રામદેવનાં ઉપવાસ પૂર્ણ:કેઝરીવાલે કહ્યું રામદેવને સમર્થન કરતી પાર્ટીઓ જ ભ્રષ્ટ

 

-ઉપવાસ છોડ્યા છે, આંદોલન નહીં

 

-તથાકથિત ખાનદાની નેતાઓ જ બેઇમાન છે

 

નવી દિલ્હી, તા.14 ઓગસ્ટ, 2012

 

બાબા રામદેવે છ દિવસના ઉપવાસ મંગળવારે આંબેડકર સ્ટેડિયમ ખાતે બપોરે તોડ્યા હતા અને અહીંથી તેઓ હરિદ્વાર જવા રવાના થયા છે. બીજી તરફ ટીમ અણ્ણાનાં અરવિંદ કેઝરીવાલે ટ્વીટર ઉપર ટ્વીટ કરતાં જણાવ્યું કે રામદેવને જે પાર્ટીઓ સમર્થન આપી રહી છે, તે પાર્ટીઓ જ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે.

 

કેઝરીવાલે જણાવ્યું કે કેટલાક લોકો કહી રહ્યાં છે કે આ લડાઇ અણ્ણા વિરુદ્ધ રામદેવની લડાઇ છે પરંતુ એવું નથી. આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનતાની લડાઇ છે. સરકારની પોલ ખુલી ગઇ છે.

 

જ્યારે ઉપવાસ પૂર્ણ કરતાં પહેલા રામદેવે જણાવ્યું કે આજે તથાકથિત ખાનદાની નેતાઓ દેશ ઉપર રાજ કરી રહ્યાં છે અને તેઓ જ બેઇમાન છે. વડાપ્રધાન પણ રાજધર્મ-રાષ્ટ્રધર્મ ચૂક્યા છે.

 

 

ઉપવાસ પૂર્ણ કરવા અંગે જણાવ્યું કે આજે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે પરંતુ આંદોલન નહીં, તે તો ચાલુ જ રહેશે.