Last Update : 14-August-2012, Tuesday

 
નવસારીમાં જર્જરીત બિલ્ડીંગ રાજમહેલ-૨ પણ તોડી પડાશે

બાજુમાં આવેલું રાજમહેલ-૧ નમી પડયા બાદ આ જર્જરીત બિલ્ડીંગ વધુ ક્ષતિગ્રસ્ત થઇ ગયું

નવસારી, સોમવાર
નવસારીની વસંત ટોકીઝ સામે આવેલું રાજમહેલ-૧ નામનું એપાર્ટમેન્ટ ગઇકાલે બપોરે અચાનક બેસી જતાં આ ભયગ્રસ્ત ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઇમારતના પીલરો ફાટી જવાથી તે બાજુમાં આવેલા રાજમહેલ-૨ નામની ઇમારત પર નમી જતાં મોટી જાનહાની ટળી હતી. પરંતુ આ ઇમારત પણ ક્ષતિગ્રસ્ત થતાં તેને પણ ઉતારી લેવા માટે તંત્રએ નિર્ણય લીધો છે.
ગઇકાલે વરસતા વરસાદ વચ્ચે નવસારીના વસંત ટોકીઝની સામે ૩૫ વર્ષ અગાઉ બનેલું ચાર માળનું એપાર્ટમેન્ટ રાજમહેલ-૧, તેના નીચેના પીલર ફાટી જવાથી ઇમારત જમીનમાં ધસી ગઇ હતી અને ઉપરથી આ ઇમારત બાજુમાં આવેલી અન્ય ઇમારત રાજમહેલ-૨ તરફ નમી ગઇ હતી. જેના ભયંકર અવાજથી તેમાં રહેતા રહીશો ગભરાટમાં પહેરેલા કપડે નીચે ઉતરી જતાં તેમનો બચાવ થયો હતો. દરમ્યાન જિલ્લા અને પાલિકા વહીવટી તંત્રએ સુરત હાનગરપાલિકાના એસકેલેટર મશીનની મદદથી અસરગ્રસ્ત લોકોનો કિંમતી સામાન દાગીના રૃપિયા કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ તંત્રએ મોડી રાત્રી સુધી આ ભયગ્રસ્ત ઇમારતને તોડી પાડવાની કામગીરી ચાલુ રાખી હતી.
આજે બપોર સુધીમાં ચાર માળની ઇમારત રાજમહેલ-૧ કાટમાળમાં તબદીલ થઇ ગઇ હતી. આ કાટમાળમાંથી લોકો પોતાનો સામાન શોધીને કાઢતાં નજરે પડયા હતા. તે અગાઉ તંત્રએ જેટલો સામાન સલામત રહીને કાઢી શકાય તેટલો સામાન રહીશોને કાઢી લેવા કહ્યું હતું. અસરગ્રસ્ત પરિવારોએ ભારે હૈય્યે પોતાના જર્જરીત આશિયાનામાંથી પોતાનો સરસામન કાઢી લીધો હતો. આ કામગીરી દરમ્યાન નવસારી ટાઉન પોલીસે બન્ને તરફનો રસ્તાને દોરડા બાંધી બંધ કરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.
નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર હર્ષદભાઇ પટેલે કહ્યું હતું કે ભયગ્રસ્ત ઇમારત તેની બાજુની ઇમારત રાજમહેલ-૨ ઉપર નમી પડતાં તે પણ ક્ષતિગ્રસ્ત થઇ હતી. પહેલાથી જ જર્જરીત આ ઇમારત પણ ભયગ્રસ્ત થઇ હોવાતી તેના તમામ રહીશોને અન્યત્ર ખસી જવા જણાવી તેને પણ ખાલી કરાવી દેવાઇ હતી. તેમજ રાજમહેલ-૨ને પણ ઉતારી પાડવા માટે નોટીસ આપવામાં આવી છે. આથી હવે આ ઇમારતને પણ જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

બારી-બારણા અને સ્ટીલ સલામત રહે તે રીતે બિલ્ડીંગ તોડાશે
નવસારી, સોમવાર
ગઇકાલે બપોરે ચાર માળની રાજમહેલ-૧, નામની ઇમારતના પીલર ફાટી જતાં તે બાજુમાં આવેલી રાજમહેલ-૨ ઇમરત તરફ નમી ગઇ હતી. જેના કારણે આ ઇમારતને પણ ભારે નુકસાન થયું હતું. કુલ-૩ ફોરવ્હીલર વાહનો અને ૧૨ ટુ વ્હીલર વાહનોને ભારે નુકસાન થયું હતું. રાજમહેલ-૨ ઇમારતને ઉતારી લેવા માટે પાલિકાએ નોટીસ આપી હતી. તથા નિષ્ણાતોની સલાહ લીધી છે. જેમાં આ ઇમારતને વ્યવસ્થિત ઉતારવાથી તેના બારી-બારણા સ્ટીલ ફરીથી ઉપયોગમાં લઇ શકાય તે માટે ઇમારત ઉતારનારને જ આ કામગીરી સોંપવાની વિચારણા હાથ ધરવામાં આવી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved