Last Update : 14-August-2012, Tuesday

 
સહિયર સમીક્ષા
 

હું ૧૯ વર્ષની છું. એક વર્ષ પહેલા મારા ગર્ભાશયના આગલા ભાગમાં ફાઈબ્રોઈડની ગાંઠ હતી. ઑપરેશન પછી એ ગાંઠ દૂર કરવામાં આવી હતી. એ પછી રિપોર્ટ પણ નોર્મલ આવ્યા હતા. અને મારું માસિક પણ નિયમિત છે. હું માતા બની શકીશ કે નહીં એની મને ચંિતા છે. ડૉક્ટર કહે છે કે મને સિઝરિયન દ્વારા જ સંતાન થશે. મને ઘણો ડર લાગે છે.
એક યુવતી (ગુજરાત)

 

* ગર્ભાશયમાં ફાઈબ્રોઈડ જેવી ગાંઠો હોવી સામાન્ય છે. આ કારણે ડરવાની કોઈ જરૂર નથી અને તમારો તો ઈલાજ પણ થઈ ગયો છે. આથી તમે ચંિતા છોડી દો. સિઝરિયન ડિલિવરીની વાત છે તો એ તે સમયે તમારી શારીરિક સ્થિતિ કેવી છે એના પર નિર્ભર છે અને આજકાલ સિઝરિયન સામાન્ય બની ગયું છે. એમા ગભરાવાની જરા પણ જરૂર નથી.

 

હું ૨૫ વર્ષનો છું. હું શ્વાસની દુર્ગંધથી પરેશાન છું. આ સમસ્યા સાઈનસને કારણે હોવાનું ડૉક્ટરે કહેતા મેં એનું ઓપરેશન પણ કરાવ્યું હતું. પરંતુ આ પછી પણ મારી આ સમસ્યા દૂર થઈ નથી. મારે શું કરવું તે જણાવવા વિનંતી.
એક યુવક (બિલિમોરા)

 

* શ્વાસમાં દુર્ગંધ આવવા પાછળ ઘણા કારણો કામ કરે છે. દાંતની સમસ્યા, બે દાંત વચ્ચે જગ્યા હોવાને કારણે દાંતમાં ખોરાક ભરાઈ જાય છે અને સડી ગયા પછી તેમાંથી દુર્ગંધ આવે છે. સાઈનસ ઈન્ફેક્શન પણ આ પાછળનું એક કારણ છે. નાકમાં કોઈ સમસ્યા હોય કે પછી ખોરાક પચવામાં કોઈ તકલીફ હોય તો પણ આ સમસ્યા ઉદ્‌ભવી શકે છે. તમારે કોઈ ડેન્ટિસ્ટનો સંપર્ક કરીને આ દાંતની કોઈ સમસ્યાનું પરિણામ નથી. એ શંકા દૂર કરવાની જરૂર છે. આ પછી તમારા ફેમિલિ ડૉક્ટરને મળીને બીજા શક્ય કારણોની તપાસ કરાવવાની જરૂર છે.

 

હું ૫૦ વરસની છું. મને મારો જમણો ખભો હલાવતા ઘણી મુશ્કેલી થાય છે. હાથ જરા પણ હાલે તો ઘણું દુઃખે છે. હું મારા વાળ પણ ઓળી શકતી નથી. ઘણી દવા કરાવી તો પણ ફાયદો થતો નથી. કામ કરતી વખતે ઘણી તકલીફ પડે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક બહેન (પાલણપૂર)

 

* લાગે છે કે તમને ફ્રોઝન સોલ્ડરની સમસ્યા છે. નિયમિત દવા લેવાનું ચાલુ રાખો. મોટે ભાગે આ તકલીફ દૂર થતા ઘણો સમય લાગે છે. આ ઉપરાંત વ્યાયામ દ્વારા તમારો હાથ હલાવવાનો પ્રયત્ન કરો. આમા વ્યાયામ, ફિઝિયોથેરપી અને માંસપેશીઓને વિજળીનો શૉક આપી કરાતા ઉપચાર તમને મદદરૂપ બની શકે છે. આમા તમારે ધીરજથી કામ લેવું પડશે. કોઈ નિષ્ણાત ફિઝિયોથેરપિસ્ટનો સંપર્ક કરો. અથવા તો તમારા ડૉક્ટરે સૂચવેલા વ્યાયામ નિયમિત કરો. વ્યાયામ કરતી વખતે દુઃખાવો થશે. પરંતુ એને સહન કરીને વ્યાયામ ચાલુ રાખો.

 

મારી પુત્રીના લગ્નને આઠ વર્ષ થયા છે. તેનો સંયુક્ત પરિવાર છે. તેને બે સંતાન છે. તેના પરિવારના લોકો સુખી અને ભલા છે. મારી પુત્રીને કોઈ તકલીફ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે કે મારી પુત્રીને કોઈ માનસિક સમસ્યા છે. તેના ચહેરા પર મને પહેલા જેવો આનંદ અને સ્મિત જોવા મળતા નથી. મને દુઃખ થાય એટલે તે મને કહેતી નહીં હોય એમ મને લાગે છે. મારા જમાઈ ખુશમિજાજી છે. તેમને પણ હું આ વાત કહી શકતી નથી. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક બહેન (સુરત)

 

* શું તમારી પુત્રી પહેલા ખુશ મિજાજી હતી અને હમણા જ તે ઉદાસ રહે છે? ગૃહસ્થીનો બોજો, બાળકોની જવાબદારી, પતિના કામની ચંિતા, સંયુક્ત પરિવારમાં તાલ-મેલ જાળવવો જેવી ઘણી વસ્તુઓની અસર એક ગૃહિણી પર થાય છે અને માતા-પિતા ઘણી વાર પુત્રી પ્રત્યેના લગાવને કારણે પણ ખોટી ચંિતા કરે છે. તમારે તમારી પુત્રી સાથે વાત કરવી જરૂરી છે. મમતાના આવેગમાં આવીને ખોટા નિર્ણયો બાંધવાની જરૂર નથી. તેને તેનું જીવન તેની રીતે જીવવા દો અને તેની પરેશાનીઓમાંથી તેની રીતે જ તેને બહાર આવવા દો.

 

હું ૩૩ વરસની પરિણીત સ્ત્રી છું. મારા પતિની ઉંમર ૩૬ વર્ષ છે. અમને બે સંતાન છે. બે સંતાન પછી મેં ટ્યુબેક્ટોમીનું ઓપરેશન કરાવ્યું હતું. હવે અમને એક સંતાન જોઈએ છે. તો એ માટે મારે શું કરવું.
એક બહેન (ગુજરાત)

 

* આ માટે તમારે તમે પહેલા જે ડૉક્ટર પાસે ટ્યુબેક્ટોમીનું ઑપરેશન કરાવ્યું હતું એમની સલાહ લેવાની જરૂર છે. તેઓ જ સારી રીતે તમારું રિવર્સ ઑપરેશન કરી શકે છે. જો કે આવા ઑપરેશનનો આધાર અગાઉની સર્જરી અને અત્યારની સર્જરીના ગાળા પર આધાર રાખે છે એ ઉપરાંત સર્જરીની તે સમયની પઘ્ધતિ અને અત્યારની રીત પર પણ આધાર રાખે છે. લાંબા સમય પછી રિવર્સલ ઑપરેશન કરવામાં આવે તો સફળતાના ચાન્સ ઓછા હોય છે. આથી તમારે તમારા આ ડૉક્ટરની જ સલાહ લેવાની જરૂર છે.
નીના

 

 
 
Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved