વિશ્વશાંતિ માટે અમદાવાદના બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા

 

-યુવાનોએ સુરત નવી સિવિલની મુલાકાત લીધી

 

-મુંબઇથી ૧૩૦૦૦ કિલોમીટરનો પ્રવાસ શરૃ કર્યો

 

સુરત, સોમવાર

 

વિશ્વમાં દરેક પ્રકારની શાંતિ જળવાઇ રહે તે માટે અમદાવાદના પાર્થ વાસુદેવ અને મુંબઇના નિતેશ સ્કવેરએ મોટરસાયકલ પર ૬૫ દિવસોમાં આઠ દેશોની ૧૩,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ગતરોજ મુંબઇથી શરૃ કર્યો છે.

 

વિશ્વ એક પરિવાર છેના સૂત્રોએ બંનેએ ભાત, પાકિસ્તાન, ઇરાન, તુર્કી, ગ્રીસ, ઇટલી, ફ્રાન્સ થઇને ઇંગ્લેન્ડ પહોંચશે. તેઓ મુંબઇ, સુરત, અમદાવાદ, નવી દિલ્હી, લાહોર, મુલતાન, તહેરાન, અંકારા, ઇસ્તંબુલ, એથેન્સ, રોમ, મિલાન, પેરીસ અને લંડન જેવા શહેરોમાંથી પસાર થશે. સમગ્ર યાત્રા દરમિયાન શાંતિ મંત્રણા, શો, ફી હગ્લ, કેમ્પેઇન, મ્યુઝીક શો, શાળા, કોલેજો, યુનિવર્સિટીઝમાં યુવા પ્રદર્શનો યોજશે. યાત્રાનું દસ્તાવેજીકરણ કરવામાં આવશે, જેમાં વણકહી કથાઓ, તસ્વીરો અને ડોક્યુમેન્ટરી એકત્ર કરવામાં આવશે.

 

બંને યુવાનો આ અભિયાન પહેલાં આજે સવારે સુરતની નવી હોસ્પિટલના કેમ્પસમાં લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરમાંની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેમણે કેન્સરના ૩૦૦ દર્દીઓને મ્યુઝીક થેરાપીની સારવાર મળે તે માટે સીડી વિતરીત કરી હતી. આ સીડી સાંભળવાથી દર્દી રાહત અનુભવશે.

 

દરમિયાન ડી.પેઇક્સ યાત્રા યુવા સક્રિયાતાનો સંદેશ ફેલાવવાની વૈશ્વિક ઝૂંબેશ પૂર્ણ કરી એક વર્ષ બાદ બંને યુવાનો ૧૨ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ નેશનલ યુથ ડેના રોજથી ભારતના ૧૦૦થી વધુ ગામોમાં પ્રવાસ કરશે.