Last Update : 14-August-2012, Tuesday

 
આઝાદ મેદાનના તોફાનોની તપાસ માટે ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્પેશિયલ ટીમ રચાઇ

પોલીસટોળાને ઉશ્કેરવા મોકલાયેલા મેસેજીસનું મૂળ પણ શોધી રહી છે

મુંબઇ, તા.૧૩
શનિવારે આઝાદ મેદાનમાં થયેલી હિંસાની તપાસ માટે ક્રાઇમ બ્રાંચે સ્પેશિયલ ટીમ્સ રચી છે. ઉક્ત બનાવમાં બે જણ માર્યા ગયા હતા અને ૬૩ ઘવાયા હતા. જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ (ક્રાઇમ) હિમાંશુ રોયે જણાવ્યું હતું કે ૧૨ ઓફિસરો સહિતની આ ટીમના વડા આસિસ્ટંટ કમિશનર ઓફ પોલીસ યશવંત વાટકર હશે. જ્યારે ટીમ્સ દ્વારા તપાસમાં થતી પ્રગતિનું નિરીક્ષણ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડિટેક્શન) અંબાદાસ પોટે કરશે.
આયોજકોના પ્રવચનો ઉશ્કેરણીજનક કે ભડકાવનારા હતા કે કેમ એ જાણવા પોલીસ એમના ભાષણોનો અભ્યાસ કરી રહી છે એમ રોયે વધુમાં જણાવ્યું હતું.
હિંસા માટે જવાબદાર દેખાવકારોને ઓળખી કાઢવા પોલીસ પ્રાઇવેટ પાર્ટીઝ (ન્યુસ ચેનલો અને રાહદારીઓ) પાસેથી ફોટા, સીસીટીવી ફુટેજ અને વીડિયોઝ પણ ભેગા કરશે.
હુમલા પૂર્વ યોજિત હતો એવી શંકાથી પ્રેરાઇને પોલીસ ટીમ સોશ્યલ નેટવર્કિંગ સાઇટસ પર મેસેજીસ ચેક કરી રહી છે, જેને કારણે ટોળું ઉશ્કેરાયુ હોઇ શકે.
'આઝાદ મેદાનમાં મોટું ટોળું ભેગું થાય એવી પાકી વ્યવસ્થા કરવા ઘણાં મેસેજીસ મોકલાયા હતા. અમને શંકા છે કે ટોળાને ઉશ્કેરવા ભડકાવનારા મેસેજીસ વહેતા કરાયા હતા,' એમ જણાવતા ઓફિસરોએ ઉમેર્યું હતું કે પોલીસ મેસેજીસનું મૂળ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસના જણાવવા મુજબ કેટલાક અખબારોએ રેલીની જાહેર ખબરો પણ છાપી હતી પણ એમાં કશું વાંધાજનક નહોતું.
પોલીસનું એવું માનવું છે કે આઝાદ મેદાનમાં ફાટી નીકળેલી હિંસામાં એવા લોકો પણ જોડાયા હતા જેઓ રેલીમાં ભાગ લેવા નહોતા આવ્યા. એટલે ધરપકડો વધવાની શક્યતા છે.
ઘટનાક્રમની વિગતો આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખાવકારોએ બપોરે ૩.૨૦ વાગ્યાના સુમારે બીએમસીના હેડક્વાર્ટરની સામે પાર્ક કરેલી ન્યુસ ચેનલોની ત્રણ આઉટડોર બ્રોડકાસ્ટિંગ (ઓબી) વાન્સ પર હુમલો કરીને પોલીસને અચંબામાં મૂકી દીધી હતી.
ત્યારબાદ ટોળું વધુ આક્રમક બન્યું હતું અને એમણે પોલીસના વાહનો, મોટરસાઇકલો અને કારોને નિશાન બનાવી હતી. ડીસીપીના બે વાહનો પર હુમલો કરીને એમની પણ તોડફોડ કરાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved