Last Update : 14-August-2012, Tuesday

 

બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં જગ્યા ફુલ
મહાનગરનું નવું કમર્શિયલ હબ વડાલામાં બનવાની શક્યતા

એમ.એમ.આર.ડી.એ. બે દાયકા સુધી વાર્ષિક ૧૦૦૦ કરોડ કમાઇ શકશે

મુંબઇ, તા.૧૩
બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં મોટા પ્રમાણમાં ઊભા થયેલા બાંધકામોને લીધે ખુલ્લી જમીન રહી ન હોવાથી મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરીટી (એમએમઆરડીએ)એ અન્યત્ર નજર દોડાવવી પડી છે. પરિણામે વેપાર-ધંધાનું નવું મથક વડાલામાં વિકસાવવામાં આવે એવી શક્યતા છે.
વડાલાને ઇન્ટરનેશનલ ફાઇનેન્સ અને બિઝનેસ સેન્ટરમાં ફેરવવા માટે ચાર ગદ્લોબલ કન્સલ્ટન્સી ફર્મ અને આઠ ભારતીય કંપનીઓએ રસ દેખાડયો છે. આ આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં સાસાકી એસોસિએટ્સનો સમાવેશ થાય છે. સાસાકીએ બિજિંગ ઓલિમ્પિક્સ વખતે આખા ઓલિમ્પિક વિલેજનું માળખું તૈયાર કર્યું હતું. બીજી આંતરરાષ્ટ્રીય કંપનીમાં ન્યુયોર્કની પાર્સન્સ બ્રિન્કરહૂફનો તેમજ ભારતીય કંપનીઓમાં પી.જી. પત્કી આર્કિટેક્ટસ અને એ.ઇ.સી.ઓ.એમ. ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
એમએમઆરડીએ પાસે વડાલામાં ૧૦૯ હેક્ટર જમીન છે. આમાંથી ૧૫ એકર જમીન વ્યાપારી હેતુ માટે તેમ જ ૩૨ હેક્ટર જમીન ટ્રક ટર્મિનસ- આંતરરાજ્ય બસ ટર્મિનસ માટે ફાજલ રાખવામાં આવી છે. વડાલાની ખાલી જમીનને યોગ્ય રીતે વિકસાવવા માટે માસ્ટર પ્લાન ઘડવામાં આવશે. એમએમઆરડીએના અધિકારીઓને એવી આશા છે કે વડાલાના કમર્શિયલ સેન્ટરને વિકસાવવા માટે ટ્રક ટર્મિનલ તેમ જ બસ ટર્મિનલ આ વિસ્તારની બહાર ખસેડવાની રાજ્ય સરકાર પરવાનગી આપશે.
એક આંતરિક અભ્યાસ મુજબ વડાલાની વિશાળ જમીનના વ્યાપારી ઉપયોગમાંથી આવતા બે દાયકા સુધી એમએમઆરડીએ દર વર્ષે ૧૦૦૦ કરોડની કમાણી કરી શકશે. એમએમઆરડીએ વડાલાના વિકાસની યોજના માટેના કોન્ટ્રેક્ટને આવતા મહિને અંતિમ સ્વરૃપ આપે એવી શક્યતા છે. લગભગ છ મહિનામાં માસ્ટર પ્લાનનું ચિત્ર સ્પષ્ટ થશે.
દરમિયાન વડાલા સુધી અવરજવરની સગવડ વધારવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ચેમ્બુર-વડાલા- જેકબ સર્કલ મોનોરેલ લાઇન આ વર્ષના અંત સુધીમાં શરૃ થઇ જશે. ૫૩૧ કરોડનો ચાર લેનનો ઇસ્ટન એક્સપ્રેસ ફ્રિ-વેનો લાભ પણ વડાલાને મળશે.
જો કે વડાલામાં માળખાકીય સવલતોનો અત્યારે જે અભાવ છે તેની તરફ ડેવલપરોએ સૌથી પહેલાં ધ્યાન આપવું પડશે. આ સવલતો ઉભી નહી થાય તો રોકાણકારોને આકર્ષવાનું મુશ્કેલ છે.
બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સમાં હવે ફક્ત ૨૦ હેક્ટર જમીન જ ખાલી રહી છે. એટલે નવા કર્મશિયલ હબ માટે વડાલા તરફ નજર દોડાવવી પડી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved