Last Update : 14-August-2012, Tuesday

 

રૃલલેવલ વટાવી ઉકાઇ ડેમની સપાટી વધીને ૩૩૩.૮૦ ફુટ

ઉકાઇમાંથી ૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું જારીઃ હથનુર ડેમમાંથી છોડાતું પાણી ઘટાડીને ૫૦,૦૦૦ ક્યુસેક કરાયું

(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ઉકાઇ ડેમમાં આજે આખો દિવસ સરેરાશ ૧,૨૫,૦૦૦ ક્યુસેકની આજુબાજુ પાણીની આવક ડેમમાં ઠલવાઇ હતી અને રવિવારતી જે અડધું ૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું આરંભાયું હતું, તે આજે પણ ચાલુ જ રહેતા ઉકાઇ ડેમના આજના રૃલલેવલ ૩૩૩.૭૭ ફુટને વટાવીને સપાટી મોડી સાંજે ૩૩૩.૮૦ ફુટે નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.
ઉકાઇ ડેમના ઉપરવાસના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગોમાં વિતેલા દિવસોમાં મુશળધાર વરસાદ ઝીંકાયો હતો. આ વરસાદના કારણે હથનુર ડેમમાંથી ૧,૫૦,૦૦૦ ક્યુસેક પાણી છોડાયું હતું. બીજી તરફ સેન્ટ્રલ વોટર કમિશન (સીડબલ્યુસી)ની આગાહી મુજબ ૫૫૦ એમસીએમ (મીલીયન ક્યુબીક મીટર) પાણી ડેમમાં આવશે. આથી ઉકાઇ ડેમમાં પાણી સંગ્રહ થાય તો સપાટી રૃલ લેવલને વટાવી જાય તેમ હતી. જેને પગલે રવિવારે બપોરે ૩ વાગ્યાથી જ ઉકાઇ ડેમના ૧૦ દરવાજા ૨ ફુટ સુધીના અને ૮ દરવાજા ૧ ફુટ સુધીના ખોલી કુલ ૧૮ દરવાજામાંથી ૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું શરૃ કરાયું હતું.
દરમ્યાન હથનુર ડેમમાંથી રવિવારે જે પાણી ડિસ્ચાર્જ થયું હતું, તેની અસર આજે ઉકાઇ ડેમમાં દેખાઇ હતી. સવારથી જ ઉકાઇ ડેમમાં ૧,૪૩,૦૦૦ ક્યુસેકથી લઇને ૧,૧૫,૦૦૦ ક્યુેક પાણીની આવક આવી હતી. દિવસ દરમ્યાન સરેરાશ ૧,૨૫,૦૦૦ ક્યુસેક પાણી ઠલવાયું હતું અને તેની સામે ૭૦,૦૦૦ ક્યુસેક જ પાણી છોડી બાકીનું સંગ્રહીત થતાં ડેમની સપાટી વધવા માંડી હતી. ઉકાઇ ડેમના આજના રૃલ લેવલ મુજબ પાણીની સપાટી ૩૩૩.૭૭ ફુટ સુધી જ સંગ્રહી શકાય છે અને મોડી સાંજે સપાટી વધીને ૩૩૩.૮૦ ફુટ થઇ હતી. સપાટી રૃલલેવલને વટાવી ગઇ હોવા છતાં સત્તાધિશોએ ૭૦,૦૦૦ ક્યુસેક પાણી જ છોડવાનું ચાલુ રાખ્યું છે.
આમ રૃલ લેવલથી સપાટીનું સ્તર ઉંચું હોવા છતાં પાણી છોડવાનું વધારવાના બદલે ૭૦,૦૦૦ ક્યુસેક જ ચાલુ રાખવાના કારણ અંગે સત્તાધિશો જણાવે છે કે વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટ એરીયામાં સામાન્ય વરસાદ વરસ્યો છે અને હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડીને ૫૦,૦૦૦ ક્યુસેક કરી દેવાયું છે. બીજી બાજુ ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ કેચમેન્ટ એરીયામાં બે-ત્રણ દિવસ સામાન્ય વરસાદનું વાતાવરણ છે. આમ આગામી દિવસોમાં હેવી ઇનફલો આવવાના કોઇ અણસાર ન હોવાથી ૭૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે. મંગળવારે સવારે નવી આગાહી મુજબ પાણી છોડવા અંગે નિર્ણય લેવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved