Last Update : 14-August-2012, Tuesday

 

BSFના શહીદ જવાનને હજુ સરકારે જમીન ફાળવી નથી

વર્ષ-૨૦૦૩માં મણીપુરમાં ઉગ્રવાદીઓ સાથે લડતમાં શહીદ થયેલા વ્યારાના સંજય ગામીતનો પરિવાર ૧૦ વર્ષ બાદ પણ બેહાલ

વ્યારા, સોમવાર
વર્ષ-૨૦૦૩માં મણીપુરમાં ઉગ્રવાદીઓની લડતમાં શહીદ થયેલા બીએસએફના જવાનના પરિવારને બીએસએફ તરફથી સહાય તો મળી છે, પરંતુ ખેતીકામ કરી જીવન-નિર્વાહ કરવા આ શહીદ જવાનના માતા-પિતાને ૧૦ એકર જમીન આપવાનો સરકારનો દાવો તદ્દન પોકળ સાબિત થયો હોય તેમ ૧૦ વર્ષે પણ આ જવાનના પરિવારને જમીનની ફાળવણી થઇ નથી. માત્ર કાગળ પર થોડીઘણી કાર્યવાહી થઇ છે. જેમાં જૂન માસમાં જ મામ. કચેરીને જમીનની દરખાસ્ત મોકલવા કલેકટરે સૂચના આપી છે, છતાં આજદિન સુધી કોઇ જ ઠોસ કાર્યવાહી થઇ નથી.
વ્યારા તાલુકાના ખુટાડિયા ગામનો સંજય લીમ્બાભાઇ ગામીત ધોરણ ૧૨નો અભ્યાસ પૂર્ણ કરી રાષ્ટ્ર માટે કંઇક કરી બતાવવા, વલસાડના બરતી મેળામાં જઇ બી.એસ.એફ.માં જોડાયો હતો. પિતા લીમ્બાભાઇ હકમાભાઇ ગામીત તથા માતા રામીબેનનો જુવાન પુત્ર સંજયકુમાર દુબુલીયા ૩૭ બટાલીયનમાં હતો. વર્ષ ૨૦૦૩ની ૯ ફેબુ્રઆરીએ મણિપુરમાં ઉગ્રવાદીઓ સાથેની લડાઇ દરમિયાન ડાબી આંખ નજીક ગોળી વાગવાથી તે ૨૩ વર્ષની યુવાન વયે દેશ માટે શહીદ થઇ ગયો હતો. સ્વ. સંજયકુમારની શહાદત બાદ તેમની અંત્યેષ્ઠી માન-સન્માનથી કરવામાં આવી હતી. આદિવાસી ગરીબ ઘરના સ્વ. સંજયકુમારના પરિવારને બીએસએપ, સરકારી વિભાગ અને સામાજીક સંસ્થાઓ તરફથી જે તે સમયે નાણાંકીય સહાય અપાઇ હતી. શહીદ સ્વ. સંજયકુમારના પરિવારને ૧૦ એકર જમીન આપવા સરકારે તે સમયે વચન આપ્યું હતું. જેથી ખેતી કરી જીવન-નિર્વાહ ચલાવવા તેઓના પિતા લીમ્બાભાઇ ગામીતે જમીન માટે અરજી કરી હતી. પરંતુ સરકારી વિભાગે પણ સ્વ. સંજયકુમારની સહાદત ભૂલી, તેઓની અરજી ટલ્લે ચઢાવી દીધી હોય તેમ જણાય છે. વર્ષ ૨૦૦૮માં લીમ્બાભાઇ ગામીતે ગામના સરપંચ, તલાટીને લઇ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. ત્યારે ખુટાડીયા ગામમાં પડતર જગ્યા ન હોય, બાજુના સાંકળી ગામે ખરાબાની જગ્યા પસંદ કરી ફરીથી જમીનની માંગણી કરી હતી. જે બાબતે પંચાયત, ધારાસભ્ય, સાંસદને પણ રજૂઆત થઇ હતી. જેની સામે માત્ર આશ્વાસન આપવામાં આવ્યું હતું. આજે સ્વ. સંજયકુમારના શહાદતને ૧૦ વર્ષ થયા છે ત્યારે પણ દેશ માટે મરી ફીટનાર જવાનોની વીર સહાદતને ફક્ત કાગળ પર કાર્યવાહી કરી સરકારી તંત્ર ફક્ત દેખાવ કરી રહ્યું છે. જેની સામે સમાજ શ્રેષ્ઠીઓ પણ મૌન બની બેસી રહ્યા છે.
લીમ્બાભાઇની જમીન માંગણીની પડતર અરજી પર મોડે-મોડે કલેકટર વિભાગે ગત તા.૭-૬-૧૨ના રોજ વ્યારા મામલતદારને લેખિત અને મૌખિક રીતે સૂચના આપી જમીનની તપાસ કરી દરખાસ્ત મોકલવા આદેશ કર્યો છે. પરંતુ આ વાતને પણ ૨ માસ થઇ ગયા છતાં મામલતદાર વિભાગે કોઇ કાર્યવાહી કરી નથી. જેથી માતા રામીબેન, પિતા લીમ્બાભાઇ તથા બહેન સંજુલાબેન સરકારી કચેરીના હજી પણ પગથીયા ઘસી રહ્યા છે. ૧૫મી ઓગષ્ટના દિવસે દેસ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી વીર શહીદોના બલીદાનને યાદ કરશે. ત્યારે સાથે-સાથે શહીદી વોહરી તાપી જિલ્લાનું નામ રોશન કરનારા સ્વ. સંજયકુમારના પરિવારને ૧૦ વર્ષથી નહીં મળેલી જમીન મળે તો પણ ઘણું તેવો વ્યાપક સૂર ઉઠયો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved