Last Update : 14-August-2012, Tuesday

 

સૂકી ધરતી પર ભીની મોસમનો અદ્ભુત નજારો
ગુજરાતની ધરા પર કુદરતની અમીવર્ષા

હાલોલમાં નવ અને દાહોદમાં ૭.૫ ઇંચ વરસાદ ઃ ઉત્તર-દક્ષિણ અને મધ્ય ગુજરાત તરબતર, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ


ગાંધીનગર,તા.૧૩
ગુજરાતમાં આ વર્ષે મોડા પડેલા વરસાદે પુંછડીયા ખેલાડીની જેમ ધૂંઆધાર બેટીંગ શરૃ કરીને અનેક વિસ્તારોમાં તરસી ધરતીને તરબતર કરી મૂકી છે. રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી શરૃ થયેલી વરસાદની ઇનીંગ સતત ચાલુ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૨૫ તાલુકામાં મેઘરાજાની મહેર વરસી છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વર્ષાની હેલી યથાવત રહી છે. છેલ્લા ચાર દિવસમાં સારો વરસાદ પડતાં રાજ્યના અનેક તાલુકાઓ અછતની અસરમાંથી બહાર આવી ગયા છે.
ચાલ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહેતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ ઘેરાયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી અને ખેતીની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. જુલાઇ મહિનો આખો વિતી જવા છતાં વરસાદ નહીં આવતાં આખરે સરકાર દ્વારા ૧૪ જિલ્લા અને ૧૫૨તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આખરે હવે પાછોતરા વરસાદે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહેર વરસાવી છે. ગત શનિવારથી ચાલુ થયેલો વરસાદનો રાઉન્ડ સતત ચાલુ રહેતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને તરબતર કરી દીધું છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો છે. જ્યારે કચ્છ જિલ્લો હજી પણ કોરો રહેવા પામ્યો છે.
મહેસુલ વિભાગના ઇરજન્સી રીસ્પોન્સ સેન્ટર તરફથી મળતી માહિતી અનુસાર આજે સવારે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ૧૨૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં નવ ઇંચ, વડોદરાના જેતપુર પાવીમાં સાત ઇંચ, દાહોદમાં ૭.૫ ઇંચ, જાંબુઘોડામાં ૬.૫ ઇંચ , મોરવાહડફમાં ૬ ઇંચ, દેવગઢ બારીયામાં ૫.૫ ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં ધનસુરામાં ૩.૫ ઇંચદહેગામમાં ૪ ઇંચ, ગાંધીનગરમાં ૩.૫ ઇંચ, સાણંદમાં

વધુ ૩૦ તાલુકા અછતની સ્થિતિમાંથી બહાર આવ્યા
ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં આ વખતે વરસાદ ખેંચાતાં ૧૪ જિલ્લાઓ અને ૧૫૨ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગત અઠવાડીયાથી વરસાદ શરૃ થતાં આ પૈકીના ૬૭ તાલુકાઓ અછતની સ્થિતિમાંથી બહાર આવી ગયા છે.અછતગ્રસ્ત જિલ્લા અને તાલુકાઓની યાદી માટે મંત્રી મંડળની સમિતિ દ્વારા કેટલાક પેરામીટર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ૧૫૦ મી.મી. એટલે કે છ ઇંચ કરતાં ઓછો વરસાદ છે તે તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ જાહેરાત બાદગત અઠવાડીયે વરસાદ પડતાં ૩૮ તાલુકાઓ અછતગ્રસ્તની યાદીમાંથી બહાર થઇ ગયા હતા ત્યારબાદ છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદને કારણે વધુ ૨૯ તાલુકાઓ આ યાદીમાંથી બાકાત થઇ ગયા છે જેના નામ નીચે મુજબ છે.

જિલ્લો

તાલુકો

 

રાજકોટ

રાજકોટ

 

જુનાગઢ

વંથલી

 

અમરેલી

બાબરા

 

ભાવનગર

ભાવનગર

 

અમદાવાદ

બાવળા, ધોળકા, સાણંદ વિરમગામ

 

ગાંધીનગર

ગાંધીનગર,દહેગામ, કલોલ

 

પાટણ

પાટણ

 

બનાસકાંઠા

દાંડીવાડા

 

મહેસાણા

કડી, ખેરાલુ, ઉંઝા, મહેસાણા, વડનગર

 

ભરૃચ

જંબુસર, ઝઘડીયા, વાલીયા

 

ખેડા

મહેમદાવાદ, નડીયાદ, માતર

 

આણંદ

ઉમરેઠ, પેટલાદ

 

વડોદરા

વાઘોડીયા, નસવાડી, કવાંટ

 

પંચમહાલ

ગોધરા

 

 

 

 


૩ ઇંચ, કપડવંજમાં ૩.૫ઇંચ, કઠલાલમાં ૪ઇંચ, અમદાવાદ શહેરમાં ૩ઇંચ વરસાદ પડયો હતો.
આજે સવાર સુધીમાં ૧૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં ૬૫ તાલુકાઓમાં આઠથી બે ઇંચ અને ૬૦ તાલુકામાં એકથી અડધોઇંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ આજે દિવસ દરમિયાન પણ અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં સવારથી સાંજે ૪ વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં આજે સવાર સુધીમાં અને દિવસ દરમ્યાન પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved