Last Update : 14-August-2012, Tuesday

 

વાચકની કલમે

 

મને યાદ છે
મોસમ આવીને નયનોમાં વસી,
વરસી ઝરમર ઝરમર મેઘ,
હસી હસીને મલકી ધરા,
મલકની મ્હેંકતી ખૂશ્બુ...
મને યાદ છે.
કંદરાની ગોદમાં ખીલતા ઝરણાં,
વસંતની ભવ્યતાનો દબદબો ભારે,
ઝૂકી ઝૂકીને લચી પડતી લતા,
રાજ! એ વગડાંનો શૃઁગાર... મને યાદ છે.
નયન રમ્ય ઉષાની અદા ન્યારી,
પ્યાસ સ્વાતિ નક્ષત્રનાં બુન્દની,
‘‘સાંઈ’’ શબ્દો જ સાચા સાથી,
‘સહિયર’ની ગોદે રમતી ગઝલ... મને યાદ છે.
ચૌધરી નારસંિગ આર.
(માંડવી-સુરત)

 

વર્ષા
હૃદયના દ્વાર ખોલે વર્ષા,
મનનાં તાર છંછેડે વર્ષા,
શબ્દોનાં દ્વાર ખોલે વર્ષા,
વગર મુખે કંઈક બોલે વર્ષા,
આંખો ને ઠંડક આપે વર્ષા,
આંખો વગર પણ અનુભવાય વર્ષા.
ભૂતકાળના પન્ના ખોલે ભૂતકાળ,
વર્તમાનના હસ્તાક્ષર છે વર્ષા,
આમ તો કુદરતની કરામત છે વર્ષા,
પણ કોઈકની યાદ અપાવે છે વર્ષા,
જે પણ હોય ‘શાયર’ને ખુબ ગમે છે વર્ષા,
‘દિલ’થી માંગીએ તો બઘું આપે વર્ષા.
વિનય બી.પ્રજાપતિ
(બિલીમોરા-નવસારી)

 

બેનામ રિશ્તા
પરોઢનું ઝાંકળ બની પ્રેમથી
ભીંજવી ગયું કોઈ
સૂરજની પહેલી કિરણ બની
ગાઢ નંિદ્રામાંથી જગાવી ગયું કોઈ
મોગરાની મહેક અર્પી
જીવન સુવાસિત કરી ગયું કોઈ
વિરાન રણમાં ગુલ ખીલાવી ગયું કોઈ
કાંચને હિરાના મોલ બક્ષી ગયું કોઈ
અશ્કોને મોતીમાં રૂપાંતરિત કરી ગયું કોઈ
પથ્થરને મૂરત બનાવી દલડામાં સ્થાપી બેઠું કોઈ
જીવન ડગર પર ચાલતા ચાલતા
દલડા સાથે નાતો જોડી ગયું કોઈ
આંખોમાં ખ્વાબતણા કાજલ આંજી ગયું કોઈ
હોઠ પર મુસ્કાનની લાલી લગાવી ગયું કોઈ
જીવન અનમોલ બનાવી ગયું કોઈ
આખિર આ રિશ્તાને શું નામ આપુ?
મિનાઝ ફરીદ વસાયા
(મહુવા)

 

થઈ ગયા
જોતો હતો રાહ એકાંતમાં કેટલાયે વર્ષોથી,
પણ આજ આપના અહીં પગલા થઈ ગયા.
આપને યાદ કરતો રહ્યો આખો દિવસ,
રાત ઢળી ને યાદોના સપના થઈ ગયા.
કેટલાયે દિવસોથી ફુલો પણ રહ્યાં કરમાઈ,
આગમન થયું આપનું ને ફુલો સુગંધીત થઈ ગયા.
બધી જ મંઝીલો અમારા હાથમાં
છે ‘નરેશ’,
તમે આવ્યા અને અમે મુસાફિર થઈ ગયા.
ચાહ્યા હતા આપને દીલોજાનથી બેશૂમાર,
રહી ગઈ’તી શું કમી? તેઓ બેવફા થઈ ગયા!
ઓળખતું ન’તુ અમને આ દુનિયામાં કોઈ,
પણ આપના પ્રતાપે અમે મશહૂર થઈ ગયા.
સંબંધ નથી રાખતા આ સ્વાર્થીલી દુનિયામાં,
પરંતુ આપને જોઈને પ્રેમ કરવા મજબૂર થઈ ગયા.
ગોહેલ નરેશકુમાર એમ.
(પાલીતાણા)

 

લાગણીઓની કતલ
આંખ અમારી આજ મેઘલ થઈ છે,
અમારી લાગણીઓની એવી કતલ થઈ છે.
વરસી છે એ ચોંઘાર,
એ પણ પછી કંગાલ થઈ છે.
તરછોડી ગયા અકારણ અમને,
તમારી વફા એક સવાલ થઈ છે.
આપ્યું છે કંઈક દર્દ જ તમે એવું કે,
મુસ્કાન આજ મુશ્કેલ થઈ છે.
દુઃખોના દલદલમાં નાખીને અમને,
ખબર નહીં કઈ ખુશી તમને હાંસલ થઈ છે?
કર્યા છે ઘા ‘‘શબ્દ’’ થી એવા કે,
દરેક ક્ષણ અમારી ઘાયલ થઈ છે.
સોલંકી રાકેશ બી. ‘‘શબ્દ’’
(નવા-વાડજ)

 

મારી નજરે!
મરકે હોઠ ને ફૂલડાં ઝરે!
એવા સ્મિત પર કોણ ન મરે!
મુખ તો એવું ચમકે જાણે!
ચાંદ એની આગળ પાણી ભરે!
શબ્દોય જાણે ખૂટી પડ્યા, લો!
કવિ કલ્પનાય કેમ કરી કરે!
કંઈક તો કામણ કર્યું છે એણે,
યાદોના દિવા એમ ન ઝળહળે!
અમથું નથી મારી આંખનું તેજ,
કીકીમાં એની જ મૂરત તરવરે!
કહો શું બક્ષ્યું નથી દીશે તમને!
બસ જોતાં શીખો એને મારી નજરે!
ભરત સોલંકી ‘‘ક્ષિતિજ’’
(પોરબંદર)

 

ગઝલ
આહટ-અણસાર તણા ભયે
તુજને ખત લખાય છે,
હવે તો જાણે કિનારાના
નાજુક બંધનો તોડાય છે.
જીવાતું છે નહીં દિલ
પર પથ્થર
મુકીને જરાય,
હવે તો લોકોના ઝેરીલા તીરે દિલ વીંધાય છે.
ચાહે છે મુજને તારી યાદ કેરાં સપનાં અનેરાં,
હવે તો એ દિવમાં પણ ક્યારેક ક્યારેક ડોકાય છે.
ભભુકાય છે દાવાનળ દિલે તવ એક ચિનગારીથી,
હવે તો તારી એક અમી-વાદળીની જરૂર જણાય છે.
છોડ્યો છે સાથ મારો સ્વજનોએ પાગલ સમજી,
હવે તો આપ-ખુદ પાગલખાનું બનો તો જીવાય છે!
લાભેશ સી.શુકલ
(વઢવાણ સીટી)

 

ખબર ક્યાં હતી?
દિલમાં હતું એક અરમાન
અરમાન અમારું તુટી જશે
એવી ખબર ક્યાં હતી.
દિલમાં લાગશે મોટી આગ
એવી ખબર ક્યાં હતી.
વહી જશે આંખમાંથી આંસુડા
એવી ખબર ક્યાં હતી.
અંધકારના વમળમાં ફસાઈશ
એવી ખબર ક્યાં હતી.
દોસ્ત દુશ્મન બની જશે
એવી ખબર ક્યાં હતી.
બરબાદ થઈ જઈશ હું
એવી ખબર ક્યાં હતી.
મધદરિયે વહાણ ડુબી જશે
એવી ખબર ક્યાં હતી.
કોઈ કરશે બે વફાઈ
એવી ખબર ક્યાં હતી...
અકુન્દસંિહ એ.સોઢા
(નીરમાલી, તાઃ કપડવંજ)

 

યાદ આવી ગઈ
એ મિલનની પહેલી મુલાકાત યાદ આવી ગઈ
એ ખૂલા આકાશ અને ટમટમતાં તારલિયાંની
રાત યાદ આવી ગઈ.
એ ખભા ઉપર માથું રાખી ને તમારી ફરવાની
અદા યાદ આવી ગઈ.
તમારા ખોળામાં માથું રાખીને સૂવાની એ ઘડી
યાદ આવી ગઈ.
આ જીંદગીનો સફર એકલો કરવાનો હતો પણ,
તમે આવીને સાથે ચાલવાનું વચન આપ્યું
એ પળની યાદ આવી ગઈ.
એ ‘‘દિપ’’ આટલો પ્રેમ આપી તને એ કેમ છોડી શકે
ત્યારે મિલનની એ પહેલી મૂલાકાત યાદ આવી ગઈ
તમારા પ્રેમ રૂપી શબ્દોથી કહી દીઘું કે હવે
ભૂલી જાઓ મને...
ત્યારે તમે આપેલા વચન અને વાયદાની યાદ આવી ગઈ...
દિપેશ સથવારા ‘‘દિપ’’
(મુન્દ્રા-કચ્છ)

 

વરસાદમાં
પ્રથમ વરસાદમાં મિલનની આશ હતી,
તારી સાથે ભીંજાવાની આશ હતી.
વહેવા દીધી મેં સઘળી ઈચ્છા વરસાદમાં,
તારા લગી પહોંચવાની ઘણી આશ હતી.
અવિરત વહેતા રહ્યાં આંસુ વરસાદમાં,
તારી યાદની તે કેવી ફરમાઈશ હતી!
શ્વાસ બટકી જશે, ને અઘૂરું રહી જશે.
મિલન આપણું એવી ક્યાં કોઈ આશ હતી!
જંિદગી જીવી ન શકી ‘કૌશલ’ તારી સાથે,
લાગે કુદરતની એજ ખ્વાઈશ હતી!
કૌશલ સુથાર
(મુદરડા)

 

ભવ્ય ભાસ્યો સંસાર!
સંજોગ હતાં નબળા, ને હું પણ હતો લાચાર,
જાત જુદી તારી મારી, કેમ માંડીએ સંસાર.
મતલબથી ચાલે છે દુનિયા, શોધે સૌ વગદાર,
ફના થઈ જાવ કોકના માટે, જંિદગી લાગશે રસદાર
દાયકાઓ પછી તું મળી, ને આનંદનો ન તો પાર,
નજર તારા પર સ્થિર થઈ, ને બની તું જીવન આધાર
જોતો રહ્યો હું એકીટશે, હતી અપ્સરાનો અવતાર,
વંદી રહ્યો મુજ નાથને, હવે તુજ પર દારોમદાર.
ડુબ્યો હું અતીતના સાગરમાં, તે આ ખ્વાબ છે કે બેડો પાર
મૃતપ્રાય ક્ષણો જીવંત થઈ, ને ભવ્ય ભાસ્યો સંસાર!
કિરીટ બી.પંડ્યા (ધામોદ-લુણાવાડા)

Share |
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved