Last Update : 14-August-2012, Tuesday

 

કેન્દ્રીય ગૃહ સચિવને વિક્ટીમ કમિટીની ફરિયાદ
એજ્યુકેશન એક્ટના અમલના અભાવે દમણના વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત

શિક્ષણ વિભાગના અણઘડ કારભારને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યાની રજૂઆત

વાપી, સોમવાર
સંઘપ્રદેશ દમણ શિક્ષણ વિભાગની લાપરવાહીને કારણે છેલ્લા ત્રણ વર્ષથી ભારત સરકારે તૈયાર કરેલા એજયુકેશન એકટનું પાલન નહી કરાતા દમણની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વિવિધ સુવિધાઓથી વંચિત રહેતા દમણ વિકટીમ કમિટીના મહામંત્રીએ કેન્દ્રીય ગૃહસચિવને લેખિતમાં રજૂઆત કરી છે. સાથે સાથે દમણ શિક્ષણ વિભાગના અણધડ કારભારને કારણે વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહ્યા અંગે આક્ષેપ પણ કર્યો છે.
દમણ વિકટીમ કમિટીના મહામંત્રી કેશવ બટાકે કેન્દ્રીય ગૃહસચિવ આર.કે.સિંગને લેખિતમાં કરેલી રજૂઆતમાં વર્ણવ્યા અનુસાર કેન્દ્ર સરકારે સન ૨૦૦૯માં સરકારી શાળાઓ માટે એજયુકેશન એકટ તૈયાર કર્યો હતો. જે સંદર્ભે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની તકેદારી, લાયબ્રેરી, રમત - ગમતના સાધનો, મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ કરવા અંગે જોગવાઈ કરાઈ હતી. પરંતુ દમણ શિક્ષણ વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણધડ કારભારને કારણે એજયુકેશન એકટ તૈયાર કર્યાને ત્રણ વર્ષ વિતવા છતાં દમણમાં આ એકટનું અમલીકરણ થઈ શકયું નથી. જેને કારણે વિદ્યાર્થીઓ સુવિધાથી વંચિત રહ્યા છે.
તેઓએ શિક્ષણ વિભાગના અણધડ કારભારને કારણે આ પ્રદેશના વિદ્યાર્થીઓનું ભાવી અંધકારમય બની રહ્યા અંગે આક્ષેપ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના ભાવી અંગે શિક્ષણ િંવભાગને કોઈ રસ નથી. પાડોશી રાજય ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મેડિકલ, એન્જિનિયરીંગ સહિતની અનેક કોલેજો શરૃ કરવામાં આવી છે. પરંતુ અહીં હજુ સુધી આ દિશામાં કોઈ હકારાત્મક પગલા નહીં ભરાતા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાથે સાથે આ પ્રદેશમાં શિક્ષકોની ભરતી, બઢતી, નિયમિત પગાર સહિતના પ્રશ્નો પણ નહીં ઉકેલાતા શિક્ષકો પણ મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. તેઓએ એજયુકેશન એકટનો તાત્કાલિક આ પ્રદેશમાં અમલ થાય તેવી માંગ કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved