Last Update : 14-August-2012, Tuesday

 

ભાજપ અને શિવસેનાના સાંસદોએ
કાળાં નાણાં અને મુંબઇ હિંસાનો મુદ્દો ઉઠાવતા સંસદની કાર્યવાહી ખોરવાઇ

વિરોધ પક્ષોએ કાળાં નાણાં પરત લાવવા સમયબદ્ધ યોજનાની જાહેરાત કરવાની માંગ કરી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૩
કાળાં નાણાં વિરુદ્ધનાં રામદેવના પ્રદર્શનમાં એનડીએના નેતાઓ જોડાતા ભાજપ નેતૃત્વવાળા ગઠબંધનના સભ્યોએ કાળાં નાણાં મુદ્દે સંસદની કાર્યવાહીમાં વિક્ષેપ નાખ્યો હતો અને માંગ કરી હતી કે સરકાર વિદેશમાંથી કાળા નાણા પરત લાવવા માટે સમયબદ્ધ યોજનાની જાહેરાત કરે. આસામ હિંસાના વિરોધમાં મુંબઇમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં થયેલી હિંસા મુદ્દે ભાજપ અને શિવ સેનાના સાંસદોએ મહારાષ્ટ્ર સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી.
ભાજપ અને શિવ સેનાના સાંસદોએ પોતાની માંગોના સ્વીકાર માટે સંસદમાં હોબાળો કરતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીને વારંવાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. રાજ્યસભામાં એનડીએનાં સભ્યોની સાથે એઆઇડીએમકેના સભ્યો પણ જોડાયા હતા.
મુંબઇ હિંસા મુદ્દે લોકસભામાં આજે જોરદાર હોબાળો થતાં સંસદની કાર્યવાહી બે વખત સ્થગિત કર્યા પછી સમગ્ર દિવસ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી. ભાજપ અને શિવસેનાના સાંસદોએ મુંબઇ હિંસાની ટીકા કરતા સરકાર પાસે જવાબ માંગ્યો હતો કે રઝા એકેેેડમી અને અવામી વિકાસ પાર્ટીને રેલીનું આયોજન કરવાની મંજૂરી શા માટે આપવામા આવી?
સંસદનાં બંને ગૃહો 'કાલા ધન વાપસ લાવ, વાપસ લાવ'નાં સુત્રોચ્ચારોથી ગુંજી ઉઠયા હતાં. રાજ્યસભામાં આ મુદ્દો વૈંકેયા નાયડુએ પ્રશ્ન કાળ દરમિયાન ઉઠાવ્યો હતો. તેમણે કાળા નાણા અંગે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે નિવેદન જારી કરવાની માંગ કરી હતી.
ભાજપના અન્ય સભ્યોએ પણ નાયડુને સાથ આપતા તેમણે માંગ કરી હતી કે સરકાર વિદેશમાંથી કાળા નાણા પરત લાવવા માટે સમયબદ્ધ યોજનાની જાહેરાત કરે. નાયડુએ રામદેવની સંસદ તરફની કૂચનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રાજયસભાનાં અધ્યક્ષની ખુરશી પર બેઠેલા પી. જે. કુરિયને સભ્યોને શાંત રહેવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય નોટીસ આપવામા આવી હોત તો આ વિષય પર ચર્ચા થઇ શકતી હતી અને તે જ સમયે સરકાર વિસ્તૃત જવાબ આપી શકી હોત.
લોકસભામાં આ મુદ્દો ભાજપના હરિન પાઠકે ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી હતી કે તેમને કાળા નાણાનો મુદો ઉઠાવવાની પરવાનગી આપવામા આવે પરંતુ લોકસભા અધ્યક્ષ મીરાંકુમારે જણાવ્યું હતું કે પ્રશ્ન કાળ દરમિયાન ભાજપના રાજનાથ સિંહ અને સીપીઆઇના ગુરુદાસ દાસગુપ્તાને જ કાળા નાણાનો મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપવામા આવશે.
આ મુદ્દે ભાજપ અને શિવસેનાના સભ્યો લોકસભા અધ્યક્ષની ખુરશી સામે આવીને સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જેના પગલે અધ્યક્ષને લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved