Last Update : 14-August-2012, Tuesday

 

પૂર્વ એરહોસ્ટેસ ગીતિકા આપઘાત કેસમાં
ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

અરુણા ચઢ્ઢાની પોલીસ કસ્ટડી કોર્ટે લંબાવી ઃ પુરાવાના નાશનો ભય વ્યક્ત કરાયો

નવી દિલ્હી, તા. ૧૩
ગીતિકા આત્મહત્યા કેસનો આરોપી અને હરીયાણાના પૂર્વમંત્રી ગોપાલ ગોયલ કાંડાને ઘટનાના છ દિવસ પછી પણ પોલીસ પકડી શકી નથી. આજે વર્તુળોમાં એવો ચણભણાંટ સંભળાતો હતો કે 'કાંડા આજે કોર્ટ કે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારશે પણ તેને બદલે કાંડાએ દિલ્હી હાઈકોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ પણ તે ક્યાં છે તે નક્કી થઈ શકતું નથી. પોલીસે કાંડાના સંભવિત સ્થળોએ દરોડોનો બીજો દોર ચલાવ્યા છતા તેને નિષ્ફળતા મળી છે.
દિલ્હી હાઈકોર્ટમાં કાંડાની આતોતરા જામીનની અરજીની કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. પોતાની જામીન અરજીમાં કાંડાએ જણાવ્યું છે કે ગીતિકા અત્યંત સંવેદનશીલ હતી અને અસામાન્ય માનસીક અવસ્થા તેમજ હતાશામાં તેમણે આત્મહત્યાનો માર્ગ લીધો છે. જામીન અરજીમાં તેણે એવી સ્પષ્ટતા કરી છે કે ગીતિકા તેના વ્યક્તિગત જીવન અને કાર્ય વચ્ચે સંતુલન જાળવી શકી ન હતી. તેથી તેણે આ પગલું ભર્યું છે.
૯ ઓગસ્ટના ટ્રાયલ કોર્ટના તેના જામીન રદ્ કરવાના હુકમને તેણે હાઈકોર્ટમાં પડકાર્યો છે. ગીતિકાએ લખેલી અંતિમ નોંધમાં કાંડા પર હેરાનગતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગીતિકા એમ.ડી.એલ.આર. એરલાઈન્સની પૂર્વ એરહોસ્ટેસ હતી. આ એરલાઈન્સ કાંડાનીજ હોવાનું માનવામાં આવે છે. જે હાલમાં બંધ પડી છે. કાંડાએ તેની અરજીમાં જણાવ્યું છે કે ગીતિકાની અતિમ નોંધ કે ફરીયાદમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે મેં તેને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપી હોય, લલચાવી હોય છેતરી હોય કે તેમ કરવા ફરજ પાડી હોય.
૨૩ વર્ષીય ગીતિકા પશ્ચિમ દિલ્હી ખાતેના તેના ફલેટમાં ગળે ફાંસો ખાધેલી અવસ્થામાં પાંચમી ઓગસ્ટે લટકતી મળી આવી હતી. તેણે લખેલી અંતિમ નોંધમાં ગીતિકાએ લખ્યું છે કે તે એમ.ડી.એલ.આર.ના અધિકારી અરુણા ચઢ્ઢા અને કાંડાની હેરાનગતિને કારણે આત્મહત્યા કરી રહી છે. અરુણા ચઢ્ઢા આ કેસમાં સહ આરોપી છે અને ૮ ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. કોર્ટે આજે તેને ત્રણ દિવસ વધુ પોલીસના કબજામાં સોંપી હતી. પોલીસે આક્ષેપ કર્યો હતો કે પુરાવાનો નાશ કરવા પ્રયાસ થઈ રહ્યો છે. પછી કોર્ટે કસ્ટડી લંબાવી હતી. કાંડા બનાવના દિવસથી નાસતો ફરે છે. એમ.ડી.એલ.આર.ના રેકર્ડમાંથી પુરાવાનો નાશ કરવા પ્રયાસ થઈ રહ્યો છે તે સંજોગોમાં અમે ચઢ્ઢાની મદદથી કાંડાને ઝડપી લેવા પ્રયાસ કરીએ છીએ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved