Last Update : 14-August-2012, Tuesday

 
સૌંદર્ય સમસ્યા
 

હું ૨૨ વરસની યુવતી છું. મેં હાલમાં જ ફાઉન્ડેશન લગાડવાનું શરૂ કર્યું છે. અને મને ખીલ થવા લાગ્યા છે. તો શું ફાઉન્ડેશન લગાડવાથી ખીલ થતા હશે ? મારી આ શંકાનું નિવારણ કરશો.
એક યુવતી (સુરત)

 

ના. આ તમારો ભ્રમ છે. ફાઉન્ડેશનથી કદી ખીલ થતા નથી.ખીલ બેકટેરિયાને કારણે થાય છે નહીં કે મેક્અપથી. રાતના ત્વચાને ક્લીનઅપ કરોય જેથી રોમછિદ્રો ખુલી જાય. રાતના સૂતા પહેલા ચહેરો ધોવો જરૂરી છે. એકને-પ્રોન સ્કિન ફાઉન્ડેશનનો ઉપયોગ કરશો તેમાં સેલિસાયલિક એસિડ હોય છે જે ત્વચા પરના બેકટેરિયાને દૂર કરવામાં ઉપયોગી છે.

 

હું ૨૦ વરસની યુવતી છું. મને કોઇએ એવી સલાહ આપી છે કે દિવસમાં ઓછામાં ૧૦૦ વાર વાળમાં દાંતિયો ફેરવવો જોઇએ જેથી વાળ સ્વસ્થ રહે.મારી આ મૂંઝવણનું નિવારણ કરશો.
એક યુવતી (અમદાવાદ)

 

વાળમાં ૧૦૦ વાર દાંતિયો ફેરવવાની સલાહ તમને ખોટી આપી છે. આ એક ભ્રમ માત્ર છે. આમ કરવાથી વાળના મૂળને નુકસાન પહોંચે છે અને વાળ તૂટવા લાગે છે, વાળમાં બે-ત્રણ વાર દાંતિયો ઓળવો પ્રયાપ્ત છે. વાળને વચ્ચેથી પકડી મૂળ સુધી દાંતિયો ફેરવવો.વાળમાંની ગાંઠને હળવેથી કાઢવી. જેથી વાળ દ્વિમુખી થતા બચાવી શકાય.

 

હું ૨૪ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે.મારા ચહેરા પર નાના-નાના તલ જેવું ફૂટી ગયું છે. હું કોઇ નવું ક્રિમ લગાડું તો મને તરત જ ખીલ થઇ જાય છે. મારી ત્વચા ક્લિન તથા ફ્રેશ લાગે માટે મારે શું કરવું તે જણાવશો.
એક યુવતી (મુંબઇ)

 

રૂક્ષ ત્વચાને દિવસમાં બે વખત મોઇષ્ચરાઇઝ કરવી જરૂરી છે.ઘરમાંથી બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લોશન લગાડવું. રોજંિદા આહારમાં વિટામિન બી ૧૨ (ટ્‌વેલ)ના સ્ત્રોત જેવા કે પપૈયું, કિશમિશ શામેલ કરવા તેનાથી બ્રાઉન પિગ્મેટેશન દૂર થશે.
એક લીંબુના રસમાં ચપટી હળદર ભેળવી એક શીશીમાં ભરી રાખવું. આ મિશ્રણ પાંચ મિનિટ સુધી રોજ ચહેરા પર લગાડી મસાજ કરવો. ત્યાર બાદ રૂના પૂમડાને કાચા દૂધમાં ડુબાડી ચહેરો સાફ કરવો. અઠવાડિયામાં બે વાર કરવાથી ફાયદો થશે.

 

હું ૩૨ વરસની મહિલા છું.મ ારા નાક પર બ્લેકહેડ્‌સ થાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)

 

સામાન્ય રીતે તૈલીય ત્વચા હોય તો બ્લેકહેડ્‌સની સમસ્યા થતી હોય છે.
બે ચમચા ચોખાનો લોટ, બે ચમચી લાલ મસૂર દાળનો પાવડર અને બે ચમચી ચણાનો લોટ તેમજ ઇંડાની સફેદી ભેળવી સ્ક્રબ બનાવવું. આ સ્ક્રબને નાક પર લગાડવું સુકાઇ જાય એટલે પાણીથી સહેજ થપથપાવી રોટેટંિગ મેનરમાં ઘસવું. નિયમિત કરવાથી ફાયદો થશે.

 

હું ૨૭ વરસની યુવતી છું. મારી ગરદન પાસે કાળી રેખા અંકિત થઇ ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (વાપી)

 

દૂધમાં ગ્લિસરિન અને લીંબુનો રસ તેમ ઇંડાની સફેદી ભેળવી મિશ્રણ બનાવવું. કાળા પડી ગયેલા ભાગ પર લગાડવું સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. અઠવાડિયે એક વાર કરવાથી એક-દોઢ મહિનામાં જ ફરક જણાશે.
સુરેખા મહેતા

 

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved