અમદાવાદના ૫૫ રોડ પર પાણી ફરી વળ્યાં ઃ ટ્રાફિક ડાઇવર્ટ કરાયો

 

-એકશન પ્લાન ધોવાઈ ગયો

 

-ડ્રેનેજ વર્ક પાછળ ૭૦૦ કરોડ ખર્ચાયા

 

અમદાવાદ, સોમવાર

 

અમદાવાદમાં તા. ૧૨મીએ ૩ ઇંચ, ૧૨મીથી ૧૩મીની સવાર સુધીમાં ૨ ઇંચ અને બપોરે ૧૨ થી ૨માં ધોધમાર પડેલા ૨ ઇંચ વરસાદે મ્યુનિ.ના પ્રિમોન્સુન એકશન પ્લાનની પોલ ખોલીને મુકી દીધી હતી. શહેરના ૫૫ જેટલાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અડધો ડઝન અન્ડરપાસને અવર-જવર માટે બંધ કરી દેવા પડયા હતાં. જયારે ગઈકાલના ૨૨ અને આજના ૪૨ મળીને કુલ ૬૪ જેટલા વૃક્ષો ઉથળી પડયા હતા. જયારે ભયજનક મકાનની વધુ ૪ ફરિયાદો ઉઠી છે. રસ્તાઓ પર પાણી ભરાતા ઠેરે ઠેર ટ્રાફિક જામ અને વાહનો ખોટવાઈ જવાના બનાવો જોવા મળ્યા હતા.

 

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસથી સતત ચાલુ રહેલા વરસાદના કારણે પાણી ભરાઈ જતાં (૧) અખબારનગર (૨) કુબેરનગર (૩) પરિમલ ગાર્ડન (૪) મીઠાખળી (૫) સૈજપુર (૬) નિર્ણયનગર સહિત મોટા ભાગના અન્ડરપાસને અવર જવર માટે બંધ કરી દેવા પડયા હતાં. જયારે સરદાર પટેલ સ્ટેડિયમની પાછળ રેલવે લાઇનની સમાંતર જતો રોડ, દક્ષિણ વિસ્તારમાં પુનિતનગર રેલવે ક્રોસીંગથી શ્રી દેવીમા સાયકલ સુધીનો તેમ જ ભૈરવનાથથી મિલ્લત નગરનો રોડ અને ઉત્તર ઝોન બે રોડ સહિતના માર્ગો અવર જવર માટે બંધ કરવા પડયા હતાં. એએમટીએસ અને બીઆરટીએસની બસોને પણ કેટલીક જગ્યાએ ડાયવર્ટ કરવી પડી હતી. ૫૫ જગ્યાએ રોડ પર પાણી ભરાતા કેચપીટો, મેનહોલ, નીકો સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. ટાગોર હોલ કંટ્રોલ રૃમ ખાતે આજે સવારના ત્રણ ડેપ્યુટી કમિશનરોને એન્જિનિયરોની સાથે કામે લગાડાયા હતા. અન્ડરપાસના પાણીને ઉલેચવા પંપો મુકવા પડયા હતા. બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં નહેરૃનગરથી આંબાવાડીનો રોડ, પરિમલ ગાર્ડન, તમામ અન્ડરપાસમાં પાણી ભરાયા હતા. ઉત્તર વિસ્તારમાં ઇન્ડિયા કોલોની, જયોતિ જાગૃતિ સોસાયટી, ઉત્તર ઝોનની મેમકો કચેરીનું ભોંયરૃ, હિરાવાડી, રતનબા વિદ્યાલય, સૈજપુર ટાવર પાસે ગામમાં, શારદાબહેન હોસ્પિટલ, ત્રિકમલાલન
ું ચોકઠું, અરવીંદ મીલ, અનિલ સ્ટાર્ચ, પોટલિયા ચાર રસ્તા, હરિભાઈ ગોદાણીનું દવાખાનું, બાપુનગરમાં રાજીવ પાર્ક, વૈશાલી ફલેટ નજીક, નવા નિકોલ વિસ્તારમાં નિકોલ ગામ, બાપા સિતારામ ચોક, શુકન ચાર રસ્તા, સેન્ટ મેરી સ્કૂલ, એસ.ટી. વર્કશોપ, ૧૩૭નું છેલ્લું સ્ટેન્ડ વગેરે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત અમરાઇવાડીમાં ૧૩૨ ફુટના રોડ નજીક, ગોમતીપુર વગેરે વિસ્તારોમાં પાી ભરાવવાની ફરિયાદો ઉભી થવા પામી છે. એ જ રીતે ચામુંડા બ્રિજ, કેન્સર હોસ્પિટલ પાછળ અમદુપુરામાં પણ પાણી ભરાયા હતા. બોપલમાં પણ પાણી ભરાવા ઉપરાંત બે સ્થળે ભૂવાની ફરિયાદ ઉભી થવા પામી છે.

 

 

બીજી તરફ અડધો રોડ પાણીમાં રોકાઇ જતા અને વાહનો ખોટવાતા બપોરના ગાળામાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડતા હતા. પરિમલ ચાર રસ્તા પાસે પોલિસ જ નહીં હોવાથી ૩ વાગ્યાના સુમારે ટ્રાફિક ચારે તરફ અટવાઇ ગયો હતો. આશ્રમ રોડ પર ટાઉનહોલથી નહેરૃબ્રિજના છેડાં સુધી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. એમાંય એલિસબ્રીજ પોલીસ સ્ટેશન સામે એક તરફ પતરાં બાંધવાથી સાંકડા થઇ ગયેલા રસ્તા પર કોઇ જેસીબી પાર્ક કરીને જતું રહ્યું હતું. પાલડી રસ્તા પર સરખેજ તરફથી આવતા માર્ગમાં વાહનોની ભીડ જામી હતી. આવી જ સ્થિતિ મોટા ભાગના ચાર રસ્તાઓની હતી. એાંય અન્ડર પાસ બંધ થતાં રહ્યા સહ્યા માર્ગો પર દબાણ વધી ગયું હતું. કેટલાય વાહનો બગડતા પણ પાછળ લાઇનો લાગી હતી. ૂબીજી તરફ મ્યુનિ. તંત્ર દ્વારા ૨૪ કલાકના ૨૧ કંટ્રોલ રૃમ ચાલુ કરવામાં આવ્યા છે. ભયજનક જગ્યાઓ પર આડા બેરલ મુકવાની કામગીરી હાથ ધરાઈ છે. જયારે તમામ પંપીંગ સ્ટેશનને પુરેપુરી ક્ષમતા સાથે ચલાવી ૩૩૩૩ લાખ ગેલન પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ ચાલુ છે. ૧૯ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પંપીંગ સ્ટેશન દ્વારા ૪૬૬ લાખ ગેલન પાણીનો નીકાલ કરાયો છે. જયારે વિપક્ષના નેતાએ એવો આક્ષેપ કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગટર અને સ્ટ્રોમ વોટર ગટર પાણી મ્યુનિ. એ જેએનએનયુઆર એમની આર્થિક સહાય ૭૦૦ કરોડથી વધુ રકમ ખર્ચી છે. આમ છતાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાની ઘટના દુઃખ છે. ગટરના કામમાં મોટા ભ્રષ્ટાચારના કોંગ્રેસે કરેલા આક્ષેપો આ બાબતથી પુરવાર થાય છે.