Last Update : 14-August-2012, Tuesday

 

આરોગ્ય પ્રશ્નોત્તરી

કાનમાં બહેરાશ, શીત-પિત્ત, શીળસ, સખત ખંજવાળ એલર્જિક ખાંસી, શરદી, કફ, રાત્રે ખાંસી વધે ત્યારે શ્વાસ ચડે, ગભરામણ થાય

પ્રશ્ન ઃ મારી ઉંમર ૭૫ વર્ષની છે. મને કાને ઓછું સંભળાય છે તો દવાઓ લખી જણાવવા વિનંતી.
- એચ.ડી. પ્રજાપતિ
(નરોડા, અમદાવાદ)

 

ઉત્તર ઃ ૬૫થી ૭૫ વર્ષની વચ્ચે વૃઘ્ધાવસ્થાના કારણે આવતી બહેરાશ સામાન્ય ગણાય છે. અને તે મટાડવી મુશ્કેલ હોય છે. આમ છતાં સંપૂર્ણ બહેરાશ નથી આવી અને થોડીક જ બહેરાશ અનુભવાઇ રહી છે એટલે એકધારી વ્યવસ્થિત સારવાર કરશો તો પરિણામ ચોક્કસ મળશે.
(૧) બિલ્વાદિ તેલના ટીપાં કાનમાં પાડવા. સુશ્રુત સંહિતામાં આ તેલ બનાવવાની રીત આ પ્રમાણે આપી છે
કાચાં બીલા લાવી ગૌમૂત્રમાં વાટી ચટણી જેવો કલ્ક બનાવી લેવો. કલ્કના વજન કરતાં ચાર ગણું તલનું તેલ અને સોળ ગણું બકરીનું (અથવા ગાયનું) દૂધ નાખી તેલને પકાવી લેવું. આ તેલથી રોજ રાત્રે કર્ણપૂરણ કરવું તથા ગરમ કરેલા તે તેલ વડે કાનના મૂળમાં તથા આજુબાજુ માલિશ કરી શેક કરવો.
(૨) રાસ્નાદિ ગૂગળ તથા પથ્યાદિ ગૂગળની બે બે ગોળી ભૂકો કરીને પાણી સાથે લેવી. તદુપરાંત સારિવાદિ વટીની એક એક ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
(૩) ચારચમચી દશ મૂલારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પીવું.
વાયુ કરે એવા પદાર્થો ન ખાવા.
લસણ, સરગવો, મેથી, અજમો, આદું, કૂમળા મૂળા, કૂમળા રીંગણ, મગ, ભાત,. ખીચડી, રોટલી, ભાખરી જેવો વાયુ તથા કફનું શમન કરે એવો સાદો સુપાચ્ય ખોરાક આપના માટે પથ્ય (અનુકૂળ) છે.

 

પ્રશ્ન ઃ મારી ઉંમર ૧૯ વર્ષની અને વજન ૩૮ કિલો છે. મને છેલ્લા ત્રણ વર્ષથી એલર્જિક ખાંસીની તકલીફ છે. ઠંડી હવા, ઘૂળ-ઘૂમાડાથી મને ખાંસીની તકલીફ થાય છે. ખાંસી થતાં જ શરદી અને કફની તકલીફ વધી જાય છે. અને ખાંસી જો વધારે આવે તો ઊલટી પણ થઇ જાય છે. ઠંડા વાતાવરણમાં અને ખાસ કરીને રાત્રે આ તકલીફ વધારે થાય છે. અમુક વખતે તો આખી રાત પણ ખાંસી રહે છે. ઠંડું કે ગળ્યું ખાતાની સાથે જ ખાંસી ચાલુ થઇ જાય છે. સીઝન બદલાય ત્યારે તો ખૂબ જ તકલીફ થાય છે. ખાંસી વધારે થાય ત્યારે શ્વાસ ચઢી જાય છે. અને ગભરામણ પણ થાય છે.
- એક યુવતિ (વેજલપુર જિ. પંચમહાલ)

 

ઉત્તર ઃ શરદી કે કફ થાય તો ઉતાવળ કરીને કફને સૂકવનારા ઔષધો ન લો. થોડી ધીરજ રાખી, ભલે વાર લાગે તો પણ શરદી, સસણી, ખાંસી અને શ્વાસના રોગને મૂળમાંથી મટાડે એવી જ સારવાર લો. ઔષધો હું તમને આ પ્રમાણે સૂચવું છું ઃ
(૧) કંટકારિ અવલેહ અથવા તો ભાર્ગીવુડ બે બે ચમચી સવાર સાંજ ચાટી જવો.
(૨) શ્વાસકુઠાર રસ એક ગોળી, ચંદ્રામૃત રસ એક ગોળી, કફકુઠાર રસ એક ગોળી, શ્વાસ કાસ ચંિતામણિ રસ એક ગોળી. આ બઘું બારીક વાટી, મધમાં મેળવીને ચાટી જવું. સવાર સાંજ આ પ્રયોગ ચાલુ રાખવો.
(૩) છાતીમાં કફ જામી જવાથી ખાંસી આવે અને ખૂબ ખાંસવા છતાં કફ છૂટો ન પડે તો છાતી, પીઠ અને પડખા પર પંચગુણ તેલ લગાવી હિટંિગ પેડથી અથવા તો ગોટાથી શેક કરવો.
(૪) કફ સૂકાઇ જવાથી ખાંસી આવતી હોય અને કફ છૂટો ન પડતો હોય તો ઉપયોગી થાય એવું એક ઔષધ છે શૃંગ્યાદિ ચૂર્ણ. સવાર સાંજ એકથી બે ગ્રામ જેટલું ચૂર્ણ મધ સાથે ચાટી જવાથી ખાંસી, શ્વાસ અને શરદી મૂળમાંથી જશે. શૃંગી એટલે કે કાકડાશંિગી વગેરે સોળ દ્રવ્યોના સંયોજનથી આ ઔષધ બને છે. સૂંઠ, મરી, લીંડી પીપર, હરડે, બહેડા, આમળાં, નાની ભોંયરીંગણી, ભારંગ મૂળ, પુષ્કર મૂળ, જટામાંસી, કાકડા શંિગી, સંિધવ, સંચળ, બીડલવણ, સમુદ્રલવણ (મીઠું) અને સાંભરલૂણ (ગડ) આ સોળ દ્રવ્યો સરખા ભાગે લઇ તેનું બારીક ચૂર્ણ બનાવવું. સવારસાંજ બે ગ્રામ જેટલું ચૂર્ણ મધ સાથે અથવાતો નવશેકા પાણી સાથે લેવાથી ફેફસામાં ચોંટેલા કફને ખોતરી, ઉખેડીને ખાંસી તથા શ્વાસને મૂળમાંથી મટાડશે.
(૫) ઉંમરના પ્રમાણમાં તમારું વજન ઓછું કહેવાય. આથી ખાધેલો ખોરાક પચે, ભોજન પ્રત્યે રુચિ થાય અને પરિણામે લોહી, માંસ, મેદ વગેરે ધાતુઓ વધે એ માટે જમ્યા બાદ બે બે ગોળી ચિત્રકાદિ વટી તથા લશુનાદિ વટીની ચૂસી જવી. જમતાં પહેલા કુમળા આદુંની કચુંબરમાં થોડું મીઠું મેળવી થોડીક કચુંબર ચાટી જવી. ચાર ચમચી અશ્વગંધારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ પી જવું.
ખોરાકમાં દહી, શિખંડ, આઈસક્રીમ, ગોળ, મીઠાઇ, પપૈયા સિવાયના તમામ ફળ, ચીઝ, બટર, પનીર વગેરે બંધ કરી દેવું.
લસણ, આદું, ફુદીનો, કોથમીરની ચટણી તથા પચવામાં હળવા હોય તેવા રુચિકર પદાર્થો લેવા. મગ, ભાત, ખીચડી, કઢી, દાળ, રોટલી, ભાખરી, મમરા, ખાખરા, બાજરીનો રોટલો, રીંગણનો ઓળો તમારા માટે પથ્ય છે.

 

પ્રશ્ન ઃ મારી ઉંમર હાલ ૩૪ વર્ષની છે. છેલ્લા બેત્રણ વર્ષથી હું ખૂબ જ રીબાઉં છું. મને શેની બીમારી છે તે ખબર પડતી નથી. ડોકટરની દવા કરી પણ રોગ મચક આપતો નથી. છેલ્લા બેત્રણ વર્ષથી મને સાથળ પર ચકામા જેવું થાય છે. પહેલા જરા લાલ ટપકાં જેવું લાગે. જાણે મચ્છર કરડી ગયું હોય તેવું લાગે. પછીતે ધીમે ધીમે ફેલાતું જાય અને પછી ખંજવાળવાનું પણ ખૂબ મન થાય. જાત પર કાબુ રાખવા છતાં ઘણીવાર ખૂબ ખંજવાળાઇ જાય છે. હવે મને બગલ પાસે પણ આવું થવા માંડ્યું છે. મેં ડોકટરને બતાવ્યું તો ડોકટરે દસ દિવસનો દવાનો કોર્સ કરાવ્યો. દવા લીધી ત્યાં સુધી ઠીક પણ ફરી પાછું એનું એજ. મને ખ્યાલ છે ત્યાં સુધી મને સવારે નથી થતું પણ બપોર પછી જ થાય છે. પહેલાં ટપકાં જેવું લાગે, સાથળ પર જરા સોજો આવે. ઘણીવાર એ ભાગ પણ જાણે કડક થઇ જાય. અને બધાં ટપકાં મોટા થઇને આખા સાથળ પર ફેલાઇ જાય. હું ત્યાં ઘણીવાર ટેલ્કમ પાઉડર લગાડું છું. થોડી રાહત લાગે. રાત્રે સૂઇને ઊઠું ત્યારે ગાયબ થઈ જાય. પણ પાછું બીજે દિવસે ચાલુ થઇ જાય. કોઇક વાર જરાક થાય તો કોઇક વાર ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે અને મટી ગયા પછી તે ભાગ જાણે કાળો પડતો જાય છે.
બીજું હું રોજ બે દિવસને અંતરે લીંબુનું શરબત પીઉં છું. તો મારાથી લીંબુનું શરબત પીવાય કે નહીં તે જણાવશો.
- એક યુવતી (નવસારી)

 

ઉત્તર ઃ પત્રમાં લખેલી તમારી તકલીફને ઘ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છુંઃ
સૌથી પહેલાં તો તમે લીંબુનું શરબત પીવાનું બંધ કરો. દહીં, શિખંડ, ટમેટા, લીંબુ, જમરૂખ, ખાટાં તમામ ફળ, કેરીનું અથાણું, લીંબુનું અથાણું તથા હાંડવો, ઢોકળા, ખમણ, ઈડલી,ઢોંસા, ઉત્તપમ, દહીંવડા તથા ખાટાં પીણાં પીવાથી આ રોગ વધે અને વકરે છે. એ જ રીતે આઈસક્રીમ, ઠંડા પીણાં અને ઠંડો પવન કે એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી પણ ઢીમચાં અને ખંજવાળ ઉપડી આવે છે. ઘણા લોકોને રાત્રિની ઠંડક અથવા એરકિન્ડશન્ડના કારણે પણ રાત્રે આ શીળસ, શીતપિત્ત અથવા તો અર્ટિકેરિયાની તકલીફ ચાલુ થઇ જાય છે.
ટૂંકમાં તમે લાલ ચકામા, ઢીંમચા અને ખંજવાળની જે તકલીફ થાય છે તેનો ઈલાજ આ પ્રમાણે છે ઃ
(૧) સારી ફાર્મસીનું હરિદ્રાખંડ લાવી સવાર સાંજ એક એક ચમચી ફાકી જવું.
હરિદ્રાખંડમાં હળદર, દારૂહળદર, નસોત્તર, નાગર મોથ, અજમો, અજમોદ, ચિત્રક મૂળ, કડૂ, સફેદ જીરૂ, પીપર, સૂંઠ, નાની એલચી, તજ, તમાલ પત્ર, વાવડંિગ, ગળો, અરડૂસી, કઠ (ઉપલેટ), હરડે, બહેડા, આમળાં, ચવ્ય, ધાણા, લોહ ભસ્મ, અભ્રક ભસ્મ અને ખાંડ વગેરે સત્તાવીસ ઔષધોનું સંયોજન હોય છે. આ ઔષધ સ્વાદિષ્ટ હોય છે અને રોજ સવાર સાંજ એકથી બે ચમચી લેવામાં આવશે તો આપની તકલીફ અવશ્ય જશે.
(૨) આ સિવાય એક ઘરગથ્થું પ્રયોગ આ પ્રમાણે છે ઃ
અજમો, મરી અને હળદરનું સમભાગે ચૂર્ણ લઇ જૂના ગોળમાં મેળવી સોપારી જેવડી ગોળી વાળી સવારસાંજ બે બે ખાવી. કાળા મરી (તીખા)નું ચપટીક ચૂર્ણ ચોખ્ખા ઘીમાં મેળવી સવારસાંજ ચાટી જવાથી પણ લાભ થાય છે.
(૩) મહા મારિચ્યાદિ તેલની રોજ સાંજે અથવા તો તકલીફ થાય તે પહેલા માલિશ કરવી. તકલીફ જડમૂળથી જાય ત્યાં સુધી આ બધા ઉપચાર ચાલુ રાખવા.

