Last Update : 14-August-2012, Tuesday

 

પોલીસ અટકાયત બાદની ઘટના
રામદેવની નૌટંકી ઃ બસ પર ચઢી ગયા ઃ સમર્થકો રસ્તા પર સૂઇ ગયા

ભાજપના ગડકરી, શરદ યાદવ સ્થળ પર હાજર રહેતા રાજકીય વળાંક
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
છેલ્લા પાંચ દિવસથી અનશન કરી રહેલા રામદેવ જ્યારે આજે સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કર્યા પછી પોલીસ જ્યારે તેમને બસમાં લઇ જઇ રહી હતી ત્યારે તેઓ બસની છત પર ચઢી ગયા હતાં. રામદેવની અટકાયત રોકવા માટે તેમના સમર્થકો રસ્તા પર સૂઇ ગયા હતા. રામદેવ દ્વારા આયોજિત પ્રદર્શનમાં ભાજપના પ્રમુખ ગડકરી અને શરદ યાદવે હાજરી આપતા નવો રાજકીય વળાંક જોવા મળ્યો હતોે. રામદેવના આંદોલનને તિબેટનાં બૌદ્ધ ધર્મગુરુ દલાઇ લામા, સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ તથા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીનું સમર્થન સાપડતાં બળ મળ્યું હતું.
બાબા રામદેવની અટકાયત સાથે જ તાજેતરમાં જ શરૃ કરવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધનાં પ્રદર્શનનો અંત આવી ગયો છે. જો કે સાંજે પોલીસે રામદેવ અને તેમના સમર્થકોને મુક્ત કરી દીધા હતા. આમ છતાં રામદેવ તેમના સમર્થકો સાથે સેન્ટ્રલ દિલ્હીમાં ફિરોઝશાહ કોટલા પાસે આવેલા આંબેડકર સ્ટેડિયમમાં રોકાય હતા. મોડી સાંજે આંબેડકર સ્ટેડિયમમાંથી પોતાના સમર્થકોને સંબોધતા રામદેવે જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમના સમર્થકોને પાણી અને ખોરાક આપવામાં આવશે નહીં ત્યાં સુધી તેઓ આ જગ્યા છોડશે નહીં. પોલીસ જ્યારે રામદેવની અટકાયત કરી તેમને લઇ જઇ રહી હતી ત્યારે તેમના સમર્થકો રસ્તામાં સૂઇ જતા ભારે ઉત્તેજના જોવા મળી હતી.
આ અગાઉ રામદેવનાં સમર્થકોને સંબોધતા ભાજપ પ્રમુખ નિતિન ગડકરીએ રામદેવને જણાવ્યું હતું કે સરકાર વિરુદ્ધની ભષ્ટાચારની લડાઇમાં તેઓ એકલા નથી અને તેમની પાર્ટી કાળાં નાણાં મુદ્દે તેમને સંપૂર્ણ ટેકો આપશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપના સાંસદોએ આજે સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
આજે પોતાના સમર્થકોને સંબોધતા તેમણે 'કોંગ્રેસ હટાવો, દેશ બચાવો'નાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે રામદેવ સંસદ તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસે રામદેવ અને તેમના સમર્થકોની પ્રતિબંધક આદેશોનો ભંગ કરવા બદલ અટકાયત કરી લીધી હતી. અટકાયત કર્યા પછી તેમને બાવનાની જેલમાં લઇ જવામાં આવી રહ્યા હતાં ત્યારે રામદેવે આ જેલમાં જવાનો ઇનકાર કરી દીધો હતો. રામલીલા મેદાનમાંથી તેમને ડીટીસીની જે બસમાં લઇ જવામાં આવી રહ્ય હતા તે બસની છત પર તેઓ ચઢી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
આ અગાઉ રામદેવે આજે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી ૨૦૧૪માં યોજાવાની છે. શક્ય છે કે આ ચૂંટણી ૨૦૧૩માં પણ યોજાય.આગામી ચૂંટણીમાં એક પણ અપ્રમાણિક વ્યકિત સંસદમાં ન પ્રવેશે તે માટે આ આંદોલન શરૃ કરવામાં આવ્યુ છે.
ભાજપ પ્રમુખ ગડકરીએ જણાવ્યું હતું કે રામદેવનાં કાળાં નાણાં વિરુદ્ધનાં પ્રચારના કારણે જ તેમના સહયોગી બાલક્રિશનને જેલ મોકલવામા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રામદેવ જે કહી રહ્યા છે તે સાચુ છે સીબીઆઇનો દુરપયોગ કરવામાં આવી રહ્યો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved