કેન્દ્રીય મંત્રી દેશમુખનું નિધન:કીડની-લીવરની બીમારીથી પીડાતા હતા

 

-મહારાષ્ટ્રનાં બે વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

 

-કીડની-લીવર આપવાના હતા તે ડોનરનું પણ આજે સવારે મૃત્યુ થયું

 

 

ચેન્નાઇ, તા.14 ઓગસ્ટ, 2012

 

કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી, વિલાસરાવ દેશમુખનું મંગળવારે સારવાર દરમિયાન ચેન્નાઇ ખાતે નિધન થયું છે. તેઓ કીડની અને લીવરની બીમારીથી પીડાતા હતા.

 

ઉલ્લેખનીય છે કે આજે એક બ્રેઇન ડેડ વ્યક્તિનાં લીવર અને કીડનીનું ટ્રાન્સપ્લાન્ટ વિલાસરાવ દેશમુખને થવાનું હતું. તેનું પણ આજે સવારે જ અવસાન થયું હતું.

 

વિલાસરાવ દેશમુખ મહારાષ્ટ્રનાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ 67 વર્ષના હતા. તેઓને સૌપ્રથમ મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પીટલ ખાતે દાખલ કર્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. થોડા દિવસ પૂર્વે જ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી બંનેએ તેઓની ખબર-અંતર પૂછી હતી.

 

તેઓના અવસાન બાદ કોંગ્રેસના નેતા, રાશિદ અલ્વીએ જણાવ્યું કે તેઓ દેશનાં મહાન નેતાઓમાંના એક હતા.