 

પ્રશ્ન ઃ મારી ઉંમર ૭૪ વર્ષની છે. મને ડાયાબિટીસ તથા બી.પી. છે. દવા લેવાથી કન્ટ્રોલમાં રહે છે. વજન મારું ૬૮ કિલો અને ઊંચાઇ પાંચ ફૂટ નવ ઈંચ છે. મારી હાલની મુખ્ય તકલીફ તો એ છે કે ખોરાકનું પાચન થતું નથી. તો પાચન સારું થાય તથા શરીર સુદ્રઢ બને એવી દવા સૂચવવા વિનંતી.
- મઘુભાઇ બ્રહ્મભટ્ટ (સિવિલ રોડ, નડિયાદ)

 

ઉત્તર ઃ તમારું પાચન સારું થાય તથા શરીર સુદ્રઢ બને એ માટે
(૧) આદું તથા લીલી હળદરની કચુંબર કરી જમતાં પહેલાં ચાવી જવી. ઉંમરના પ્રમાણમાં કચુંબર ચાવવી અનુકૂળ ન હોય તો કુમળું આદું, ફુદીનો, લીલી હળદર, તાજા આમળાં, તુલસીના તાજા પાન તથા લીલું યા સૂકું લસણ આટલી વસ્તુ મેળવી અડધો કપ જેટલો રસ બનાવી લેવો. આ રસમાં અનુકૂળ આવે તો થોડું લીંબુ તથા ચપટીક સંચળ મેળવી હલાવીને પી જવું. તેનાથી પાચન સુધરશે, ગેસ ઓછો થશે તથા ડાયાબિટીસ અને બી.પી. પણ કન્ટ્રોલમાં રહેશે.
(૨) ચિત્રકાદિ વટી તથા લશુનાદિ વટી જમ્યા બાદ ચૂસવી. પચવામાં ભારે હોય એવો ખોરાક ન ખાવો. તળેલા પદાર્થો તથા ફરસાણ છોડવા. મીઠાઇ, ગોળ વગેરે ગળ્યા પદાર્થો ન લેવા. (૩) ડાયાબિટીસ છે અને ઉંમર પણ ઘણી છે આથી શરીરમાં શક્તિ જળવાઇ રહે અને ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહે તે માટે વસંતકુમાકર રસની એક એક ગોળી સવાર સાંજ ચાવી જવી.

 

 

પ્રશ્ન ઃ મારી ઉંમર ૨૪ વર્ષ, ઊંચાઇ પાંચ ફૂટ અને વજન માત્ર ૩૮ કિલો છે. મારા શરીર પર ક્યાંય ચરબી કે માંસલતા નથી. સ્તન પણ ખૂબ જ નાના છે. મેં અગાઉ વજન વધે તે માટે મેડિકલની ઘણી દવાઓ લીધી પણ કોઇ જ ફેર પડ્યો નથી. મારું હિમોગ્લોબિન પ્રમાણસર છે. શરીરમાં બીજો કોઇ રોગકે કબજિયાત પણ નથી. માસિક નિયમિત આવે છે. હા, નાનપણમાં મને કૃમિ થયા હતા. મારું વજન વધે અને શરીરનો બાંધો મજબૂત થાય તેવા ઉપચાર લખી મોકલશો.
- એક યુવતિ (ગાંધીનગર)

 

ઉત્તર ઃ અશ્વગંધા, શતાવરી, કમળ કાકડીના મીંજ અને જીવંતીનું સરખાભાગે ચૂર્ણ બનાવી એક બરણીમાં ભરી રાખવું. તેમાંથી દસ ગ્રામ જેટલું ચૂર્ણ લઇ એક ચમચી ઘીમાં સાંતળી નાખવું. ચૂર્ણ શેકાય એટલે એક કપ દૂધ અને એક કપ પાણી નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકળવા દેવું. ઠરે ત્યારે પીવાથી શરીર પુષ્ટ થશે અને વજન પણ વધશે. આ પ્રયોગ પરિણામ મળે ત્યાં સુધી ચાલુ રાખવો.
(૨) શ્રી પર્ણી તેલ અથવા તો અશ્વગંધા તેલની સ્તન પર નીચેથી ઉપર તરફ (સ્તનને ઊભાર મળે એ રીતે) માલિશ કરવી.
(૩) ચાર ચમચી અશ્વગંધારિષ્ટમાં ચાર ચમચી વિડંગારિષ્ટ ઉમેરી એટલું જ સામે પાણી મેળવી જમ્યા બાદ પીવું. એકધારા આ પ્રયોગથી વજન વધશે, શરીર ભરાશે અને કૃમિ હશે તો એ પણ દૂર થશે.
(૪) કાર્સ્પહર લોહ બે બે ટીકડી સવાર સાંજ પાણી સાથે લેવું.
પરેજી ઃ પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી. અતિ પરિશ્રમ કે વઘુ પડતી દોડાદોડી ન કરવી. ભૂખના પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક ખાસ ખાવો. ચીજ, બટર, ઘી, દૂધ, ૠતુ ૠતુના તાજા ફળ અને શાકભાજી ખાસ ખાવા. પ્રસન્ન રહેવું. બળતરિયો સ્વભાવ હોય તો છોડવો. પોઝિટિવ થંિકંિગ તમારી સમસ્યાનો હલ લાવવામાં મદદરૂપ થશે.
વૈદ્ય વત્સલ વસાણી

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved