વાસણા બેરેજ પાસેની ૩૫ વર્ષ જુની વરસાદી પાણીના નિકાલ માટેની વિશાળ સ્ટોર્મ વોટર લાઇન તેના સ્લેબ સાથે ૭૦ ફુટ જેટલી લાંબી જમીનમાં અચાનક ઉતરી જતા મ્યુનિકોર્પરોેશનના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની આટલી મોટી સ્ટોર્મ લાઇન પ્રથમ વખત તુટી હતી. આ ઘટનામાં સાબરમતી નદીના કિનારાની આખી ભેખડ પણ ધસી ગઇ હતી અને ગટરોનું સ્ટોર્મ વોટર ચારેય બાજુ ફેલાઇ ગયું હતું. આટલી મોટી સ્ટોર્મ વોટર લાઇન કઇ રીતે તુટી ગઇ એ સૌથી મોટો પ્રશ્ન છે.
(તસવીર ઃ ગૌતમ મહેતા)