Last Update : 14-August-2012, Tuesday

 

આ છે, ગાંધીજી સામેની ટ્રાયલને આલેખતું પુસ્તક

 

-અમદાવાદમાં ટ્રાયલ થઇ હતી

 

-વર્ષ-1922ની સરકીટ હાઉસની ઘટના

 

અમદાવાદ,સોમવાર

 

અમદાવાદના સરકીટ હાઉસનો ગ્રાઉન્ડ ફ્લૉર પર જમણી બાજુએ આવેલો કોન્ફરન્સ હૉલ બ્રિટિશ સરકારે મહાત્મા ગાંધીજીની વિરૃધ્ધ દેશદ્રોહના ગુના અંગે ચલાવેલી ટ્રાયલની ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે. તેની દિવાલ પર આજે પણ એ યાદગાર ટ્રાયલનું ચિત્ર નિરૃપણ કરેલું જોવા મળે છે. ૧૮મી માર્ચ ૧૯૨૨ના રોજ માત્ર અડધો કલાક જ આ કેસની ટ્રાયલ ચાલી હતી અને એ રોમાંચક ઘડીઓની કાર્યવાહીઓને આલેખતું અદ્દભૂત પુસ્તક ટ્રાયલ ઑફ ગાંધીજી નવજીવન ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટની મંજુરીથી પુનઃમુદ્રિત કરવામાં આવ્યું છે. ૧૫મી ઓગસ્ટના રોજ સરકીટ હાઉસ ખાતે એ આ પુસ્તકના વિમોચન સાથે એ ઘડીઓ પુનઃ સજીવન થશે.

૧૯૧૦માં સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક છે તેવું લખનાર લોકમાન્ય તિળકને કેસરી અને મરાઠા અખબારમાં પ્રસિધ્ધ થયેલા લેખ બદલ દેશદ્રોહના આરોપસર ૬ વર્ષની સખત કેદની સજા ફરમાવાઇ હતી અને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતા. એવી જ રીતે મહાત્મા ગાંધીજીએ આદરેલી સત્યાગ્રહની લડતથી તંગ આવેલી બ્રિટિશ સરકાર તેમને જેલ ભેગા કરવા માટે તકની રાહ જોતી હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સરકારને ટેકો જાહેર કરનાર ગાંધીજી સાથે બ્રિટિશ સરકારે દગો કરતાં ગાંધીજી અકળાઇ ઉઠયા હતા .
૧૯૨૧ અને ૧૯૨૨ માં યંગ ઇન્ડિયામાં તેમણે ચાર જલદ લેખ લખ્યા હતા અને આક્રોશ ઠાલવીને બ્રિટિશ સરકારને હચમચાવી નાખી હતી. ત્રણ લેખમાં લખેલા શબ્દો ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૨૪ એ મુજબ દેશદ્રોહના ગુનામાં સબક શીખવાડવા માટે બ્રિટિશ સરકારે પૂરતા ગણ્યા હતા. જો કે લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. મુંબઇ અને મદ્રાસમા તોફાનો થયા હતા અને અમદાવાદ શહેર લશ્કરને હવાલે કરવામાં આવ્યું હતું.
આઇસીએસ અધિકારી બુ્રમફિલ્ડને સેશન્સ જજ તરીકે આ કેસની કાર્યવાહી કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અમદાવાદના સરકીટ હાઉસમાં ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલા કોન્ફરન્સ હૉલમાં સ્પેશ્યલ કોર્ટ ઊભી કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીજીને પકડીને જ્યારે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા ત્યારે ત્યાં શંકરલાલ બેંકર, સરોજની નાયડું, રવિશંકર દાદા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટિશ સરકારના એડવોકેટ જનરલ સ્ટ્રોંગમેન અને પ્રોસીક્યુટર ગિરધરલાલ ગાંધીજી સામે ખટલો ચલાવવા તૈયારી સાથે આવ્યા હતા.
જજ બુ્રમફિલ્ડે ગાંધીજી સામે કેસની કાર્યવાહી શરૃ કરતાં પૂછ્યું હતું. દેશદ્રોહનો ગુનો તમને કબૂલ છે? જજના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીએ કહ્યું હતું કે મને ગુનો કબૂલ છે એટલું જ નહીં તમે કાયદા મુજબ ફરજ બજાવવા બંધાયેલા છો અને આ ગુનામાં મહત્તમ સજા ફરમાવો. પરંતુ જો તમને એમ લાગતું હોય કે હું સાચો છું તો તમે બ્રિટિશ સરકારને છોડી દેવાનું કહેજો. ગાંધીજીના આ વિધાનથી કોર્ટ સન્નાટો છવાઇ ગયો હતો. ગાંધીજીનું વિસ્તૃત નિવેદન નોંધવામાં આવ્યું હતું. એડવોકેટ જનરલે પણ કેસની રજુઆત કરી હતી. જજ બુ્રમફિલ્ડે ગાંધીજીને છ વર્ષની કેદની સજા ફરમાવી હતી અને છેવટે લખ્યું હતું કે જો કે ગાંધીજીને છોડી દેવામાં આવશે તો મને અનન્ય ખૂશી થશે.
૧૯૬૫માં ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ ઑફ ગાંધીજી એ શીર્ષક હેઠળ તૈયાર કરેલા પુસ્તકમાં એ કાર્યવાહીનું રસપ્રદ આલેખન કરવામાં આવ્યું છે. કાયદાના વિષય સાથે સંકળાયેલો લોકો માટે તેનો અભ્યાસ અને છણાવટ ઘણી ઉપયોગી છે.
આ અલભ્ય પુસ્તકનો લાભ લોકોને મળે તે હેતુથી મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી નવજીવન ટ્રસ્ટ સંસ્થા દ્વારા હાઇકોર્ટના કોપીરાઇટ યથાવત રાખીને આ પુસ્તકને પુનઃ મુદ્રિત કરવામાં આવ્યું છે.
નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ, ટ્રસ્ટીઓ સિધ્ધાર્થ ભટ્ટ, શરદ જાની, પ્રતિક રાવલ વગેરે આ પુસ્તક અંગેની વિગત આપતા જણાવ્યું હતું કે યંગ ઇન્ડિયામાં પ્રસિધ્ધ થયેલા એ મૂળ લેખો અને કોર્ટની કાર્યવાહીને આવરી લેતું ૨૮૮ પાનાનું આ પુસ્તકનું વિમોચન ઝારખંડ હાઇકોર્ટના જસ્ટિસ પ્રદીપ પી. ભટ્ટના હસ્તે ૧૫મી ઓગસ્ટના રોજ સરકીટ હાઉસ ખાતે સાંજે ૫-૩૦ વાગે તેનું ઉદ્દઘાટન થશે. આ પ્રસંગે હાઇકોર્ટ જજ સોનિયા ગોકાણી, રજિસ્ટ્રાર જનરલ જી.આર.ઉધવાણી વગેરે ઉપસ્થિત રહેશે.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

Ravipurti In PDF

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved