અને વાતાવરણને પણ રંગીન બનાવે છે.
તમને જાણીને નવાઇ લાગશે કે તમારી છત્રીનો રંગ તમારા સ્વભાવને દર્શાવે છે. બેઝ ,ગ્રે ,ઓફ વ્હાઇટ અને હળવા રંગની છત્રી વાપરનાર વ્યક્તિ અંતર્મુખી અને સાદગીભર્યું જીવન જીવવામાં માનતી હોય છે. જયારે ઘેરા રંગની સ્ટાઇલીશ અમ્બ્રેલા રાખનારી વ્યક્તિ બહિર્મુખી ,સાહસી અને ફેશનેબલ હોય છે. કેટલીક સ્ટાઇલીશ માનુનીઓ પોતાના પોશાક અને પગરખાં સાથે મેચ થતાં રંગની જ છત્રી રાખવાનો આગ્રહ રાખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાર હજાર વર્ષ અગાઉ છત્રી બનાવવામાં આવી હતી. હકીકતમાં તો ઇજિપ્ત ,ગ્રીસ તથા અન્ય યુરોપીયન દેશોમાં સૂર્યના તાપથી બચવા માટે છત્રીની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. વિશ્વમાં પહેલવહેલી વોટરપ્રૂફ છત્રી ચીને બનાવી હતી જેથી તેને વરસાદમાં વાપરી શકાય .પ્રાચીન યુરોપમાં તો છત્રીને મહિલાઓ માટેની એસેસરી જ ગણવામાં આવતી હતી.
છત્રીના સળિયાને કાટ ન લાગે તે માટે ચોમાસુ પૂરું થયા પછી તેને ગરમ પાણી અને સાબુથી ધોઇને સુકવવા મૂકવી. તે સરખી સુકાઇ જાય પછી જ પેક કરીને મૂકવી. દર થોડા સમયે છત્રીની સ્થિતિ તપાસવી. પારદર્શક છત્રીની સંભાળ વઘુ રાખવી પડે છે. ભીનીછત્રીને બારી પાસે મૂકવી નહિ. સૂર્યના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી તે ખરાબ થઇ શકે છે. તે જપ્રમાણે છત્રીને હિટર પાસે મૂકી સુકવવી નહિ. તેને ઓરડાના સામાન્ય તાપમાને જ સુકાવા દેવી.
ભાવિકા

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved