Last Update : 14-August-2012, Tuesday

 
છ કલાકમાં વઘઇમાં ૩, સાપુતારા આહવામાં એક ઇંચ વરસાદ

રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં વઘઇમાં કુલ પાંચ, આહવામાં ત્રણ તથા સાપુતારામાં બે ઇંચ વરસાદ

વઘઇ, સોમવાર
ડાંગ જિલ્લામાં પાંચમા દિવસે પણ મેઘમહેર ચાલુ રહેતા સોમવારે સવારે ૮ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીના ૬ કલાકમાં વઘઇમાં ૩ ઇંચ, જ્યારે સાપુતારા-આહવામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે રવિવારે સાંજે ચાર વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધીમાં કુલ વરસાદ વઘઇમાં પાંચ, સાપુતારામાં બે તથા આહવામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વળી, કુકડનખી ગામે વઘઇ-આહવા માર્ગ પર ઝાડ તૂટી પડતાં આ માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઇ ગયો હતો.
ડાંગ જિલ્લામાં ગુરુવારથી સતત ચાલુ રહેલી મેઘમહેર સોમવારે પણ યથાવત રહી હતી. સતત પાંચમા દિવસે ડાંગ જિલ્લામાં ચાલુ રહેલી મેઘમહેરને કારણે જિલ્લાના નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતા. જેથી ખેડૂતો રોપણીની કામગીરીમાં હોંશે-હોંશે જોતરાયા હતા.
આહવા ફલડ કંટ્રોલના જણાવ્યાનુસાર સોમવારે સવારે ૮ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીના છ કલાકમાં વઘઇમાં ૭૫ એમએમ (ત્રણ ઇંચ), સાપુતારામાં ૨૫ એમએમ (એક ઇંચ) અને આહવામાં ૨૬ એમએમ (એક ઇંચ) વરસાદ વરસ્યો હતો. જ્યારે રવિવારે સાંજે ચાર વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં આહવા ખાતે ૫૬ એમએમ (બે ઇંચ), સાપુતારા ખાતે ૨૬ એમએમ (એક ઇંચ) તથા વઘઇમાં ૫૩ એમએમ (બે ઇંચ) વરસાદ વરસ્યો છે. આમ, રવિવારે સાંજે ચાર વાગ્યાથી સોમવારે બપોરે બે વાગ્યા સુધીમાં વઘઇમાં કુલ પાંચત, સાપુતારામાં બે તથા આહવામાં ત્રણ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.
વઘઇથી આહવા જતા માર્ગ ઉપર વઘઇ નજીક કુકડનખી ગામ પાસે તોતીંગ ઝાડ તૂટી પડતાં આ માર્ગ બંધ થઇ ગયો હતો. જો કે સંલગ્ન તંત્રએ ઝાડ દૂર કરતાં વાહન-વ્યવહાર પૂર્વવત્ થયો હતો. વળી, વઘઇ નજીક ગીરાધોધ ખાતે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપા૬ વધારો થતાં ગીરાધોધ તરફ જતા માર્ગ પર પણ ટ્રાફિક જામ રહ્યો હતો. જે બે કલાક બાદ હળવો થતાં વાહનોની અવર-જવર શરૃ થઇ હતી.

વાંસદામાં ત્રણ, ચીખલીમાં ૧.૩, નવસારીમાં ૧ ઇંચ વરસાદ
નવસારી, સોમવાર
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેહુલો સતત મન મુકીને વરસી રહ્યો છે. જિલ્લામાં ઠેર-ઠેર મેઘમહેર થવાથી વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બન્યું છે. આજે બપોરે ૪ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમ્યાન વાંસદામાં ૩ ઇંચ, ચીખલીમાં ૧.૩ ઇંચ, નવસારીમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જલાલપોરમાં ૯ મી.મી. અને ગણદેવીમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. વાંસદામાં આજે સવારે ૧૦ થી ૧૨ના બે કલાકમાં ૧ ઇંચ વરસાદ ઝીંકાયો હતો.
છેલ્લા ત્રણ દિવસથી મહેલિયો સમગ્ર જિલ્લામાં મનમૂકીને વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને લોકો આનંદમાં આવી જઇ ખુશનુમા વાતાવરણને મનભરીને માણી રહ્યા છે. જિલ્લામાં ઠેર-ઠેર છૂટોછવાયો વરસાદ વરસતાં પાણી અને ઘાસચારાની તકલીફ દૂર થઇ છે. જ્યારે ખેડૂતો સારા વરસાદની હજી કામના કરી રહ્યા છે. શ્રાવણ મહિનાની રજાઓમાં શ્રાવણીયો વરસાદી ઝાપટાં વરસતાં લોકો હોલી-ડે મૂડમાં આવી જઇ નજીકના સ્થળે પ્રવાસ કરી કુદરતી વાતાવરણ માણવા લાગ્યા છે. ગઇકાલે બપોરે ૪ થી આજે બપોરે ૪ સુધી પુરા થતાં ૨૪ કલાકમાં વાંસદામાં ૩ ઇંચ (૭૬ મી.મી.), ચીખલીમાં ૧.૩ ઇંચ (૩૪ મી.મી.), નવસારીમાં ૧ ઇંચ (૨૭ મી.મી.), જલાલપોરમાં (૯ મી.મી.) અને ગણદેવીમાં (૪ મી.મી.) વરસાદ નોંધાયો હતો.

સોનગઢમાં ત્રણ, વાલોડમાં બે, વ્યારામાં દોઢ ઇંચ વરસાદ
વ્યારા, સોમવાર
તાપી જિલ્લાના સોનગઢ, વાલોડ અને વ્યારા તાલુકામાં છેલ્લા ૨ દિવસથી સારો વરસાદ પડતા સોમવારે સાંજે ૪ કલાકે પૂરા થતા ૨૪ કલાકમાં સોનગઢમાં ૩ ઇંચ અને વાલોડમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા તાલુકા સહિત અન્ય તાલુકાઓમાં રવિવારના બપોર પછી સાંજના સમયે વરસાદે જોર કરતાં એકંદરે તમામ તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. ફલડ કંટ્રોલ વ્યારાના જણાવ્યા પ્રમાણે રવિવારે સાંજે ૪ કલાકથી સોમવારે સાંજે ૪ કલાક સુદીના ૨૪ કલાક દરમિયાન સોનગઢ તાલુકામાં ૩ ઇંચ, વાલોડ તાલુકામાં બે ઇંચ, વ્યારામાં ૧.૫ ઇંચ, ઉચ્છલ તાલુકામાં પોણો ઇંચ (૨૨ એમએમ) અને નિઝર તાલુકામાં માત્ર અડધો ઇંચ (૧૫ એમએમ) વરસાદ પડયો હતો. આજરોજ પણ નાના-મોટા વરસાદના ઝાપટા ચાલુ જ રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved