Last Update : 14-August-2012, Tuesday

 

''પહેલા પાણી, ઘાસ પૂરા પાડો, યોજના પછી ઘડજો''

 

જામનગર, તા.૧૩
રાજ્ય સરકારની સાગર ખેડૂ યોજનાની આજે જામનગર તાલુકા પંચાયતમાં મળેલી મીટીંગમાં ૨૦ સરપંચોએ પહેલા પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરી યોજના પછી કરજો તેમ કહી વોકઆઉટ કર્યો હતો.
સરપંચોનો પાણી-ઘાસચારા મામલે વોકઆઉટ
દરિયા કિનારાને લગત વિસ્તારો અને ગામો માટેની રાજ્ય સરકારની સાગરખેડુ યોજના અંગે આજે જામનગરની તાલુકા પંચાયતમાં મીટીંગ યોજવામાં આવી હતી. એક તરફ સાંજે મુખ્યમંત્રી જામનગરમાં અછતગ્રસ્ત જિલ્લાની સમીક્ષા માટે કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથેની મીટીંગ યોજવાના હતા ત્યારે આજે અધિકારીઓ સાથેની મીટીંગ યોજવાના હતા. ત્યારે આજે સવારે મળેલી સાગર ખેડૂ યોજનાની મીટીંગ ગ્રામ્ય પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા યોજાયેલી મીટીંગ શરૃ થયાની સાથે જ ૨૦ જેટલા ગામોના સરપંચોએ યોજના પછી કરજો પહેલા અછતગ્રસ્ત જિલ્લો છે તો ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરો તેમ કહી વોકઆઉટ કર્યો હતો.
સરપંચોના વોકઆઉટ સંદર્ભે ગ્રામ્ય મામલતદારે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા તબક્કાવાર લાગુ કરવામાં આવી છે અને પ્રથમ માલધારીઓને અને ત્યાર બાદ જુદા જુદા ખેડૂતોને આપવામાં આવશે. જો કે સરપંચોના વોકઆઉટ બાદ મીટીંગ પુરી કરવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

ઘાસચારો નહીં મળતા ખાંભાના ખેડૂતે ખેતરમાં જ માલઢોરને ચરાવવા મુકી દીધા હતા.
ઘાસચારો નહીં મળતા ખાંભાના ખેડૂતે ખેતરમાં જ માલઢોર ચરાવવા મુકી દીધા
અમરેલી, તા. ૧૩
ખાંભાના એક ખેડુતે આજે પોતાના માલઢોરને ખવરાવવા માટે ઘાસચારો નહીં મળતા નાછુટકે તેણે પોતાની ૨૦ વિઘાની વાડીમાં વાવેલ ૪૦ મણ મગફળીના વાવેતરમાં માલઢોર છુટા ચરાવવા મુકી દેવા પડયા છે.
૨૦ વીઘાની વાડીમાં ૪૦ મણ મગફળીના વાવેતરનો ઉગે તે પહેલાં અંત
વરસાદ નહીં વરસતા ખેડુતો ચિંતાતુર બન્યા છે. વાવેલો પાક બળી રહ્યો છે અને ઘાસચારાની અછતના કારણે માલઢોર ભુખ્યા ટળવળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ઘાસચારાની સૌથી વધુ અછત ખાંભા તાલુકામાં દેખાઇ રહી છે માટે તંત્ર દ્વારા અહીં ઘાસ વિતરણ ડેપો પણ શરૃ કરાયો છે.
તેમ છતાં આ વિતરણ પુરતા પ્રમાણમાં નહીં થતું હોવાનું જણાય આવે છે. તાજેતરમાં જ ઘાસચારાની માંગ સાથે અહીંના માલધારીઓએ ૭૦૦ માલઢોર સાથે મામલતદાર કચેરીને ઘેરાવ કરવો પડયો હતો. છતા હજુ આ પંથકમાં કેટલાયે માલઢોર ઘાસચારા વગર ટળવળી રહ્યા છે.
વરસાદ નહીં વરસતા ખેડુતોનો ઉભો પાક બળી રહ્યો છે ત્યારે તે પાક ઉપર ખેડૂતો નાછુટકે માલઢોર ચરાવી રહ્યા છે. અહીંના ખાંભામાં રહેતા પટેલ ભરતભાઇ હરીભાઇ બોડા નામના ખેડૂતે પોતાની ૨૦ વિઘાની વાડીમાં વાવેલ ૪૦ મણ મગફળીના વાવેતરમાં આજે ૧૫ ભેંસ અને ૫ ગાયોનું પેટ ભરવા તમામ માલઢોરને ખેતરમાં છુટા મુકી દઇ ચરાવવા રેઢા મુકી દીધા હતા.
બીજી તરફ જંગલખાતુ પણ માલધારીઓને જંગલ વિસ્તારમાં માલઢોરને ચરાવવાની છુટ આપતું નથી અને દંડ કરી રહ્યું છે તો સરકાર દ્વારા જંગલ વિસ્તારમાં માલઢોર ચરાવવા છુટી આપે તેવી માંગ ઉઠી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પત્નીને વિદેશ લઇ જવા NRI પતિએ રૃ।.૧૦ લાખની માંગ કરી
કડોદ-કોસાડી કોઝવે પર પાણી ફરી વળતા ૧૩થી ગામોનો સંપર્ક કપાયોે

મહિની સપાટીમાં વધારો થતા ૪૯ ગામોને એલર્ટ કરાયા

વિશ્વશાંતિ માટે બે યુવાનોની બાઇક ઉપર ૮ દેશોમાં યાત્રા
સાત લીઝમાં ગેરકાયદે થયેલા ખોદકામ અંગે વિજિલન્સને રજુઆત
સેન્સેક્ષ આરંભિક નિરસતા બાદ છેલ્લા કલાકમાં ૭૬ પોઈન્ટ વધીને ૧૭૬૩૩ઃ રીયાલ્ટી, પાવર શેરોમાં તેજી
સોના-ચાંદીમાં ઉંચી ગયેલી ઈમ્પોર્ટ કોસ્ટ વચ્ચે ભાવોમાં આગેકૂચ
ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ હાંસલ કરવા સંપૂર્ણ સક્રિય થયેલી સરકાર
થાણેની આદિવાસી કન્યાની ફિલ્મને ન્યુયોર્કમાં એવોર્ડ
ચેક કલીયરન્સમાં વિલંબ બદલ ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવશે

ગોપાલ કાંડાને છઠ્ઠા દિવસે પણ પોલીસ પકડી ન શકી ઃ આગોતરા જામીનની અરજી

પાકિસ્તાનમાં હિન્દુઓની હેરાનગતિના મુદ્દાનો લોકસભામાં પડઘો
બાબા રામદેવ અને અણ્ણા ટીમના મહોરાં હવે ખરી રહ્યા છે ઃ કોંગ્રેસ
ઊર્જા-કૃષિ વાયદા થકી કોમેક્સીસના ટર્નઓવરમાં ૭ ટકાનો સૂચક વધારો

૧૫૭૭ કંપનીઓના નેટ પ્રોફિટમાં સરેરાશ પાંચ ટકા વધારો, જ્યારે વેચાણ વૃદ્ધિ મંદ રહી

 
 

Gujarat Samachar Plus

અમે સાપ પકડવાને બદલે મહેનત કરવાનું શરુ કરી દીઘું
સાપુતારામાં મોન્સૂન છે પણ ફેસ્ટિવલ નથી
હિટ ફિલ્મ પછી ગિટારમાં ગીર્દી
સ્વતંત્રતાનો એ રણકો આજે પણ સચવાયેલો છે
મોન્સૂન મંત્ર ઉપવાસ કરો અને હેલ્ઘી રહો
વેસ્ટર્ન આઉટફિટમાં એઝટેક પ્રિન્ટની બોલબાલા
ગોલ્ડન કલરમાં મોર્ડન વેઅર
 

Gujarat Samachar glamour

શું શાહરૂખની ટીકા-ટિપ્પણી કરી ગોવંિદાએ ચમકવું છે ?
‘‘કેબીસી-૬’’નો ઓગસ્ટનાં છેલ્લા સપ્તાહમાં પ્રારંભ !
સારાને ઈન્ડસ્ટ્રીથી દુર રાખવા માંગુ છુ-સૈફ
શું કેટ સલમાનની ફક્ત ફ્રેન્ડ જ છે?
કેટરીનાએ જાહેરાતના સાત કરોડ લીઘા
અમિષા પટેલ -વિક્રમ ભટ્ટના અફેર ઉપર ફિલ્મ બનશે !
જન્માષ્ટમીને લીધે ‘‘કૃષ્ણ ઔર કંસ’’ કરમુક્ત કરાઈ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved